________________
૫૧૭
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૫-૮-૩૮
કદાચ કહેવામાં આવે કે શ્રી સકલચતુર્વિધ સંઘે હમેશાં સવાર અને સાંજે પ્રતિક્રમણ કરાય છે ત્યારે સકલસંઘ અને સર્વજીવરાશિને ખમાવાય છે. વળી પદ્મી ચોમાસીમાં પણ પરસ્પર સ્પષ્ટપણે ખમતખામણાં થાય છે, તો પછી સંવચ્છરીમાં પણ તેવી જ રીતે ખમતખામણાં થાય છે તેમાં અધિક્તા શી છે? આવું કહેનારાએ પ્રથમ તો એ ધ્યાનમાં રાખવું જરૂરી છે કે વ્યાવહારિકરીતિએ સાંજ સવાર આદિ વખતે પડિક્કમણું કરનારો જેટલો વર્ગ છે તેના કરતાં સંવર્ચ્યુરીએ પડિક્કમણું કરનારો વર્ગ ઘણો જ જબરદસ્ત હોય છે, અને તેનું કારણ પણ સંવચ્છરીની મહત્તા જ છે. વળી શાસ્ત્રકારો ફરમાવે છે કે સંવર્ચ્યુરી એ એક એવો છેલ્લો ખમવા અને અને ખમાવવાનો દિવસ છે કે જે દિવસની પછી ખમતખામણાનું સ્થાન નથી. વસ્તુ એવી છે કે સંવચ્છરી કર્યા પછી તે સંવચ્છરી પહેલાં થયેલા ક્લેશને અંગે જો સ્વપક્ષ વગેરેમાં ન ખમી લેવાય તો સાધુ અને ઉપાધ્યાય વગેરે, સૂત્રદાન ભોજન અને આલાપસંલાપને તે ન ખમનારની સાથે છોડી દે. પરંતુ સંવર્ચ્યુરીને દિવસે પણ સાધુ પરસ્પરના ક્લેશને ખમે નહિં અગર ખમાવે નહિં તો આચાર્ય મહારાજ પોતે પણ તે સાધુની સાથે ભોજન અને સૂત્રદાન તો આગલની બે ચોમાસીઓએ ખમત ખામણાં નહિં કરવાથી છોડેલા હોય અને છેવટે તે સંવર્ચ્યુરીને દિવસે તો બોલવું ચાલવું પણ બંધ કરે. આવી રીતે શાસ્ત્રની મર્યાદાને જાણનારો સુજ્ઞ સંવચ્છરીની મહત્તા સમજ્યા શિવાય રહે જ નહિ. વળી બીજી વાત એ પણ ધ્યાનમાં રાખવાની છે કે અન્ય દિવસોમાં થયેલા ગુન્હાના પ્રાયશ્ચિતની ક્રમસર વૃદ્ધિ થતાં સંવચ્છરીને દિવસે મૂલપ્રાયશ્ચિત્ત પ્રાપ્ત થાય છે, પણ જો કદાચ સાંવત્સરિકને દિવસે અધિકરણ થાય અને તે જો તે સંવચ્છરીને દિવસે ન ખમાવાય તો તે એક જ દિવસમાં જે મૂલનામનું સાધુઓને અપાતું ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ પ્રાયશ્ચિત છે તે આવે છે. એ વસ્તુને સમજનાર માનનાર મનુષ્ય અને સંવચ્છરીનાં ખમતખામણાંની અને આલોચનાદિની મહત્તા સમજ્યા શિવાય રહેશે જ નહિં. ઉપરના લખાણથી સ્પષ્ટ સમજાશે કે જૈનસંઘને માટે સંવચ્છરીનો દિવસ એજ ન્યાય અને શુદ્ધિનો દિવસ ખરેખરો છે. વળી શાસ્ત્રકારોની અપેક્ષાએ એ પણ ચોક્કસ છે કે સાધુમહાત્માઓના દીક્ષાપર્યાયની વર્ષથી ગણતરી કરવામાં સંવચ્છરીની સંખ્યાના હિસાબે જ ગણતરી થાય. સંસારમાં જેમ દુકાનને માટે દીવાળીઓની ગણતરીથી વર્ષ સંખ્યા થાય છે તેવી રીતે સાધુઓના સાધુપણાના વર્ષની સંખ્યા પણ પર્યુષણાની સંખ્યા ઉપર જ આધાર રાખે છે, એટલે ચોખ્ખું થાય છે કે સંસારવાળાઓને દીવાળીની જેટલી કિમત હોય એના કરતાં શ્રી જૈનસંઘને શ્રી સંવચ્છરી અને તેને