________________
(ટાઈટલ પા. ૪ થી ચાલુ)
ક્ષાએ જેઓ પરિગ્રહના ત્યાગની વ્રતની પ્રતિજ્ઞાને સમજ્યા નથી તે લૌકિકમાર્ગગામીઓ લોકોત્તરમાર્ગથી ભિન્ન પડી જાય તેમાં આશ્ચર્ય શું ? અર્થાત્ જેમ, ઉપર જણાવેલા પાંચયમોને અંગે સામાન્યરીતે અહિંસાદિકને નામે સરખાપણું છે, છતાં તત્વદૃષ્ટિએ લૌકિક અને લોકોત્તર યમોની વચ્ચે આકાશ અને પાતાળ જેટલું આંતરૂં છે, તેવીજ રીતે લૌકિકદૃષ્ટિએ દેવ ગુરૂ અને ધર્મને નામે દેવ ગુરૂ અને ધર્મની માન્યતા જે પ્રચલિત છે. તે લોકોત્તરમાર્ગમાં ચાલતી દેવ ગુરૂ અને ધર્મની માન્યતાની સાથે નામમાત્રથી તો સરખાપણું ધરાવનારી છે, છતાં તત્વદૃષ્ટિએ વિચારીએ તો તે લૌકિક અને લોકોત્તરદૃષ્ટિની દેવ ગુરૂ અને ધર્મ સંબંધીની માન્યતામાં આકાશ અને પાતાલ જેટલું આંતરૂં છે. કારણ કે લૌકિકદૃષ્ટિએ દેવની જે માન્યતા ધરાવવામાં આવે છે તેમાં પહાડ, પાણી, પર્વત, વનસ્પતિ, જીવન, સમૃદ્ધિ, સ્ત્રી-પુત્ર-ધન-ધાન્ય કુંટુબ, કબીલા આદિ ભૌતિકપદાર્થો આપવાના નામે ઉપકાર ગણી તેનેજ મુખ્યપદ આપવામાં આવે છે. અર્થાત્ નથી તો દેવને બાહ્ય અભ્યતંર ભૌતિક પદાર્થોના ત્યાગને અંગે માનવામાં આવતા, નથી તો ત્યાગમાર્ગની શરૂઆત કરનારા માનવામાં આવતા, અને નથી તો ત્યાગમાર્ગના ઉપદેશક તરીકે ઉપકારી માનવામાં આવતા, એવી રીતે ગુરૂ અને ધર્મને અંગે પણ લૌકિકમાર્ગવાળાઓને ત્યાગની મુખ્યતા હોય નથી પરંતુ તેઓને પ્રેમભક્તિ વાત્સલ્ય તત્પરાયણતા વિગેરેની જ મુખ્યતા હોય છે. જ્યારે લૌકોત્તરમાર્ગમાં ત્રિલોકનાથતીર્થંકરભગવાન્ જોકે રાજ્યઋદ્ધિવાળા જન્મથી હોય છે યાવત્ ચક્રવર્તી પણ બને છે અને નરેન્દ્રદેવેન્દ્રોથી સતત પૂજ્યતાને ધારણ કરનારા હોય છે, છતાં તે દ્વારાએ ત્રિલોકનાથ તીર્થંકર ભગવાનની પૂજ્યતા ધરાવવામાં આવી નથી, પરંતુ સંયમમાર્ગ કે જે મોક્ષની પ્રાપ્તિ કરાવનાર છે અને જેને માટે શાસ્ત્રકારો ચરહિંતો મુદ્દો એમ કહી મોક્ષની પ્રાપ્તિને અંગે ચારિત્રની જ પ્રધાનતા જણાવે છે. વળી ચારિત્ર સિવાયના સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન એ બન્ને નિશ્ચય નયની દૃષ્ટિએ તો જો કે સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાનસ્વરૂપ જ નથી, પરંતુ માત્ર વ્યવહારદૃષ્ટિએ તે ચારિત્ર વગરના સભ્યજ્ઞાન અને સમ્યદર્શન તે સભ્યજ્ઞાન અને સમ્યગ્દર્શન રૂપી ગણાય છે. તેને પણ ચારિત્રના સહચારીપણા સિવાય તો મોક્ષના સાધન તરીકે ન ગણો એમ શ્રીતત્વાર્થભાષ્યકાર ચોખ્ખા શબ્દોમાં જણાવે છે. એટલે તો મોક્ષનો (અનુસંધાન ટાઈટલ પા. ૨ જું)