________________
૨૫
શ્રી સિદ્ધચક્ર
(પાના ૧૬થી ચાલુ) પૂરાય તેને સાચા કરી આપવા શાસ્ત્રકારો બંધાય છે. વિચારનું સામ્રાજ્ય જૈનશાસનમાં છે. કર્મબંધનમાં પહેલો નંબર કોણ ? વિચાર જ. મોક્ષ જ જોઈએ છે આ વિચાર ન આવે એજ પહેલું કર્મબંધનનું કારણ છે. કુદેવાદિને માને, માર્ગને અમાર્ગ કહે એ મિથ્યાત્વ છે, પણ ફાંટા છે, ભેદો છે, અસલ મિથ્યાત્વ ક્યું ? 'મોક્ષ જ જોઈએ' આ વિચારનો અભાવ તેજ મિથ્યાત્વ છે. આપણે અંતઃકરણની વાતો કરીએ છીએ, મોઢાની નહિ. સમકીતીની ક્રીડ (ઉદ્દેશપત્ર)
સમકીતીઓએ એક જ ક્રીડ નક્કી કરીઃ
આ ત્યાગમય જૈનશાસન એજ અર્થ, એજ પરમાર્થ, બાકીના બધા પદાર્થો અનર્થ છે.
‘આ ત્યાગમય પ્રવચન તેની જ શ્રદ્ધા, પ્રતીતિ, રૂચિ કરૂં છુ, મોક્ષના સાધન તેને જ માનું છું મારી અભિલાષા એજ છે કે ક્યારે એ વસ્તુ મળે! સમકીતીની આવી ભાવના હોય.' ધન્ય છે તે શ્રેષ્ઠિ વિગેરે ને કે જેઓએ આ સંસારનો ત્યાગ કરી આત્માનું કલ્યાણ કર્યું છે, અને કરે છે. શ્રેણિક એજ બોલ્યા, સભા વચ્ચે બોલ્યા, આનંદશ્રાવક પણ સભા વચ્ચે એજ બોલ્યાઃ વળી શ્રેણિક શું બોલ્યા? હું અધન્ય! નિષ્ફળ જન્મ ગુમાવનારો મારાથી કંઈ ન થયું. એનું અંતઃકરણ મોક્ષથી કેવું રંગાઈ ગયું હશે! જૈનશાસન, ત્યાગમય પ્રવચન એજ અર્થ એજ પરમાર્થ, બાકીના તમામ અનર્થ. એવો એકરાર
તા. ૧૫-૧૦-૧૯૩૭
કરનારનું અંતઃકરણ કેવું હશે! ત્રણખંડના માલીકો આવો એકરાર કેવી રીતે કરી શક્યા હશે ! જ્યારે આવી સ્થિતિ આવે ત્યારે લાંબામાં લાંબે પણ આઠ ભવમાં મોક્ષ સમજવો.' -
કઈ ભાવનાથી તીર્થંકર, ગણધર, તથા કેવલી થવાય?
કોઈ પણ સાધુ કે શ્રાવકે એમ નથી જણાવ્યું કે ત્યાગમાં શું થશે ? ત્યાગમય જૈનશાસન છે. ભગવાનની ભાવના શી ? વિનીવ ત શાસનરસી... શાસન એટલે શું ? શાસન એટલે ત્યાગમય દશા તીર્થંકરો તીર્થંકરગોત્ર ક્યારે બાંધે? જગતના એકે એક જીવને ક્યારે શાસન રસી બનાવું.' આ ભાવનાથી તીર્થંકરનામકર્મ બંધાય છે. આખા જગત માટે નહિં, પણ પોતાના કુટુંબ માટે ‘ત્યાગમય પ્રવચન રસિક કયારે કરૂં' આવી ભાવનાઓ આવે ત્યારે ગણધરનામકર્મ બંધાય છે. ‘હું મારૂં કરૂં, સૌ સૌનું કરશે' આવી ભાવનાવાળો અંતકૃત સામાન્યકેવલી થાય છે. સર્વ જગત ત્યાગી બને એ કદી બન્યુ નથી, બનતું નથી, બનશે નહીં છતાં ભાવના આવી હોય.
સન્માર્ગના શત્રુઓની અકક્લનો નમુનો.
આખું જગ ત્યાગી થશે તો શું થશે એ વિરોધીના હૃદયમાં રમી રહેલ છે. તેઓ અક્કલ ઉપર પદડો પાડી દે છે કે શું ? વિચારવું ઘટે છે કે ચોરી લફંગાઈ વિગેરે દુનિયાની જરૂરી ચીજ નથી. એ હાજતની બહારના ગુન્હા છે, આવા ગુન્હાને શિક્ષાથી રોકવા માંડયા, અને અનીતિને રોકવા માટે