SearchBrowseAboutContactDonate
Page Preview
Page 373
Loading...
Download File
Download File
Page Text
________________ (ટાઈટલ પાન ૪ થી ચાલુ) રાખીને, દેશવિરતિ કે સર્વવિરતિધર્મમાં પ્રવર્તવાનું હોય છે. તે ધર્મ અન્ય મતની I અપેક્ષાએ ભલે એકલા તત્ત્વજ્ઞાન સ્વરૂપ કે એકલી ક્રિયા સ્વરૂપ ભલે હોય, પરંતુ જૈનધર્મની અપેક્ષાએ એકલી ક્રિયામાં પણ ધર્મ નથી. તેમ જ એકલા જ્ઞાનમાં પણ ધર્મ નથી, કિતું : : જૈનધર્મની અપેક્ષાએ તો જગતમાં જેમ રથનાં બે ચક્ર જોઈએ અને તે બન્ને સરખાં જ 3 હોવાં જોઈએ. તેવી જ રીતે જ્ઞાન અને ક્રિયા બને હોવા સાથે બન્નેની સરખાવટ હોવી - જોઈએ. આ કારણથી શ્રીજૈનશાસનમાં દ્વાદશાંગીની ઉત્પત્તિની સાથે જ સંયમધર્મરૂપી ક્રિયાની પ્રવૃત્તિ માનવામાં આવી છે અને પાંચમા આરાના છેડે સંયમધર્મની સ્થિતિ માનતાં છેલ્લાં : દુuસહ સૂરિને શ્રીદશવૈકાલિકવિગેરે આગમના જાણકાર માન્યા છે અને અને તેથી જ ! 1 તેમને સંયમધર્મવાળા પણ માન્યા છે, એટલે સંયમધર્મના વ્યુચ્છેદની સાથે જ મૃતધર્મનો આ 1 વિચ્છેદ માનવામાં આવ્યો અને શ્રતધર્મના વ્યુછેદની સાથે જ સંયમ ધર્મનો વ્યુચ્છેદ માનવામાં જ આવ્યો, એટલે શ્રતધર્મ અને સંયમધર્મની પ્રવૃતિ જેમ સાથે થાય તેમ નિવૃત્તિ પણ સાથે 1 જ થાય. માટે સંયમધર્મની કે જૈનધર્મની જેને જેને રક્ષા કરવી હોય તેને શ્રુતધર્મની પ્રવૃત્તિમાં કે પ્રથમ નંબર રાખવો જોઈએ. આ વાત જેઓના ધ્યાનમાં હોય તેઓ ભગવાન જિનેશ્વર કે મહારાજે અર્થ થકી પ્રવર્તેલા અને ભગવાન ગણધર મહારાજે સૂત્ર થકી ગુંથેલા આગમને ન : જૈન ધર્મના આધાર તરીકે માનવામાં કદી પણ કચાશ રાખશે નહિ. આ વસ્તુ જ્યારે વિચારવામાં : 3 આવશે ત્યારે મહારાજા કુમારપાળે, મંત્રી વસ્તુપાલ તેજપાલે અને સંગ્રામ સોની વિગેરે ! ભાવિક શ્રાવકોએ શાસ્ત્રોદ્ધારને માટે અનર્ગલ દ્રવ્ય કેમ ખરચ્યું તે સમજી શકાશે, અને - તે સમજવામાં આવશે તો કોઈપણ શ્રધ્ધાલુ મનુષ્ય શ્રુતધર્મ એટલે આગમની અવિચ્છિન્નતા C માટે કટિબદ્ધ થયા સિવાય રહેશે નહિ. ધ્યાન રાખવું કે ખુદ ગણધરમહારાજના સંયમ અંગીકારની વખતે જ ઇંદ્ર અને દેવતાઓએ જે સુગંધિ ચૂર્ણ અને પુષ્પની વૃષ્ટિ ગણધર મહારાજના મસ્તકે દ્વાદશાંગીરૂપી આગમની અનુજ્ઞાવખતે કરવામાં આવી છે અને - શાસ્ત્રકારોએ સ્થાને સ્થાને લખી છે. આ વાતને ધ્યાનમાં લેનાર સુજ્ઞમનુષ્ય આગમ ઉપર કે જરૂર અવિચલપ્રીતિ ધારણ કરી તેની રક્ષાને માટે તન, મન અને ધનથી કટિબદ્ધ થશે. જ
SR No.520956
Book TitleSiddhachakra Varsh 06 - Pakshik From 1937 to 1938
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages674
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy