________________
શ્રી સિદ્ધચક્ર
૩૮
વધારે નિર્જરા કરે છે એમાં ના નહિં, અને તેથી તે દેવતાની ઉંચી ગતિ પામે તેમાં પણ કોઈના કહી શકે તેમ નથી, પરન્તુ મોક્ષનું સ્વરૂપ ત્રિલોકનાથ તીર્થંકર ભગવાને કહેલા સ્વરૂપને અનુસારે જેઓ માનતા ન હોય અને જેઓ માત્ર પરભવને માટે એટલે પરભવમાં દેવતા થવા, રાજા થવા કે કામભોગ મેળવવાના પરિણામથી તપસ્યા કરતા હોય તો તેવાઓને સકામનિર્જરા કોઈપણ પ્રકારે માની શકાય નહિં. જો તેવાઓની નિર્જરાને સકામનિર્જરા કહેવામાં આવે તો કાશીની કરવતની પ્રશંસા કરી કાશીમાં કરવતથી મરતા લોકોની અનુમોદના કરવી જ પડે. વળી પતિ મરી જવાથી જે બાઈયો શીલવતી હોય અગર શીલ વિભ્રૂણી હોય તો પણ બળી મરે છે અને સતી થાય તેની પણ સકામ નિર્જરા માનીને અનુમોદના કરવી જોઈએ. અર્થાત્ અગ્નિપ્રવેશ, જલપ્રવેશ. અને ઝમ્પાપાત વિગેરે કાર્યો પણ સકામનિર્જરાના સાધનો છે એમ માનવું પડે અને તે કોઈ પણ પ્રકારે જૈનોથી માની શકાય જ નહિં, માટે યથાસ્થિત મોક્ષની શ્રદ્ધાપૂર્વક કરાતી તપસ્યાથી જ સકામનિર્જરા માની શકાય. વળી અન્ય લોકો પંચાગ્નિ તપ અને માઘસ્નાન વિગેરે કરીને ઘણાં કાયાનાં કષ્ટો કરે છે તે બધાને પણ સકામનિર્જરા માનવી પડે અને જો તે બધાને સકામનિર્જરા માનીયે તો તેની પ્રશંસા અને અનુમોદના શાસ્રકારોને અને જૈનોને કરવી જ જોઈએ અને જો એમ ગણીએ તો ભગવાન પાર્શ્વનાથજી મહારાજે કમઠની પંચાગ્નિતપસ્યાને જે
તા. ૩-૧૧-૧૯૩૭
ફીટકાર દીધો તે શાસ્ત્રોમાં અને જૈનોમાં પ્રસિદ્ધ જ છે. છતાં તે ફીટકાર અયોગ્ય થાય અને પાર્શ્વનાથજી મહારાજને કલંક દેનારો થાય. વળી આવશ્યકવૃત્તિ અને વિશેષાવશ્યકભાષ્ય વિગેરેમાં જે દ્રવ્યતીર્થો કે જેમાં માઘસ્નાનાદિ કરવામાં આવે છે, તેને કર્મબંધનાં કારણો તરીકે જણાવ્યાં તેમાં પણ ભૂલ ગણવી પડે અને તેને નિર્જરાના કારણોમાં લેવાં પડે.
બાલતપસ્વીને કઇ નિર્જરા હોય ?
કેટલાકનું એવું કહેવું થાય છે કે આવશ્યક નિર્યુક્તિમાં તથા શ્રીતત્ત્વાર્થસૂત્રમાં અકામનિર્જરા અને બાલતપસ્યા જુદી જણાવી છે માટે બાલતપસ્યામાં સકામનિર્જરા જ થતી માનવી જોઈએ. આવા કથનના સમાધાનમાં બીજાઓ તરફથી એમ કહેવાય છે કે અકામનિર્જરા બે પ્રકારની છે. એક તો કેવલ દુઃખ વેઠવાની બુદ્ધિ ન હોય, સુખ મેળવવાની તૃષા હોય, અને અશાતા અને અન્તરાયના ઉદયથી દુ:ખો ભોગવવાં પડે અને તેથી નિર્જરા થાય, એવી અકામનિર્જરા આવશ્યક નિર્યુક્તિ તથા તત્વાર્થમાં જુદી પાડેલી છે. કેમ કે શૂલપાણિયક્ષ જેવા જીવો ચારાપાણીની ઈચ્છાવાળા છતાં પણ માત્ર ભૂખ્યા રહેવાથી અને તડકો વિગેરે વેઠવાથી દેવલોકે ગયા, તેમાં આહારાદિકની ઈચ્છારૂપી આર્ત્તધ્યાન જો કે સાથે જ હતું, તો પણ દુઃખની પરાકાષ્ઠા ભોગવેલી હોવાથી તે દેવગતિમાં જઈ શૂલપાણિ યક્ષ તરીકે ઉત્પન્ન થયો, પરન્તુ બાલતપસ્વીઓને દુઃખ ભોગવતી વખતે તેનાથી