________________
૫૪૭
શ્રી સિદ્ધચક્ર
જીવને મૂલ ઇચ્છા કઇ ? ને શાથી ? સુજ્ઞમનુષ્યને સ્હેજે સમજાય તેવું છે કે આ જીવ બાહ્ય દૃષ્ટિવાળો થઇ આખી જીંદગી માતાપિતાદિકને માટે મથન કરે છે, મહેનત કરે છે. પરન્તુ તેવી કોઇપણ અવસ્થા આ જીવની નથી કે જેમાં આ જીવ પોતાના પૂર્વભવ અને અનન્તર આગામિભવનો વિચાર કરે. ધ્યાન રાખવું કે જગતમાં જીવને માનો, કે ન માનો પુણ્યપાપને માનવાં કે ન માનવાં, ભવાન્તર અને મોક્ષને માનવા કે ન માનવા, એવા મતમતાંતરો છે. પરન્તુ ઉપર જણાવેલા માતાપિતાદિક પદાર્થો તો જીંદગીને અંતે છોડી દેવા જ પડશે એ વાતમાં કિંચિત્ પણ મત મતાંતર નથી. હવે જો માતાપિતાદિક સર્વ પદાર્થોને છોડી દેવાના જ છે તો પછી તેને અંગે ચિંતા અને પ્રયત્નો કરી આખી જીંદગી ગુમાવીએ તો અનન્તરભવને અંગે આ જીવે શું મેળવ્યું ? એ ખરેખર વિચારણીય પ્રશ્ન છે. સુજ્ઞમનુષ્ય એ વાત તો સ્હેજે સમજી શકશે કે કોઇપણ નાસ્તિકમતને ધારણ કરવાવાળો પણ એમ નહિઁ કહી શકે કે અનન્તરભવ નથી એવું હું જોઇ આવ્યો છું. કોઇપણ નાસ્તિકનો જીવ પરભવ નહિં હોવાથી પાછો આવેલો તો નથી જ, વળી જગતમાં અનેકસ્થાને જાતિસ્મરણનું કંઇક તત્વ પણ દેખાય છે અને તેથી પ્રત્યક્ષ પ્રમાણથી પણ એમ કહી શકીએ કે જીવને માત્ર આ જીવનના નિર્વાહથી કૃતાર્થપણું થતું નથી,
તા. ૪-૧૦-૧૯૩૭
પરન્તુ જીવને ભવિષ્યની જીંદગી જરૂર ધારણ કરવાની છે, તો પછી આ જીવે તે પરભવની જીંદગીને માટે કેમ નહિ વિચાર કરવો ? ધ્યાન રાખવું કે થોડી મુદતને માટે બીજા શહેરમાં જવું હોય છે. તો પણ તેને લાયકની લાગવગ અને મુંડી એકઠી કરીએ છીએ તો પછી અહીં સર્વથા છોડીને નીકળવું છે અને આગલી જીંદગીમાં સર્વપ્રકારે દાખલ થવું છે તો તેવી આગલી જીંદગીનો સરંજામ કેમ તૈયાર કરવો નહિં ? બીજી બાજુ વિચાર કરીએ તો આ જીવની મૂલ ઇચ્છા કેવલ આહાર લેવાની જ હતી, કેમકે જીવની સાથે તૈજસ નામની ભટ્ટી હંમેશાં ખાઉં ખાઉં કરતી લાગેલી જ છે. તૈજસની ભઠ્ઠી શું કરે છે ?
જગતમાં જેમ અગ્નિ દાહ્યથી ઉત્પન્ન થાય છે, દાહ્યથી ટકે છે, અને દાહ્યને જ પોતાના રૂપે પરિણમાવે છે, તેવી રીતે આ જીવની સાથે લાગેલી તૈજસની ભઠ્ઠી પણ અનાદિકાળથી ઓલવાયા વગર ઔદારિક આદિ પુદ્દગલોટ્ટારાએ ઉત્પન્ન થતી જાય છે વધતી જાય છે અને ઔદારિકઆદિ પુદગલોને રૂપાન્તરમાં નાંખતી જાય છે. અન્યશાસ્ત્રકારો જે લૈઝિક શરીર કહે છે તેઓ કેવલ એકલા કર્મને જ લૈંગિક કહે છે પરન્તુ જૈનશાસ્ત્રને હિસાબે અને યુક્તિને અનુસારે કાર્યણ અને તૈજસ બન્ને જાતનાં પુદ્દગલોને વૈકિ શરીર તરીકે એટલે ભવાન્તરે જનારાં જીવના ચિન્હરૂપ શરીર તરીકે માનવાં જ પડે છે. અન્યમતની અપેક્ષાએ જેમ મોક્ષપદને નહિં પામેલો કોઇપણ જીવ લૈડ્રિંક શરીર વગરનો હોતો