SearchBrowseAboutContactDonate
Page Preview
Page 232
Loading...
Download File
Download File
Page Text
________________ વીર માનવ પ્રધાન કે માનવ ધર્મ પ્રધાન પર જૈન જનતા અને જૈનેતર વર્ગ પણ સ્પષ્ટ રીતે જાણે અને માને છે કે ચોરાશી લાખ જીવાયોનિમાં રખડતા એવા જીવને મનુષ્યભવની પ્રાપ્તિ થવી મુશ્કેલ છે, જો કે દેવયોનિમાં સુખસાહેબી અને સમૃદ્ધિ અપાર છે અને મનુષ્યજન્મ કરતાં દેવતાની સુખસાહેબી લાખો ગુણી છે એમ લોકો માને છે, છતાં ચોરાશી લાખ જીવાયોનિમાં મનુષ્યભવની દુર્લભતા છે, એમ જૈન અને જૈનતર શાસ્ત્રકારો સ્પષ્ટપણે ફરમાવે છે. શ્રી ઉત્તરાધ્યયનસૂત્રમાં ‘કુ નું માણુ બવે-' એમ જણાવી ભગવાન મહાવીર મહારાજા ભગવાન ગૌતમ સ્વામી સરખા ગણધર મહારાજને ઉપદેશ આપે છે. સૂત્રકાર મહારાજ સામાન્ય રીતે સર્વસંઘને પણ “વારિ પરHTTળ કુત્રિનિદ ગંતુળો માણુત'' એમ કહી મનુષ્યપણાની દુર્લભતા સ્પષ્ટપણે જણાવે છે આવશ્યકનિયુક્તિ વિગેરેમાં પણ વાપાસ – ઇત્યાદિ ગાથા કહી મનુષ્યપણાની દુર્લભતા દશ દષ્ટાન્તોથી સાબીત કરી આપે છે એટલે મનુષ્યભવ દુર્લભ છે એમાં કોઈપણ આસ્તિકથી મતભેદ ઉભો કરી શકાય તેમ નથી, પરંતુ આવી રીતે ચોરાશીલાખ જીવાયોનિમાં રખડતાં મળેલું મનુષ્યપણું દુર્લભ છતાં પણ જે મળ્યું છે તેનો ઘણા ભાગે જીવોથી દુરૂપયોગ જ થાય છે, અને આ જ કારણથી ભાગ્યકાર મહારાજા મનુષ્યભવને દુ:ખ એટલે સંસારના કારણભૂત એટલે વધારનાર જણાવીને તથા નન મે નેશ નુવઢે એમ જણાવી આ મનુષ્યભવ કર્મ અને ક્લેશની પરંપરાવાળો હોય છે અને જો મનુષ્ય જન્મ કર્મક્લેશની પરંપરાવાળો થાય છે તો તે મનુષ્યજન્મ સંસારની વૃદ્ધિ કરાવનારો યાવત્ અનંતભવ ભટકાવનારો થાય છે. એટલે શત્રુના જયને કરાવનાર એવું હથિયાર જેમ અણસમજું મનુષ્યના હાથમાં આવ્યું હોય તો તે હથિયાર અણસમજુ એવા ગ્રહણ કરનાર મનુષ્યને જ કે તે ગ્રહણ કરનારના સંબંધીઓને જ મારનારું થાય છે, તેવી રીતે આ મનુષ્યભવ પણ જો કર્મક્લેશના અભાવને કરવા કે તેને કમી કરનારો હોય અને સંસારનું અલ્પપણું કરનારો કે સંસારનો અભાવ કરનારો હોય તો જ આ મનુષ્ય ભવને મેળવીને લાભ પામ્યા કહી શકાય. અર્થાત્ માનવજાતની કે માનવદેહની જે મુખ્યતા શાસ્ત્રકારોએ કહેલી છે અગર તો જગતમાં ગવાયેલી છે તે દેખાતા મનુષ્યપણાની અપેક્ષાએ માનવદેહની કે માનવજાતની મહત્તાને (જુઓ પાનું ૧૬૮) આ કાકાહાર કરાયો
SR No.520957
Book TitleSiddhachakra Varsh 07 - Pakshik From 1938 to 1939
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages680
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy