________________
હાથમાં લીધું ચાતુર્માસની અનેક કાર્યવ્યસ્તતા છતાં સંતોષકારક કાર્ય થવા લાગ્યું જોકે મારા પૂ. ગુરુદેવશ્રી મઝાકમાં કયારેક કહેતા કે “ઈન્થિયા પુત્વિયા કભી ન શુધ્ધિયા” નાં ન્યાય મુજબ વધુને વધુ સમય આપવા છતાં, પ્રૂફરીડરો બદલવા છતાં ક્ષતિઓ તો આવી જ છે જે વાંચકો ક્ષમ્ય ગણશે. એક વાર તો એક ફર્મો છપાયા બાદ છેલ્લા ૧૦ પાનામાં ઘણી ભૂલો હતી. આ ફર્મો અમારા ચેકીંગમાં રહી ગયેલ જેથી છપાઈ ગયેલાં એ તમામ પાના કેન્સલ કરી તે ફર્મો પુનઃછાપ્યો છતાં એક મહામૂલો આગમનો ખજાનો નષ્ટભ્રષ્ટ થતાં બચ્યો એક સૂચન એ પણ આવ્યું કે પૂ. આગમોદ્ધારકશ્રીની ભાષા જ્યાં ક્લીષ્ટ છે તથા ગામઠી કહેવતો છે ત્યાં આજની ભાષામાં સરળ બનાવવી. પણ તેમ કરતાં દેશનાકારશ્રીનો ભાવ જ બદલાઈ જવાનાં ભયે તે સાહસ ન ક્યું અને જેમ હતું તેમ જ રાખી છપાવ્યું જો કે એક બે વાર શાંતિથી થોડું વાંચન ચાલુ રખાય તો આપોઆપ ગેડ બેસતી જાય અને આગમીક રહસ્યોની મઝા મનાતી જાય. “શુભે યથાશક્તિ યતનીયના ન્યાયનો પરમ આનંદ આજે અમારા આત્મામાં લહેરાઈ રહ્યો છે.
પ્રુફને જોવાનાં બહાને મને પણ નવા નવા કેટલાય મુદ્દા, નવીન તર્કો, નવાશાસ્ત્ર પાઠો, નવા દ્રષ્ટાંતો, નવીનવી કહેવતો વિ. પ્રાપ્ત થઈ જે સમ્યગ્ જ્ઞાનની પ્રાપ્તિનું શુદ્ધિનું કારણ બન્યું.
પૂજ્ય આગમોદ્ધારકશ્રીના સ્વહસ્તે દીક્ષીત શિષ્ય કર્મગ્રંથ નિપુણ પૂજ્યપાદ ગચ્છાધિપતિ આચાર્યદેવશ્રી સૂર્યોદયસાગરસૂરીશ્વરજી મ. શ્રીએ આ પ્રસ્તાવનાનું ગૌરવ વધાર્યું છે.
અમે આ સિધ્ધચક્રનાં અંકોનાં ટાઈટલ પણ જેવા રંગનાં હતાં તેવાજ રાખ્યા છે. મારા આ કાર્યમાં મુનિ સૌમ્યચંદ્રસાગર મ., મુનિ વિવેકચંદ્રસાગર મ., મુનિ ધૈર્યચંદ્રસાગર મ. અનેક કાર્યવ્યસ્તતા હોવા છતાં સારા સહભાગી બન્યા છે.
લગભગ દરેક આ ગ્રંથમાં પૂ. આગમોદ્વારકશ્રીની વિષયવાર જીવનપ્રભાની જ્યોત મૂકવામાં આવી છે.
તથા પ્રથમથીજ તંત્રી તરીકે સેવા આપનાર ઝવેરી પાનાચંદ રુપચંદ (સૂરત) તથા ચીમનલાલ સવાઈચંદ સંઘવી (સૂરત)ની અનુમોદના કરીયે છીયે.
અન્તે ભગવતી શ્રુતદેવી શાસનદેવતા અને પૂ. ગુરુદેવશ્રીની અસીમ કૃપાને વિનંતી કે આ કાર્ય ઝડપી સંપૂર્ણ બને અને જિજ્ઞાસુઓ આગમનાં રહસ્યોને પામી. જીવનમાં ઉતારી પરમપદને પ્રાપ્ત કરે એજ મંગળ કામના.
અભયગુરુપાદપદ્મસેવી અશોકસાગરસૂરિ