________________
OOOOOO
મૌન એકાદશી અને
ભગવાન્ નેમનાથજી મહારાજ
पर्वेदं दुर्लभं लोके, श्रीकृष्णेनादृतं पुरा । कल्याणकौधैर्दीप्तं यज्जिनानां श्रीजिनोदितम् ॥ १ ॥
ત્રિલોકનાથ તીર્થંકર ભગવાના શાસનમાં મોક્ષને સાધવાની દૃષ્ટિ મુખ્યતાએ રહેલી છે. અને તેથી તે શાસનમાં અહોરાત્ર, પાક્ષિક, ચાતુર્માસિક કે સંવત્સરીની પ્રતિબદ્ધ ક્રિયાઓ જે જે ભણાવવામાં આવેલી છે તે તે કેવલ આત્માની દૃષ્ટિએ અને કેવલ મોક્ષની પ્રાપ્તિ માટે કહેવામાં આવી છે અને કરવામાં આવે છે તેવીજ રીતે જ્ઞાનપંચમીઆદિક પર્વોની આરાધના પણ જૈનશાસનમાં આત્માની દૃષ્ટિએ અને મોક્ષની પ્રાપ્તિ માટેજ છે. આ બધી રીતિની સાથે જૈનશાસનમાં તહેવારો પણ આત્માની દૃષ્ટિએ અને મોક્ષની પ્રાપ્તિ માટે જણાવવામાં આવેલાં છે. શાસ્ત્રોમાં જણાવેલા તહેવારોમાં મૌનએકાદશી નામનો તહેવાર કોઈક જુદી રીતેજ વર્ણવામાં આવેલો છે. જ્ઞાનપંચમી આદી તહેવારોની ઉત્પત્તિ અને તેની પ્રવૃત્તિ જ્યારે જ્ઞાનાદિક વિરાધનાથી થયેલા દુઃખો અને અન્તરાયો દૂર કરવા માટે થયેલી છે. ત્યારે આ મૌનએકાદશીનો આવિર્ભાવ ત્રણ ખંડના માલીક ક્ષાયિકસમ્યકત્વને ધારણ કરનાર મહારાજા કૃષ્ણજીને અંગે થયેલો છે. હકીકત એવી છે કે મહારાજા કૃષ્ણ જરાસંધના ભાઈથી મથુરા અને વૃન્દાવન જેવા અસલ નિવાસસ્થાનોને છોડી દઈને લવણસમુદ્રના અધિષ્ઠાતા દેવતાની આરાધના કરી દેવલોકને પણ ટક્કર મારે એવી દ્વારિકાનગરી વસાવવાને માટે શક્તિ સંપન્ન થયા અને તે દ્વારિકાનગરીની દિન પ્રતિદિન જાહોજલાલી વધતીજ ચાલી. તે દ્વારિકાનગરીની વૃદ્ધિ દેખાવા સાથે તે દ્વારિકાનગરીના નાશની કલ્પના કોઈપણ પ્રકારે બુદ્ધિમાં આવી શકે તેવી ન્હોતી, અને તે ન આવવાથી જ ભગવાન્ નેમનાથજી મહારાજ પાસે તે દ્વારિકાનગરીના નાશનો પ્રશ્ન શ્રીકૃષ્ણમહારાજજી તરફથી થયો. જગત્માં જાણવામાં આવેલો ગ્રહ જેમ પીડા ન કરી શકે તેવી રીતે દ્વારીકાનગરીના નાશના કારણો જાણવામાં આવે તો તો તેનો હું વિરોધ કરી શકું એ ધારણાથી કરેલા દ્વારકાના નાશના પ્રશ્નના ઉત્તરમાં ભગવાન્ શ્રીનેમનાથજી મહારાજે દારૂ દ્વૈપાયનઋષિ અને શામ્બકુમાર વિગેરેનો ઈતિહાસ જે ભવિષ્યમાં બનવાવાળો હતો તે જણાવ્યો. એ ઈતિહાસને સાંભળી કૃષ્ણમહારાજે સંસારની અનિત્યતા જાણીને પોતાના સમગ્રદેશમાં પડહો બજાવીને જે કોઈ પોતાના આત્માનો સંસારથી ઉદ્ધાર કરવા દીક્ષા લે તેને સમગ્ર પ્રકારે મદદ કરવા આપવાનું જાહેર કર્યું અને એ પડહાના પ્રતાપે હજારો પારણીઓ પોતાના આત્માનો ઉદ્ધાર કરવા તૈયાર થયા. તેવા વખતમાં કૃષ્ણમહારાજાને પોતાના આત્માની ઉદ્ધારની પણ ચિંતા ઝલહલતી થઈ ગઈ અને ભગવાન્ નેમનાથજીમહારાજને પોતાના આત્માના ઉદ્ધારને માટે ઉપાય બતાવવાની વિનંતી કરી. ત્યારે ત્રિલોકનાથ ભગવાન નેમનાથજી મહારાજે આ મૌનએકાદશીની આરાધનાનો ઉપદેશ કર્યો અને આ મૌનએકાદશીની આરાધના સુવ્રત નામના શેઠે કેવી અદ્વિતીય રીતે કરી હતી તે સવિસ્તાર જણાવ્યું. ધ્યાન રાખવું કે જૈનશાસનમાં ચોવીશે તીર્થંકર મહારાજના શાસનો આત્મદૃષ્ટિએ મોક્ષની પ્રાપ્તિ માટે જ અનુસંધાન માટે જુઓ પાનું ૯૬ -
000