SearchBrowseAboutContactDonate
Page Preview
Page 620
Loading...
Download File
Download File
Page Text
________________ (ટાઇટલ પાનાં ચોથાનું અનુસંધાન) છે. જો કે શ્રમણભગવંતોને પોતાના સાધુપણાના પર્યાયના વર્ષમાં સંવત્સરીના દિવસને જ - છેલ્લો દિવસ ગણવાનો હોય છે અને સંવત્સરીના બીજા જ દિવસથી નવું વર્ષ ગણવાનું છે હોય છે, તથા કલેશ કંકાશ આદિના પ્રાયશ્ચિત્તોને અંગે પણ સંવત્સરીનો દિવસ એ આખરી છે પ્રાયશ્ચિત્ત નિર્ણયનો દિવસ હોય છે અને તેથી જ સૂત્રકારો સંવત્સરીને દિવસે પણ થયેલા છે કલેશકંકાશ આદિને તે દિવસે નહિ ખમાવવાવાળો હોય તેને તે એકજ દિવસને અંગે છે મૂલનામનું પ્રાયશ્ચિત્ત ફરમાવે છે. આ વસ્તુ વિચારનારાઓને સ્પષ્ટ માલમ પડશે કે સાધુના પર્યાય અને સાધુનાં પ્રાયશ્ચિત્ત એ બન્નેને નિયમિત કરવાનો દિવસ પર્યુષણ એટલે સંવત્સરીનો જ છે અને એ ઉપરથી લૌકિક લેવા દેવાને માટે જેમ દીવાળી આખરી તિથિ : આ જણાવી તેવી જ રીતે શ્રીચતુર્વિધ સંઘને માટે પર્યુષણ એટલે સંવત્સરીનો દિવસ પણ એ આરાધના અને વિરાધનાના હિસાબ માટેનો પણ આખરી મનાય તેમાં આશ્ચર્ય નથી? શ્રમણ ભગવંતો અને શ્રાવક મહાશ્રાવકોને અંગે આરાધના વિરાધનાને અંગે જણાવેલો જો હિસાબ સરખો છતાં આરાધનાની વિધિમાં બન્ને વર્ગને ફરક રહે છે. એટલે શ્રમણ ભગવંતો સંવત્સરી સહિત તેના પહેલાંના પાંચ દિવસ કલ્પકથન કરી દ્રવ્ય ક્ષેત્ર કાલ અને ભાવથી જ ચોમાસાની મર્યાદાને અવશ્ય સ્થાપન કરી પર્યુષણાકલ્પનું આરાધન કરે છે, ત્યારે શ્રાવક છે જ અગર મહાશ્રાવકોનું કર્તવ્ય તે પર્યુષણની અને બીજી પણ અઠ્ઠાઇઓના તહેવારોમાં જ આ અમારી પડહો વિગેરે વજડાવી પાંચ કૃત્યો વિગેરેથી અઠ્ઠાઇના પર્વની અને વિશેષ કરીને આ પર પર્યુષણ પર્વ સંબંધી અાઇની આરાધનાથી કરવામાં આવે છે. સર્વજીવોના અમારી પડહાને અંગે વર્તમાનકાળમાં શ્રીહીરસૂરિજી મહારાજનું માહાભ્ય પ્રસિદ્ધ છે અને તેવી જ રીતે અમારી પડતો શ્રમણ ભગવંત મહાવીર મહારાજની એ વખતે શ્રેણિક મહારાજની રાજધાની શ્રીરાજગૃહીમાં વગડાવવામાં આવ્યો હતો. એમ ન શ્રીઉપાસક દશાંગસૂત્રના મહાશતકઅધ્યયનને જાણનારાઓની જાણ બહાર નથી. ' અર્થાતુ વર્તમાનકાળમાં જે ભયંકર ભીખમપંથીઓ અમારી પડહામાં પણ પાપ તૈયાર જ તા થયા છે તેઓ શ્રમણ ભગવંત મહાવીર મહારાજા વિગેરેની અશાતના કરનારા થાય છે જ ના અને તેને લીધે કેટલા બધા ભવભ્રમણમાં છે એ વાત શ્રદ્ધાળુને સ્પષ્ટપણે માલમ પડશે. (જાઓ અનુસંધાન ટાઇટલ પાનું ૨ જાં)
SR No.520957
Book TitleSiddhachakra Varsh 07 - Pakshik From 1938 to 1939
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages680
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy