________________
- જૈનો અને નવપદ ઓળીનો તહેવાર
એ વાતતો જગતમાં અને વિશેષ કરીને જૈનજનતામાં જાણીતી છે કે જૈનધર્મ અગર * જૈનશાસનનો જો કોઈપણ મુદ્રાલેખ હોય તો માત્ર એટલો જ છે કે આત્માની પરમ આ ઉન્નતિ સાધવાનું લક્ષ્ય સર્વદા રાખવું. જૈનજનતાને ભૌતિક પદાર્થો જેવા કે ધનકણ, તે | કંચન, શરીર, કુટુંબ વગેરેની લાલચ કદાચિત પણ પરમધ્યેયના પદને સ્થાને રહેતી નથી, પરંતુ જૈનજનતાની મનોવૃત્તિ આત્માનું સર્વદાને માટે સ્વરૂપ પ્રાકટ્ય જેમાં છે રહેલું છે, એવા પરમપદની સિદ્ધિ માટે જ મનોવૃત્તિ રમી રહેલી હોય છે અને તેથી જ જૈન શાસ્ત્રકારો સ્થાને સ્થાને જૈનત્વના લક્ષણને જણાવતા એમજ વદે છે કે મુર્ઘ
મોજુ ન વિધિ પત્યેઃ અર્થાત્ સાચા જૈનત્વને ધારણ કરનાર જીવ મોક્ષ સિવાય - કોઈપણ પદાર્થની ઝંખના સ્વપ્ન પણ કરે નહિ, આમ છતાં પણ જગતના વિચિત્ર છે મેં વાતાવરણમાં ઉછરેલા અને પોષાયેલા જંતુઓ જૈનધર્મ સરખા વિશ્વના ઉત્તમધર્મને છે.
પામ્યા છતાં, ભવિતવ્યતાના સપાટામાંથી સરકેલા નહિ હોવાને લીધે અલ્પસંખ્યાવાળા * જ જૈનો જૈનધર્મને પ્રાપ્ત કરવાના ભવમાં જ તે પૂર્વોક્ત પરમપદ મેળવી શકે છે, પરંતુ કે તેમાંનો ઘણો મોટો ભાગ આદ્ય જૈનધર્મની પ્રાપ્તિના ભવમાં મોક્ષ મેળવવા માટે બેનશીબ
રહે છે એટલું જ નહિ, પરંતુ ભગવાન હરિભદ્રસૂરીજી તો એટલા સુધી કહેવાને તૈયાર શકે છે કે યથાસ્થિત જૈનધર્મની પ્રાપ્તિના ભવમાં કદાચ મોક્ષ કંઈ ભવ્યાત્માઓને મળી છે ન જાય, પરંતુ વાસ્તવિક જૈનધર્મની હૃદયને સ્પર્શ કરતી એવી પ્રાપ્તિ કોઈપણ જીવને જ
એક જ ભવના આચરણથી મળતી નથી અને કદાચ યુગાદિદેવ ભગવંત ઋષભદેવજીની માતા મરૂદેવા જેવા જીવોને મોક્ષ પ્રાપ્તિના ભવમાં જ પહેલવહેલું હૃદય સ્પર્શી જૈનધર્મનું આચરણ સ્થાન મેળવે તો તે એટલું બધું અલ્પ અને અસંભવનીય છે કે જે અનંતી ઉત્સર્પિણી અવસર્પિણીઓએ બની શકે.
(અનુસંધાન જુઓ પાના ૩૩૬)