SearchBrowseAboutContactDonate
Page Preview
Page 260
Loading...
Download File
Download File
Page Text
________________ - શ્રાવકવર્ગ, બાલ ત્યાગી તરફ બહુમાન છે આચાર્ય મહારાજ શ્રી દેવેન્દ્રસૂરિજી મહારાજની વખતે અગર તેહેલાં શ્રાવકવર્ગ ત્યાગ અને ત્યાગી તરફ કેવી લાગણી અને બહુમાન ધરાવતો હતો તે જણાવવા માટે નીચેનું લખાણ બસ છે. ता ते सुधन्ना सुकयत्थजम्मा, ते पूयणिज्जा ससुरासुराणं । ____ मुत्तूण गेहं तु दुहाण वासं, बालत्तणे जे उवयं पवन्ना ॥१॥ સંસારસમુદ્રમાં ડુબાવનાર અને વહેવડાવનાર થાય તેવું જો કોઈપણ ૪ મુખ્ય કારણ હોય તો તે માત્ર સ્ત્રીવર્ગ જ છે. અગર સંસાર સમુદ્રથી ઉતરવાને તૈયાર થયેલા મુમુક્ષુજીવોને જો કોઈપણ પ્રતિબંધ કરનારી ચીજ હોય તો તે સ્ત્રીઆદિ કુટુંબયુક્ત ગૃહવાસ જ છે, એમ ધારીને ત્યાગી તરફ બહુમાન અને ભક્તિ ધરાવનારો શ્રાવકવર્ગ વિચારે છે કે તેઓ ભાગ્યશાળી ધર્મરૂપી ધનને પામનારા એવા નરવર્ગમાં આગેવાન છે. જે તેઓજ જન્મને અત્યંત કૃતાર્થ કરનારા છે અને તેઓજ સુર અને અસુરોએ કરીને સહિત એવા મનુષ્યોને પૂજાનું સ્થાન છે. અર્થાત્ પૂજ્ય છે કે જેઓ દુઃખનું સ્થાન એવા ઘરને બાળપણામાં છોડી દઈને મહાવ્રતને અંગીકાર કરનારા થયા છે. સામાન્ય રીતે જૈનશાસનમાં યત્કિંચિત્ મિથ્યાષ્ટિ છતાં પણ દાનને દેનારો વર્ગ ધર્મધનને પામનારો ગણીને ધન્ય તરીકે માનવામાં આવે છે, પરંતુ અહિં તો જેઓએ બાળપણામાં દીક્ષા ગ્રહણ કરી છે તેઓનું બહુમાન હોવાને લીધે શાસ્ત્રકાર શ્રાવકના મુખે એમ બોલાવે છે કે તે બાલપણામાં સ્ત્રી કુટુંબ વિગેરે રૂ૫ ગૃહવાસને છોડીને પંચમહાવ્રતરૂપી દીક્ષાને ગ્રહણ કરનારા મહાત્માઓ અત્યંત ધન્ય છે. (અનુસંધાન પેજ -૧૯૨)
SR No.520957
Book TitleSiddhachakra Varsh 07 - Pakshik From 1938 to 1939
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages680
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy