________________
૩ જૈનો અને પરમેશ્વર
આ જગતમાં પ્રવર્તતા મતોમાં જે નાસ્તિકમત છે, તે તો જીવને પણ માનતો નથી, મોક્ષને
માનતો નથી, અને તેઓનો મત એવો છે કે કામસુખની સિદ્ધિ એ જ ધર્મ છે, એટલે ઇંદ્રિયોનાં સુખો અને પુદ્ગલ આરામ સિવાય તે નાસ્તિકોનું બીજું ધ્યેય જ હોતું નથી. આ લોક મીઠા તો પરલોક કોણે દીઠા' એ વાક્યનું ઉત્થાન મુખ્યતાએ નાસ્તિકને જ આભારી છે. એથી પરલોકને અર્થે કરાતી તપસ્યા અને કરાતા સંયમો તે નાસ્તિકોના મતે શારીરિક પીડા અને ભોગથી ઠગાવવારૂપ જ છે. આવી રીતિની માન્યતા ધરાવનાર
નાસ્તિક, તપ અને સંયમની આઘપ્રવૃત્તિ કરનાર અને તપ તથા સંયમનો આઘ ઉપદેશ આ કરનાર એવા પરમેશ્વરને ન માને, તે અસ્વાભાવિક નથી. પરંતુ જેઓ પોતાને આસ્તિકરૂપે
ઓળખાવે છે તેમાં સ્વલ્પભાગજ એવો છે કે જે સર્વજ્ઞને ન માનતો હોઇને પરમેશ્વરને માનવા તૈયાર નથી. પરંતુ આસ્તિકોમાંનો મોટો ભાગ કોઈને કોઈ રૂપે પરમેશ્વરને
માનવા તરફ દોરાયેલો જ છે. કેટલાક આસ્તિકો પરમેશ્વરને માનવાવાળા છતાં, આ પરમેશ્વરદ્વારા આત્માની ઉન્નતિ સાધવાની પ્રેરણા થાય છે, એમ નહિ માનતાં માત્ર
પરમેશ્વરથી પૃથ્વી, પાણી, હવા, પર્વત, ચંદ્ર, સૂર્ય, નદી, અને સમુદ્ર જેવા જડપદાર્થોની સિદ્ધિને માટે કે તે પૃથ્વી આદિ પદાર્થો આપવાને લીધે થયેલા ઉપકારનેમાનીને પરમેશ્વરને માનવા તૈયાર થાય છે, એટલે આસ્તિકતાને ધારણ કરવાવાળા છતાં અને પરમેશ્વરને
માનવાવાળા છતાં પણ તપ અને સંયમ આદિઆત્માની પરમોન્નતિનાં સાધનોની દેશના છે કે પ્રેરણા માટે પરમેશ્વરને નહિ માનતા હોવાથી અને તેણે જગત બનાવ્યું છે તેથી તેને એ માનવો એમ કહીને જે પરમેશ્વરને માનવામાં
(અનુસંધાન જુઓ પાના ૩૭૬)