________________
શ્રી સિદ્ધચક્ર
૫૨૪
તે સાધુને કેટલું બધુ પાપ લાગ્યું ? અને હિંસાદિકની વિરતિ ત્રિવિધ ત્રિવિધ કરેલી હોવાથી તે જીવોના જીવના હિંસાદિક પાપોની અનુમોદના અને કરાવણ લાગવાથી મહાવ્રતોનો સર્વથા ભંગ થઈ ગયો. અને તે સર્વથા ભંગ કરવાનો ઉપદેશ શાસ્ત્રાકારોએ જ આપ્યો ગણાય. કદાચ કહેવામાં આવે કે અમને કે અન્યજીવને તે જીવની હિંસાથી કર્મ લાગત માટે તે કર્મથી બચવા માટે અમે એ જીવોને એકાન્તમાં મેલ્યા. આવા જવાબમાં પણ સ્પષ્ટ થાય છે કે બચાવવાથી જ કર્મના બંધનોથી બચી શકાયું, પરંતુ બચાવવાથી અંશે પણ કર્મનો બંધ થઈ શક્યો નહિ હવે જ્યારે મહાવ્રત ધારકો પણ અસંયત અને અવિરત એવા જીવોને બચાવે તેમાં જો અંશે પણ કર્મનો બંધ નથી તો પછી ગૃહસ્થ જીવો બીજા જીવોને બચાવે તેમાં તો કર્મનો બંધ હોય જ શાનો ? તે દયાના દુશ્મનોના સાધુઓને પૂછવામાં આવે કે તમારા પાણીએ ભરેલા પાત્રમાં કોઈક પંચેન્દ્રિય ઉંદરડી, ખીસકોલી કે ઘીરોલી જેવો સંશિપંચેન્દ્રિય જીવ આવી પડે તો તમે તેને પાત્રમાંથી કાઢો કે નહિં ?, જો કાઢવામાં નહિં આવે તો પંચેન્દ્રિયની હિંસાનું પાપ ચોખ્ખું તમોને લાગશે અને જો કાઢવામાં આવશે તો જીવેલાના આચરેલાં સ્પષ્ટ અઢાર પાપસ્થાનકો લાગશે. કેમકે તે જીવો સંક્ષિપંચેન્દ્રિયો છે અને તેથી તે અઢારે પાપસ્થાનકો સેવનારા ગણાય અને તે બધાની કરાવણા અને અનુમોદના તમોને લાગવી જોઈએ. જો એમ કહેવામાં આવે કે અમારી તે બચેલા જીવો પાપસ્થાનકો સેવે એવી બુદ્ધિ નથી, માટે અમને
તા. ૨૦-૯-૧૯૩૭
પાપ નહિ લાગે, તો પછી જે જીવો દયાબુદ્ધિથી બીજાઓને બચાવે છે તેઓને પણ બચેલા જીવો અઢારે પાપસ્થાનકો કરે એવી બુદ્ધિ ન હોવાથી અંશે પણ પાપ નહિ લાગે, એજ ન્યાયનો રસ્તો છે. કેટલાક કુર્તકવાળાઓ સાધુઓના આહાર વસ્ત્રાદિકને અંગે જીવ બચાવવાના પ્રશ્નો કરે છે, પણ તેઓએ સમજવું જોઈએ કે સાધુઓએ સર્વ વસ્તુ મહાવ્રતને અંગે જ વાપરવા માટે ધર્મલાભ દઈને લીધેલી હોય છે, અને દ્રવ્યથકી બચાવવામાં મહાવ્રતને સીધો ઉપકાર જ છે નહિ. આ વાત જો સીધી રીતે સમજવામાં ન આવે તો જીનકલ્પી કે વિતરાગસાધુ કંઈપણ પ્રયત્ન કરે નહિં તો તે ઉપરથી શું દયાના દુશ્મનોનો આખો સંઘ સાધુસાધ્વીની રક્ષા માટે પણ કંઈપણ પ્રયત્ન કરશે નહિં ? અને જો કરશે તો કહેવું જોઈએ કે જેમ સ્થવિરકલ્પી સાધુઓ તથા શ્રાવકોનો ધર્મ સાધુસાધ્વીઓને અંગે વિનય વૈયાવચ્ચ આદિ કરવાનો અને બચાવવાનો છે. તેવી જ રીતે બાહ્યસાધનો આપવા દ્વારાએ મહાવ્રતધારીનો ધર્મ દ્રવ્યથકો જીવોને બચાવવાનો ન હોય તો પણ શ્રાવક શ્રાવિકાઓનો તો જરૂર તેવો ધર્મ હોય જ અને તેથી દુઃખ અને મરણથી બચાવવાની બુદ્ધિએ કરાતી અનુકંપા દરેક સમ્યક્ત્વવાળાઓ અને ધર્મીષ્ઠ આત્માઓ માટે લાયક જ છે. અભયદાન પ્રધાનતા
શ્રી સૂયગડાંગસૂત્રમાં વાળાનું સિકું સમય પહાળ્યું એટલે સર્વદાનોમાં અભયદાન જ શ્રેષ્ઠ છે, આમ કહીને સ્પષ્ટપણે મરતા જીવોને