________________
શ્રી સિદ્ધચક્ર
પાક્ષિક
વીર સંવત્ ૨૪૬૪ વિક્રમ સંવત્ ૧૯૯૪
/
વર્ષ ૬ ઈ. અંક ૨૦ ૧
તા. ૨૭-૭-૩૮ આષાઢ અમાવાસ્યા
છે. શ્રી વર્ધમાન જૈન આગમ મંદિર સંસ્થાને
અંગે કંઈક
આગમોને શિલામાં કોતરવાનાં કારણો નીચે મુજબ છે. ૧ પહેલાકાળમાં તલવાર-બંદુક અને બાણની લડાઈ હતી, તેથી તે વખતે કાગળ અને
તાડપત્રમાં લખાયેલાં પુસ્તકોનું રક્ષણ થાય તે અયોગ્ય હોતું. ૨ વર્તમાનકાળમાં બોમ્બમારાથી થતા અગ્નિના પ્રકોપની વખતે કંઈપણ અંશે બચાવ થાય
તો શિલાઓ દ્વારા થઈ શકે. ૩ આગમો જેમાં લખેલાં હોય તેવી શિલાઓ ભોંયરામાં ગોઠવવાથી કદાચ કાલાન્તરે
ખાનગીપણે જ રહી જાય અને તેથી સંઘને તે બીન ઉપયોગી થાય. ૪ તામ્રપત્ર વિગેરે ધાતમાં કોતરવાથી કાટ ખાય, લોકો ગાળી શકે અને શિલા કરતાં વધારે
ઘસારો થાય, એમ અનુભવીઓનું ચોક્કસ માનવું છે. જો કે શ્રદ્ધાવાળાઓ તો યોગો દ્વહન કરીને જ આગમ વાંચવાની માન્યતા રાખે છે, કોઇક તેવા પણ વર્તમાનકાળમાં પાક્યા છે કે જેઓ સૂત્રનું અધ્યયન કરવું તે યોગ્ય છે એમ ગણવા છતાં ત્રીસ ત્રીસ ચાલીસ ચાલીસ વર્ષના પર્યાય થયા છતાં એક ઉત્તરાધ્યયન સરખાના જોગને પણ કરી શક્યા નથી.