________________
૫૨૭
શ્રી સિદ્ધચક્ર
આ દયાના દુશ્મનોને પણ કબૂલ કરવું પડયું છે. પરંતુ નહિં મારવાની વાત લઈએ તો પહેલા મંડલમાં જે બધા જીવો ભરાઈ ગયા હતા તેમનું મરણ ન થાય એ અપેક્ષાએ તે બીજા મંડલે ગયો, અને બીજા મંડલમાં પણ જીવો ભરાઈ ગયા હતા તેના બચાવને માટે જ ત્રીજા મંડલમાં ગયો હતો, અને ત્રીજા મંડલમાં પણ બીજા જીવોના બચાવને અંગે જ સંકોચાઈને રહ્યો હતો. એક મંડલની વાત કદાચ આગળ કરવામાં આવે તો તેમાં પણ બીજા જીવોના બચાવને માટે અંગોપાંગ સંકોચીને રહ્યો હતો એ વાત તો ચોખ્ખી જ છે. તો સૂત્રમાં તે સર્વ જીવોની અનુકંપા શાસ્ત્રકારોને જણાવવી પડત, પરંતુ તે નહિં જણાવતાં સૂત્રકાર મહારાજ વિગેરે કેવલ સસલાની જ અનુકંપાનો લાભ મનુષ્ય આયુષ્યનો બંધ અને સંસારનું પાતળાપણું કરવામાં જણાવે તે સ્પષ્ટ કરે છે કે જીવોને બચાવવાથી પુણ્ય અને નિર્જરા બંને મળે છે.
અમારીપડહ શા માટે ?
આ બધુ વિચારનારો મનુષ્ય હાથીએ કરેલી સસલાની અનુકંપા નિરવદ્યરૂપ હતી કે નહિં મારવારૂપ હતી એમ કદિપણ માની શકે જ નહિ. જ્યારે આવી રીતે એકજીવને પણ બચાવવામાં આટલો બધો લાભ છે તો પર્યુષણસરખા ઉચ્ચમાં ઉચ્ચત્તમ અઠ્ઠાઈપર્વની વખતે સર્વજીવોની હત્યા બચાવવા માટે અમારી પડહો વજાવે અને તે દ્વારાએ અમારિપ્રવર્તન નામનું પર્યુષણાનું પહેલું કાર્ય દરેક
તા. ૨૦-૯-૧૯૩૭
શ્રધ્ધાલુ કરે તેમાં આશ્ચર્ય જ શું ? મહારાજા શ્રેણિક અને અમારિપડહો
શ્રી ઉપાસક દશાંગસૂત્રમાં મહાશતકના અધ્યયનમાં સ્પષ્ટપણે જણાવે છે કે મહારાજા શ્રેણિકની રાજધાની રાજગૃહીમાં પણ અમારીપડહાની પ્રવૃત્તિ હતી અને તેથીજ ત્યાં સ્પષ્ટ શબ્દોમાં લખે છે કે અમાદ્યાત્ અે આવિદુસ્થા અર્થાત્ અમારિપડહાની ઘોષણા થયેલી હતી. આવી રીતે મહારાજા શ્રેણિક કે જેઓ પોતાના આત્માની અપેક્ષાએ વિરતિના અંશને પણ ધારણ કરી શકતા નહોતા, અર્થાત્ અણુવ્રતને નહિ ધારણ કરનારા હોવાથી અવિરતિ હતા, તેઓ પણ અમારીપ્રવર્તનનું કાર્ય તો કરતા જ હતા. જ્યારે શ્રમણ ભગવાન મહાવીર મહારાજના ઉપદેશામૃતને પીવાવાળા શ્રેણિક મહારાજે રાજગૃહી નગરી જેવીમાં પણ અમારી પ્રવર્તન કર્યું તો પછી અન્ય શ્રધ્ધાળુ જીવોએ તે અમારીપ્રવર્તનનું કાર્ય પહેલે નંબરે કરવું જોઈએ એમાં આશ્વર્ય જ શું ?
ધ્યાન રાખવું કે અમારિપડહો વગડાવવાનો ઉપદેશ કોઈ પણ શૈવ,વૈષ્ણવ કે બૌદ્ધનો હતો પણ નહિ, અને હોય પણ નહિ, પરંતુ તે અમારિપડહો શ્રેણિક મહારાજે જૈનધર્મની દૃષ્ટિએ જ વગડાવ્યો હતો. જો કે ત્યાં જૈનવ્યવહારને અંગે અમારિપડહો વગડાવ્યો એવું ચોખ્ખું વાક્ય નથી. તો પણ મહાશતક શ્રાવક કે જે આઠમ, ચૌદશ, અમાવાસ્યા અને પૂનમને દિવસે અને ઉપલક્ષણથી અન્ય પણ પર્વોમાં પૌષધ કરતો હતો, તે મહાશતકને તે અમારિપડહાની વખતે પૌષધ હતો તેમ સૂત્રકાર ચોખ્ખા શબ્દોમાં જણાવે છે. આ વસ્તુ સમજનારો