________________
૫૩૫
શ્રી સિદ્ધચક્ર
પ્રતિલાભવાનું નિત્ય કર્તવ્ય છે એમ સ્પષ્ટ જણાવે છે. શ્રમણ મહાત્માઓને પ્રતિલાભવામાં સૂત્રકારો મુખ્યતાએ એજ તત્વ જણાવે છે કે સાધુમહાત્માને સંયમમાં સહાય થાય અને એ સંયમના સહાયની અપેક્ષાએ તો સૂત્રકાર મહારાજા તે દાન દેનાર શ્રાવકવર્ગને ભવાંતરની સંયમની પ્રાપ્તિ થાય એ ફલ તરીકે જણાવે છે અને તે ભવમાં પણ દાનના ફલ તરીકે એકાન્ત નિર્જરાને જ જણાવે છે તે નિર્જરા પણ એવી કે જેની સાથે પાપનો અલ્પ પણ બંધ નહિ. આવી રીતે સર્વદા અને સર્વશ્રમણવર્ગને દાન દેવાનો લાભ લેવાનો હોવા છતાં પર્યુષણા જેવા પવિત્રપર્વમાં વિશેષે કરીને શ્રી સંઘભક્તિને અંગે શ્રમણવર્ગને દાન દેવું જ જોઈએ.
એક વાત ધ્યાનમાં રાખવાની છે કે પર્યુષણાના બીજા કૃત્ય તરીકે સંઘભોજનને કૃત્ય તરીકે નથી ગણાવતા, પરંતુ સંઘભક્તિને અને વાર્ષિકકૃત્યની અપેક્ષાએ કહીએ તો સંઘપૂજાને કૃત્ય તરીકે જણાવે છે. એ ઉપરથી સ્પષ્ટ થાય છે કે શ્રમણ વર્ગને એકલું દાન જ દેવું એટલા ઉપર પર્યુષણાના કૃત્યો બતાવવાનું તત્વ નથી. પરંતુ હરેક પ્રકારે જેવી જેવી રીતે સંયમને મદદ મળે તેવી તેવી રીતે અંતઃકરણના ઉલ્લાસથી અને ગુણના બહુમાનપૂર્વક શ્રમણ મહાત્માઓની ભકિત અને પૂજા શ્રાવકવર્ષે કરવી જ જોઈએ. ધ્યાન રાખવું કે જે શ્રાવકો પોતાની પર્યુષણા સંબંધી ફરજ સમજવા માગે છે અને પર્યુષણાનાં કૃત્યો જાણવા માગે છે તેવા આત્મહિતૈષી શ્રાવકવર્ગને જ આ
તા. ૨૦-૯-૧૯૩૭
પર્યુષણાનાં કૃત્યો તેમના હિતને માટે બતાવવામાં આવે છે. તેથી કોઈપણ બુદ્ધિશાળી એમ નહિં જ ધારી શકે કે શ્રમણ મહાત્માઓએ પોતાના માહાત્મ્યને માટે આવું કથન કરેલું છે. કોઈપણ સજ્જનની આગળ. સજનના ગુણો જાણવા માગતો મનુષ્ય સજ્જનના ગુણોનો પ્રશ્ન કરે અથવા સજ્જનના ગુણોનો મહિમા જાણવા માંગે અથવા સજ્જનની સંગતિથી જે ફાયદા થાય છે તે જાણવા માગે તો સજ્જન મનુષ્ય તે સર્વ હકીકત જણાવે તેમાં સજ્જને આત્મગૌરવ માટે એ સજ્જનનું સ્વરૂપ કહ્યું છે એમ કોઈપણ અકક્લવાળો તો ધારી શકે જ નહિ. આત્માભિમાન તો ત્યારે જ ગણાય કે જ્યારે પોતાની વ્યકિત કે સહચરાદિને ઉદ્દેશીને પોતાનું બહુમાન કરવા માટે કંઈ માહાત્મ્ય કહેવામાં આવે, પરંતુ જાતિમા રહેલો મનુષ્ય ઉત્તમજાતિનું જે બહુમાન જણાવે તે આત્મગૌરવમાં દાખલ થઈ શકે જ નહિ.
ભક્તિને પાત્ર શાથી થવાય ? અને કોણ?
પર્યુષણાઅષ્ટાન્તિકામાં સામાન્ય રીતે શ્રાવકોને ઉપવાસ છઠ્ઠ, અટ્ટમ, વિગેરે કરવાનાં હોય છે, તેમજ છઠ્ઠ અઠ્ઠમ વિગેરે તપસ્યાવાળાઓની અત્તરવાયણે અને પારણે ભકિત કરવાની જરૂર છે એમ જાણીને અનેક સ્થાનોએ સાધર્મિક વાત્સલ્યો નિયમિત થયેલાં હોય છે. એ ઉપરથી એમ કહી શકીએ કે શ્રાવકનું ચિત્ત સુપાત્રદાનને માટે બારે માસ હોય છતાં, તથાવિધ વિશિષ્ટ અશનાદિકરૂપ વિત્તનો સંયોગ પર્યુષણની અંદર વિશેષે હોય, તેથી