________________
સિદ્ધચક્રનો વધારો
ગુરૂવારની સંવચ્છરીના પચાસ દિવસની ગણતરીને અંગે એક જિજ્ઞાસુને અપાયેલા ઉત્તરની ઉપયોગિતા હોવાથી આ વધારા તરીકે અપાય છે.
જૈન જ્યોતિષના સંવચ્છરીથી કાર્તિક ચૌમાસીની અંદર અવમરાત્ર આવીને તિથિનો ક્ષય આવતો હતો છતાં, શાસ્રકારે સિત્તેર દિવસો જ ગણ્યા છે. વળી દરેક અવમરાત્ર છતાં પણ પંદરવાળો જ ગણવામાં આવ્યો છે. વળી ચાર મહિનામાં એક બે અવમરાત્ર જરૂર હોય તો પણ ૧૨૦ દિવસ ગણવામાં આવે છે તેથી શાસ્ત્રના વચનો પ્રમાણે તિથિની હાનિ સિવાય સામાન્ય રીતે સીત્તેર, પંદર અને એકસોવીસ દિવસો ગણવામાં આવેલા છે. વળી મહિનો વધ્યા છતાં પણ ચોમાસીની વખતે ચાર મહિનાને એકસોવીસ દિવસો કહેવામાં આવે છે તે ઉપરથી એ પણ શાસ્ત્રીય હિસાબે નક્કી થાય છે કે વૃદ્ધિ પામેલો મહિનો કે દિવસ એકે પણ વધારામાં ગણાતો નથી. ઉપર જણાવેલા જૈનજ્યોતિષના હિસાબની માફક વર્તમાનમાં લેવાતા લૌકિક ટીપ્પણાથી પણ અધિક કે ન્યુન દહાડા થયા છતાં પક્ષી ચોમાસી અને સંવચ્છરીમાં પંદર, એકસોવીસ અને ત્રણસો સાઈઠ કહેવાય છે તેથી વૃદ્ધિ અને હાનિનો હિસાબ ગણ્યા સિવાય તિથિઓની ગણતરી લેવાય એટલે જૈન અને લૌકિક એ બન્ને જ્યોતિષની અપેક્ષાએ વૃદ્ધિ અને હાનિની ગણતરી ર્યા સિવાય તિથિની અપેક્ષાએ દિવસો ગણાય છે તેવી રીતે આ વખતે ચૌમાસી ચૌદશના ગુરૂવારથી ચોથ ગુરૂવારની સંવચ્છરીને દિવસે બરોબર પચાસ દિવસ જ તિથિઓથી થાય છે. યાદ રાખવું કે પાંચમતિથિ બેવડી થવાથી ચોથ બે બને અને તેના બેવડાપણાથી ત્રીજ બે બને તેથી ગુરૂવાર ચોથે પચાસ જ દિવસો
થાય.
ચૌદશનો ક્ષય હોય તે વખતે તેરસનો દિવસે ચૌદશ જ છે એમ કહેવું જોઈએ છતાં તેરસને દિવસે જે તેરસ છે એમ કહે તેને તત્વતરંગિણીકાર અવરુદ્ન ત ઇત્યાદિ કાવ્યથી મૂર્ખશેખર બનાવે છે તેવી રીતે બેવડાવેલ તિથિમાં શ્રીહીરસૂરિજી મહારાજ બીજી આઠમ વગેરેને જ ઉદયવાળી ગણે છે એટલે પરંપરાથી આઠમ વગેરેની વૃદ્ધિ હોય ત્યારે સાતમ વગેરેની વૃદ્ધિ ગણાય છે, અને બે પર્વ જ્યારે સાથે હોય ત્યારે તે બે પર્વ કરતાં પણ પહેલાંની અપર્વની તિથિ જ બેવડી ગણાય, એટલે પૂનમ અમાવાસ્યા વધ્યાં હોય તો તેરસની તિથિ બેવડી ગણાય એ પ્રમાણે પરંપરા પણ છે, અને વિજયદેવસૂરિજીની માન્યતાનાં પાનાં પણ જે છપાવીને જાહેર ર્યા છે. તેથી પણ સ્પષ્ટ જણાય છે એ હિસાબે જેઓ ગુરૂવારની પહેલી પાંચમ ગણાવે છે તેઓ શાસ્ત્ર અને પરંપરા બન્નેના ઉત્થાપક છે પૂનમની વૃદ્ધિના ન્યાયથી મંગળવારે અને બુધવારે પૂનમ બે હોય અને તેરસ બે ગણીએ તેમ ભાદરવા સુદ પાંચમ બે હોવાથી ત્રીજ બે ગણવાની છે અને ગુરૂવારે જ ભાદરવા સુદ ૪ ગણવાની છે જેઓ ટીપ્પણામાં બુધવારે ચોથ છે એમ કહે તેઓ ટીપ્પણાની તેરસે તેરસ કહેનારને જેમ તત્વતરંગિણીકારે મૂર્ખશિરોમણિ બનાવ્યા છે તેવી રીતે મૂર્ખ શિરોમણિ બનવાને લાયક છે ટીપ્પણા પ્રમાણે બોલવાનું હોય તો ક્ષર્યપૂર્ણ તિથિ: વ્હાર્યાં વૃદ્ધો વ્હાર્યા તથોત્તા એ ઉમાસ્વાતિ મહારાજના પ્રઘોષને માનવાની જરૂર જ નહોતી જેઓ એ પ્રઘોષને માને તેઓથી તો બુધવારે ચોથ છે અને ગુરૂવારે પાંચમ છે એમ આરાધના પ્રસંગમાં સ્વપ્ને પણ બોલાય જ નહિ. માટે શાસ્ત્ર અને પરંપરાની અપેક્ષાએ ગુરૂવારે જ ચોથ છે એમ સમજવું. તંત્રી