________________
શ્રી સિદ્ધચક્ર જુન ૧૯૩૮ એકેન્દ્રિયની વિરાધનાનો જે ભય બતાવે છે તે ભય અસ્થાને અને મિથ્યાત્વની વાસનાને લાવનારોજ છે. વસ્તુતઃ જે ભવ્યાત્માને એકેન્દ્રિયની દયા પાળવાની પણ યથાસ્થિત બુદ્ધિ થઈ હોય અને જેઓ પૃથ્વીકાય અપ્લાયઆદિ વનસ્પતિકાય સુધીના પાંચે સ્થાવરોની હિંસા સંસારમાં ન કરતો હોય તેવા વિમળબુદ્ધિને માટે પૂજામાં પણ એકેન્દ્રિયની વિરાધના વર્જવાનું હોય એ સ્વાભાવિકજ છે. પરંતુ
જેઓ
ઓછું મીઠું હોય તો નવું મીઠું લીધા વિના
શાકપણ ખાઈ શકતા નથી. ગૃહકાર્યમાં ડોલોની ડોલો ઢોળીને પ્રયત્ન કરતા સંકોચાતા નથી, વાયરાના પંખાઓ જગો જગો પર ગોઠવે છે, વીજળીના દીવા કે સામાન્ય દીવા સિવાય જેને મકાનો શૂન્ય લાગે છે અને બગીચા સિવાય જેને રહેવાનું કે ફરવા હરવાનું જેઓને ગમતું નથી એવા એકેન્દ્રિયની વિરાધનામાં રાતદિવસ વગર સંકોચે મંદિરમાં ભક્તિને માટે પ્રગટ કરાતા દીવાઓમાં પ્રવર્તેલા મનુષ્યો ભગવાન જીનેશ્વર મહારાજના અગ્નિકાયની દયા ચિંતવે, અભિષેકમાં અકાયની દયા ચિંતવે, ચામરમાં વાઉકાયની દયા ચિંતવે, ધૂપમાં અગ્નિકાયની દયા ચિતવે અને ફુલો ગુંથવા વિગેરેમાં વનસ્પતિકાયની દયા ચિંતવે તેઓ કૈવલ ઢોંગી ગણાય એટલું જ નહિં, પરંતુ શાસ્ત્રકાર મહારાજના ફરમાન મુજબ તો તેઓ કેવલ મિથ્યાત્વ-મોહનીય આધીનજ થયા છે એમ ગણાય. આટલી વાત પ્રાસંગિક જણાવીને પ્રકૃત વાત ઉપર આવતાં જણાવવું જોઈએ કે દર્શન કરવાને માટે કોઈપણ કાળ નિયત હોય નહિ, અને તેથીજ શાસ્ત્રકારોએ પ્રતિક્રમણ અને સાધુની પર્યુપાસના તથા વિશ્રામણા પછી પણ ગ્રામચૈત્યે જવાનું જે ફરજ઼્યિાત ગણ્યું છે અને તે હકીકત ઉપર જણાવેલા ગ્રામચૈત્યના દર્શનાદિથી થતા જે ફાયદા જણાવ્યા તે ઉપરથી વાસ્તવિક છે એમ લાગ્યા સિવાય રહેશે નહિ.
૩૯૭
મહારાજના માર્ગને અનુસરનારા અને જૈનશાસ્ત્ર માનનારાઓની તો એજ માન્યતા હોય કે ભગવાન જીનેશ્વર મહારાજના પૂજનને માટે ઉત્સર્ગથી સંધ્યાત્રયનો નિયમ હોય અને છે, પરંતુ ભગવાન ત્રિલોકનાથ તીર્થંકર ભગવાનના દર્શનને માટે તો કોઈ કાળનો નિયમ છેજ નહિ અને તેથીજ ભગવાન હરિભદ્રસૂરિજી જાને મુર્રમૂર્છા એ વિગેરે વચનો કહી માત્ર પૂજાને માટેજ સંધ્યાત્રયનો નિયમ રાખે છે, એટલે પૂજા માટે પણ હાલનો નિયમ સર્વથા રખાય નહિ તો પછી દર્શનને માટે તો કોઈ પણ કાળનો નિયમ રખાયજ શાનો?
પ્રભુનો જન્માભિષેક પણ રાત્રિએ થાય છે.
તો
વાચકોએ ધ્યાન રાખવું કે ભગવાન જીનેશ્વરમહારાજના જન્મમહોત્સવો જે મેરૂપર્વત ઉપર ઈંદ્ર મહારાજાઓ કરે છે તે મધ્યરાત્રિએજ હોય છે અને ઇંદ્ર મહારાજની અનુકરણથી શ્રાવકો પૂજાનુ વિધાન કરે છે એ ભગવાનહરિભદ્રસૂરિજીએ ફરમાવેલ વિવનાળ એ વાક્યથી સ્પષ્ટજ છે, વળી શ્રીવસુદેવહિણ્ડિની અંદર સીમના (હિમાલય) પર્વતનો સંબંધ જેઓએ જોયો હોય તેઓ તો સ્પષ્ટપણે જાણી શકેજ છે કે ભગવાન જીનેશ્વર મહારાજના મંદિરોમાં રાત્રે પણ દીપકોની શ્રેણિઓ પોતાના તેજના પ્રચારથી અંધકારને પેસવા પણ દે નહિ એવી હોય છે. અર્થાત્ વસુદેવહિંડી જેવા પ્રૌઢ ગ્રંથથી પણ રાત્રિએ દર્શન કરવાની સિદ્ધિ થાય છે.
પ્રભુ પૂજાદિ માટે એકેન્દ્રિયની હિંસાનું કથન અસ્થાને છે.
વાચકોએ ધ્યાન રાખવું કે કેટલાક નવીન મત ઉઠાવનારાઓ ગૃહસ્થ લોકોને લઈને ચૈત્ય-મૂર્તિ-છે મન્દિર અને પુષ્પ કે આરતિપૂજાઆદિમાં