SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦ શ્રી સિદ્ધચક્ર તા. ૩૦-૧૦-૧૯૩૬ भण्णइ ५७, तक्कम्म ५८, गय ५९, जोव्वण ६०, जइ ६१, संभा ६२, कम्मा ६३, तम्हा ६४, विण्णा , અને મમ્મી ૬૬, નાની અવસ્થા કર્મના ક્ષયોપશમથી થવાવાળા ચારિત્રની સાથે શું વિરોધી છે કે જેથી બાલ્યાવસ્થામાં દિક્ષાને યોગ્ય નથી એવો કદાગ્રહ પકડાય છે, કેમકે ચારિત્રમોહનીયકર્મનો ક્ષયોપશમ શુભ પરિણામથી થાય છે, પણ વયને લીધે થતો નથી, માટે લઘુવય અને ચારિત્રનો કોઈપણ રીતે વિરોધ નથી. વળી કેટલાક વૃદ્ધપુરુષો પણ દુર્ગતિમાં લઈ જનારા કાર્યોને બાળકની માફક આચરે છે, અને ભાગ્યશાળી જુવાન અવસ્થાવાળા છતાં પણ અકાર્યને કરતા નથી, તેથી યૌવન અવસ્થા અકાર્ય કરાવે જ છે એમ કહી શકાય નહિ. ખરી રીતે નિર્વિકપણું એજ જુવાની છે અને તત્વથી નિર્વિવેકપણાનો અભાવ એટલે વિવેક આવવો તે જ એજ જુવાનીનું ઉલ્લંઘન છે અને તે વિવેકનો કોઈ દિવસે પણ જિનેશ્વરોએ નિષેધ કર્યો નથી. શંકા કરે છે કે જો અવિવેકનો નિષેધ જ નથી તો આઠ વર્ષની વયનો નિયમ કેમ કર્યો? ઉત્તરમાં જણાવે છે કે આઠથી ઓછી ઉમરવાળો બાળક લોકોને પરાભવનું સ્થાન થાય એ વિગેરે અનેક કારણો પૂર્વે જણાવેલાં છે તેથી નિષેધ કરેલો છે. વળી બાળક અને યુવાનો ભવિષ્યમાં દોષની સંભાવનાવાળા છે એમ જે કહ્યું તે પણ યોગ્ય નથી, કારણ કે લાંબો કાળ સંસારી થઈને વૈરાગી થયેલામાં પણ દોષની સંભવના સરખી જ છે. વળી કર્મોનું આગેવાન એવું મોહનીયકર્મ તે વેદના નારા સુધી રહે છે માટે ચરમશરીરી જીવો પણ સંભાવનીય દોષવાળા ગણાય, અને તેથી વાદીના હિસાબે નવમાં અનિવૃત્તિ બાદરગુણસ્થાનકે પહેલાં દીક્ષા આપવી જોઈએ નહિ, અને દીક્ષા વગર નવમે ગુણઠાણે જીવોનું જવું થાય પણ નહિ, માટે સંભાવનીય દોષથી દીક્ષા નિષેધનારને વિષમદશામાં જવું પડશે. ચિરકાળ સંસાર અનુભવ્યો હોય તે દોષની સંભાવના વગરના હોય એમ જે કહ્યું તે પણ બાળ અને યૌવનની દીક્ષામાં સરખું જ છે, કેમકે વિષયના પ્રસંગથી રહિત એવા ઘણાએ બાળ બ્રહ્મચારીઓ હોય છે, વળી વિકારો અભ્યાસથી વધવાવાળા છે, અને તે વિષયનો અભ્યાસ અશુભ પ્રવૃત્તિનું કારણ છે, માટે વિષયથી સર્વથા દૂર રહેલા વધારે સુંદર છે, વળી પુરુષાર્થ સંબંધી થયેલ વાદીના કથનને ખંડન કરતાં કહે છે - धम्म ६७, असुहो ६८, अन्नम् ६९, मोक्खो ७०, तह ७१, इयरे ७२, तम्हा ७३, વળી વાદીએ બાલબ્રહ્મચારીમાં દોષો જણાવ્યા તે પણ કહેવા માત્ર છે, કેમકે વિષયમાં પ્રવર્તેલાને તો સ્મૃતિ આદિ અત્યંત દુષ્ટ દોષો સહેજે થાય છે અને બાલબ્રહ્મચારીને જિનેશ્વરના વચનથી બુદ્ધિ ભાવિત થવાથી તેમજ વિષયનું અજ્ઞાનપણું હોવાથી તે કૌતુકાદિ દોષો થતા જ નથી. તેથી એ વાત સિદ્ધ થઈ કે જધન્યથી અષ્ટ વર્ષની વયવાળા પણ યોગ્ય છે અને ઉત્કૃષ્ટથી અત્યંત વૃદ્ધ ન થાય ત્યાં સુધી યોગ્ય છે, પણ સંસ્કારક શ્રમણ તો અત્યંત વૃદ્ધ પણ થઈ શકે.
SR No.520955
Book TitleSiddhachakra Varsh 05 - Pakshik From 1936 to 1937
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages740
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy