________________
શ્રી સિદ્ધચક્ર
૫૫૭
કોઇપણ દેખનાર મનુષ્ય એવો નથી હોતો કે ચક્ષુમાં જે પદાર્થની આકૃતિ ન પડે તે પદાર્થની આકૃતિ તે દેખી શકે. એટલે ચોખ્ખું થયું કે નિર્જીવ આકૃતિ જેણે ન માનવી હોય તે મનુષ્ય તો આંખ પણ ઉઘાડવી જોઇએ જ નહિ. કેમકે આંખ ઉઘાડીને દેખનારાની આંખમાં તો સ્થાપના આવ્યા વગર રહેવાની જ નથી. એટલે ચોખ્ખું થયું કે મોંઢેથી સ્થાપના નથી માનતા એમ કહેનારાને પણ જો દેખનાર તરીકે રહેવું હશે તો તેને આંખમાં તો સ્થાપના લેવી જ પડશે. એટલે મોંઢેથી સ્થાપના નકામી છે. સ્થાપના ફાયદો કરતી નથી વિગેરે બોલવું તે નાના છોકરાઓ ખાતા જાય અને ઉપવાસ કર્યો કહે એના જેવી બાલચેષ્ટા જ કહેવાય. તેવી રીતે જ અરિહંત મહારાજને નમસ્કાર કરવા માટે નમો અરિહંતાનું પદ બોલે તે વખત અરિહંત મહારાજનો આકાર જાણતો હોય તો મગજમાં તે આવ્યા સિવાય રહેતો જ નથી. અને તે જ આકારને ઉદ્દેશીને નમસ્કાર થવાનો અગર બોલાવાનો છે. માટે સ્થાપના મગજમાં જેને ન લાવવી હોય તેને અહિંતાળ બોલવાનુંયે નથી અને નમસ્કાર કરવાનોયે નથી અને નમો અરિહંતાનું કહેવું વ્યર્થ જ છે.
‘નમો અરિહંતાણંથી' દ્રવ્યસિદ્ધિ.
એવી રીતે નમો અરિહંતાણં દ્વારાએ જેમ સર્વવ્યાપક એવા નામ અને સ્થાપના જણાવ્યાં તેવી જ રીતે નમો અરિહંતાણં કહેનારો દ્રવ્યને કોઇપણ
તા. ૪-૧૦-૧૯૩૭
પ્રકારે દૂર કરી શકે તેમ નથી. કારણ કે નમો અહિંતાનું કહેનારો મનુષ્ય અરિહંતપણું આકાશમાં રહેલું છે એવું માનવાવાળો હોતો જ નથી, પરન્તુ સ્પષ્ટ રીતે જાણે છે અને માને છે કે અરિહંતપણું તીર્થંકર મહારાજાના જીવોમાં જ રહેલું છે. જીવદ્રવ્ય સિવાય અજીવમાં અરિહંત નામનું કર્મ હોતું જ નથી, કે જેથી અજીવને અરિહંતપણું મળવાનો વખત આવે. તો પછી અજીવ એવા દ્રવ્યને પણ અરિહંતપણું ધારણ કરવાનું થતું નથી જ. પરન્તુ પૂર્વભવમાં વીસ સ્થાનકની આરાધના કરનારા ભાગ્યશાલી એવા જીવદ્રવ્યમાં જ અરિહંતપણું આવેલું હોય છે તેથી અરિહંતને નમસ્કાર કરવા માટે નમો અરિò બોલવાવાળો જીવ અરિહંત ભગવાનના જીવદ્રવ્યને લક્ષ્યમાં ન લે એવું તો બને જ નહિં.
દ્રવ્યનિક્ષેપો
જૈનશાસ્ત્રને માનનારા મનુષ્યો જોગસ્સ સૂત્રને સર્વપ્રકારે માનનારા જ હોય છે. અને તે તોળK માં ભગવાન ઋષભદેવજી વગેરે ચોવીસ તીર્થંકરોને અરિહંતે વિત્તજ્ઞમાં કહીને જે સ્તવના કરાય છે તે દ્રવ્યનિક્ષેપો નહિં માનનારની અપેક્ષાએ તો જુદું જ છે. યાદ રાખવું કે ભગવાન ઋષભદેવજીથી માંડીને મહાવીર ભગવાન સુધીના ચોવીસ તીર્થંકરોમાંથી કોઇપણ તીર્થંકરનો જીવ અત્યારે નથી તો શરીરને ધારણ કરનાર અને નથી તો અરિહંત નામકર્મને ભોગવનાર અત્યારે તો