________________
A
:
(ટાઈટલ પાનું ૩ અનુસંધાન) એવા રાજા મહારાજાઓને પણ હથિયારો છોડી દેવાં પડતાં હતાં, છતાં તે સમવસરણના ત્રણે આ ગઢના સર્વદ્વારોએ રહેતા દ્વારપાલદેવતાઓ તો હથિયારથી સજ્જ જ રહેતા હતા, તેમ તીર્થના રક્ષણ અને / નિર્વાહ માટે રહેતા નોકરોનું વ્હાનું જો કોઈપણ જૈન લેવા ધારે તો જૈનનામની અધમતાનો પાર કહેવાય ! ( નહિં. આ સ્થાને એક વાત સાંભળી તેની ખેદ સાથે નોંધ લેવી પડે છે.
શ્રી સિદ્ધાચલગિરિથી નજીકમાં રહેતા હોટા શહેરના કેટલાક શ્રાવકો ગિરિરાજ ઉપર રામપોલની આ બહાર તો શું? પણ સુગાળશાની પોલની અંદર પણ ચાહ કરાવીને ત્યાંના નોકરો દ્વારાએ પીએ છે, ઈચ્છીએ , એ છીએ કે આ વાત જુઠી નીકળે, છતાં જો તે સાચું જ હોય તો શ્રીગિરિરાજના ઈન્સ્પેક્ટર અને ટ્રસ્ટીઓએ છે તો તે શહેરના કહેવાતા શ્રાવકોની શરમ ન રાખતાં સપ્તમાં સખ્ત બંદોબસ્ત કરી દેવો જોઈએ કે જેથી પુનઃ આવી પ્રવૃત્તિ થવા ન પામે.
શ્રી સિદ્ધાચલ ગિરિરાજને ભેટવા અત્રે આવતા ભાવિક યાત્રિકો કેટલીક વખતે દયાના નામે અજાણપણે ભયંકર આશાતનાઓ ઉભી કરે છે, અગર તેને ઉત્તેજન આપે છે. ભાવિક યાત્રાળુઓએ ધ્યાન રાખવાની જ 7 જરૂર છે કે તમોને અનુકંપાદાન દેવાનો કોઈ નિષેધ કરતું નથી. પરંતુ આ ગિરિરાજ ઉપર જે અનુકંપાદાનની આ આ પ્રવૃત્તિ કરવામાં આવે છે તેનું પરિણામ એ આવે છે કે શ્રી ગિરિરાજ ઉપર જ કોઈ વાઘરી વિગેરે લોકો
તમારા દાનમાં દેવાતા પૈસા લેવા માટે આવીને બેસે છે. અને શિકારો પણ કરે છે, ત્યાંજ ઝાડો તથા પેશાબ પણ કરે છે. બધી ઘોર હત્યાઓ અને આશાતનાઓનું જો કંઈપણ કારણ હોય તો તે માત્ર તમો ગિરિરાજ ઉપર જ અનુકંપાએ પૈસા આપો છો એજ છે. આ વાત જો ભાવિકયાત્રિકોના સમજવામાં ઓ છે તો માનવાને કારણ નથી કે તેઓ પોતાના પરસેવાથી મેળવેલા પૈસાનો વ્યય કરી ગિરિરાજની ભયંકર છે
આશાતના કરવાના મહાપાપમાં પડવાનું પસંદ કરે. જ ડુંગર શબ્દ કહેનારાઓને !
યાત્રિકોએ યાદ રાખવું કે શ્રીસિદ્ધાચલજીને શાસ્ત્રને માનનારાઓ તો ગિરિરાજ જ કહે છે પણ તે તે ગિરિરાજને સમજણ વિના ડુંગર શબ્દ કહેનારા તો ભગવાનની પ્રતિમાઓને પત્થર કહેનારા ડુંગાના ભાઈઓ જેવાં કાં ન ગણાય? માટે ભૂલેચૂકે પણ ગિરિરાજને માટે ડુંગર શબ્દ વાપરવો તો યોગ્ય જ) નહિં. મન, વચન અને કાયાની શુદ્ધિ સાથે થતું ધર્માનુષ્ઠાન મહાફળને દેનાર છે એ વાત શાસ્ત્ર માનનારાઓમાં ? જાહેર છે.
અત્તમાં ભાવિકયાત્રિકોને અંગે એટલી જ સૂચના કરવી બસ છે કે તમો આ પવિત્ર ગિરિરાજની છે પવિત્રતમ છાયામાં આશાતનાથી બચી, દિન પ્રતિદિન ભક્તિમાં તીવ્ર ને તીવ્ર રસ વહેવડાવવાળા થાઓ છે કે જેથી આ ભવ અને પરભવમાં માંગલિકમાલા પામીને મોક્ષ સુખને મેળવવા નજીકમાં ભાગ્યશાળી બનો. '
ધી “જૈન વિજયાનંદ પ્રી. પ્રેસ કણપીઠ બજાર, સુરતમાં શા. ફકીરચંદ મગનલાલ બદામીએ તંત્રી શા. પાનાચંદ રૂપચંદ ઝવેરી માટે છાપ્યું અને શ્રી સિદ્ધચક્ર સાહિત્ય પ્રચારક સમિતિએ લાલબાગ ભુલેશ્વર મુંબઇમાંથી પ્રગટ કર્યું.