________________
( ટાઈટલ પા. ૩થી ચાલુ) મુખ્ય રસ્તોજ સંયમ એટલે ચારિત્રજ છે અને શાસ્ત્રકારો ચારિત્રનેજ ધર્મરૂપે ગણી / નમોહ્યુi (શકસ્તવ)ની અંદર ઘમયાઇ વગેરેમાં ધર્મશબ્દથી ચારિત્રધર્મજ લે છે, એટલું જ નહિ પરંતુ દેવતા અને નારકની ગતિમાં ક્ષાયિક જેવાં સમ્યકત્વ, અને અવધિજ્ઞાન જેવાં જ્ઞાનો છતાં, પણ તે આખી ગતિને ધર્મ રહિત સ્થિતિમાં જ ગણે છે. એવા મોક્ષના પ્રબલ કારણરૂપ સંજમને આદિમાં આચરનાર અને જગન્ના જીવોને તે મોક્ષની પ્રાપ્તિ માટે તેજ સંજમને દેખાડનાર અર્થાત્ મોક્ષનો માર્ગ જે સંયમ તેને અંગે કથની અને કરણીમાં એકરૂપે તો શું? પરંતુ ઉચ્ચતમરૂપે વર્તનાર જો કોઈ આદ્યપુરૂષ હોય તો તે માત્ર ત્રિલોકનાથતીર્થકરભગવાન જ છે. અને તે ત્રિલોકનાથે દર્શાવેલા સંયમમાર્ગમાં સતત પ્રવૃત્તિશીલ જેઓ હોય અને બીજા દેશવિરતિ અને અવિરતિ જીવોને સંયમમાર્ગમાંજ લાવવાને કટિબદ્ધ થયા હોય, તેવાઓજ લોકોત્તરમાર્ગમાં ગુરૂ તરીકે મનાય છે. અને તેજ મોક્ષનો મુખ્ય માર્ગ જે સંયમ જેને અણગાર ધર્મ કહેવામાં આવે છે, અને તેજ અણગારધર્મની પ્રાપ્તિને માટે પ્રાથમિકશાલારૂપ તાલીમરૂપ કે ક્વાયતરૂપ એવો જે દ્વાદશવ્રતરૂપી અગારધર્મ તેનેજ ધર્મ માનવામાં આવે છે. આ બધી હકીકત વિચારનારો મનુષ્ય સ્પષ્ટપણે સમજી શકશે કે લોકોત્તરમાર્ગમાં દેવ ગુરૂ કે ધર્મ કોઈની પણ માન્યતા કરનારો સાચે હોય તો તે ત્યાગધર્મની તરફ દ્રષ્ટિ રાખ્યા વિના રહી શકેજ નહિ. ભોગ-પ્રેમ-સુખ-વાત્સલ્ય વિગેરે વસ્તુઓ લૌકિકધર્મને અંગે ભલે મુખ્યભાગ ભજવનારી હોય, પરંતુ લોકોત્તરમાર્ગમાં તો પહેલા પગથીયાથી છેલ્લા પગથીયા સુધી ત્યાગ ત્યાગ અને ત્યાગજ ઉચ્ચ ધ્યેય તરીકે હોય છે. સુપાત્રદાન-સાધર્મિક ભક્તિ અને દેવપૂજા વિગેરે કાર્યોનું મૂલÀય તો સંયમની પ્રાપ્તિ અને ત્યાગના માર્ગમાં આવવું તેજ છે, માટે લોકોત્તર માર્ગના પહેલા પગથીયે આવનારે ત્યાગનું લક્ષ્ય રાખવું પડે છે, જ્યારે લૌકિકમાર્ગના ઉંચામાં ઉંચે પગથીયે રહેનાર અને પામનારને પણ ત્યાગની દુષ્કરતા લાગે છે. આ દૃષ્ટિએ લૌકિકમાર્ગ અને લોકોત્તરમાર્ગની ફરક હેજે સમજી આત્મકલ્યાણના ઈચ્છુકોએ લોકોત્તરમાર્ગમાં પ્રવૃત્તિ કરવા પ્રયત્ન કરવો એજ શ્રેયસ્કર છે.
ધી “જૈન વિજયાનંદ”પ્રી. પ્રેસ કણપીઠ બજાર, સુરતમાં શા. ફકીરચંદ મગનલાલ બદામીએ તંત્રી શા.પાનાચંદ રૂપચંદ ઝવેરી માટે છાપ્યું અને શ્રી સિદ્ધચક્ર સાહિત્ય પ્રચારક સમિતિએ લાલબાગ ભુલેશ્વર મુંબઈમાંથી પ્રગટ કર્યું.