________________
શ્રી સિદ્ધચક્ર
૪૮૪
તમારી મુઠી છોડતા નથી! આ સઘળુ શાથી બને છે તેનો વિચાર કરો, વસ્તુની કિંમત કરતાં તમે આબરૂની કિંમત વધારે સમજો છો, તેથી જ આ પ્રમાણે થાય છે.
ઓગષ્ટ-૧૯૩૭
ચૌદમા ગુણસ્થાનક સુધી દરેક ગુણસ્થાને ધર્મનું મૂલ્ય સમાન છે. સઘળા ગુણસ્થાનકમાં ધર્મનું મૂલ્ય અમુક ગુણસ્થાનકે વધારે છે અને અમુક ગુણસ્થાનકે ઓછું છે એમ માનવાનું નથી. તમે જાણો છો કે બજારમાં એક માણસ હીરાનો વેપાર કરે છે, તો બીજો માણસ મોતી વેચે છે, તો ત્રીજો માણસ મજીઠ, ખાખા કે જીવનનો વેપાર કરે છે, ત્યારે ચોથો માત્ર દલાલી કરીને જ રોટલો કુટી કાઢે છે. વેપારની સંગતતાનું કારણ દરેકની આર્થિક સ્થિતિ છે. ગરીબ હોય તે તેની શક્તિ પ્રમાણે વેપાર કરે છે, શ્રીમંત એની શક્તિ પ્રમાણેનો વેપાર કરે છે. અને કોટિધ્વજ હોય તે તેની શક્તિ પ્રમાણેનો વેપાર કરે છે આ રીતે વેપારની ભિન્નતા હોવા છતાં પણ તેઓ દરેક જણ વસ્તુમાં ભિન્નત્વ માનનારા નથી જ હોતા. સઘળા ઝવેરીઓ પછી ભલે તે તવંગર હોય કે ગરીબ હોય પણ સાચા મોતીને જ સાચું મોતી માને છે. કલ્ચરને કલ્ચર માને છે અને ખોટાને ખોટું માને છે! કોઈ એવો નથી નીકળતો કે જે ખરા મોતીને ખોટા કહે અને ખોટા મોતીને જ સાચા કહી દે! અને જો કોઈ એવો અણઘડ નીકળે કે તે સાચા મોતીને જ જુઠા કહી દે તો તેને ઝવેરી નહિ પણ હજામ કહેવો જ વાસ્તવિક છે.
ચોથે અને ચૌદમે
પોતાની પાસે આર્થિક સંપત્તિ સારી હોય તો તે તેવો વેપાર કરે, લાખો રૂપીયા હોય તો લાખોનો વેપાર કરે, હજારો રૂપીયા હોય તો તે હજારનો જ વેપાર કરે અને કાંઈ ન હોય અને અક્કલ હોય તો તે દલાલી કરીને જ રાજી થાય! પરંતુ એમાંથી કોઈપણ નંગ એવો નીકળતો નથી કે જે પથરાને હીરો કહે અને હીરાને પથરો કહી દે!! એજ પ્રમાણે ધર્મના મૂલ્ય વિષે પણ સમજવાનું છે. ધર્મનું જેટલું મૂલ્ય ચોથા ગુણસ્થાનકે રહેલાને હોય છે તેટલું જ ધર્મનું મૂલ્ય ચૌદમે ગુણસ્થાનકે પહોંચેલાને પણ
ધર્મ પહેલો બીજું પછી
એજ ન્યાયે જે સર્વજ્ઞવચનની પવિત્રતા સમજ્યો છે, સર્વજ્ઞ વચનની પવિત્રતા જેણે અનુભવી છે, સર્વજ્ઞ વચનમાં જેને રસ પડ્યો છે, તેને એ રસાનુભવમાં ભાઈ, ભાંડુ, કુટુંબ, જીવન એમાંનું કોઈપણ આડે આવી શકતું જ નથી, અને તે બધાને ભોગે પણ પોતાનો તે રસાસ્વાદ ચાલુ જ રાખે છે! સમ્યગ્દષ્ટિ સ્ત્રીઓએ પુરુષોના
દબાણથી અથવા તો તેની સગવડ સાચવવા ખાતર પણ સમ્યગ્દષ્ટિપણાનો અથવા તો ધર્મનો ત્યાગ કરવાનો જ નથી. એ વસ્તુ તો તેમણે પણ ઘણી જ ઉત્કૃષ્ટતાથી જાળવવાની જ છે. જ્યાં ધર્મ અને પતિ પ્રત્યેની ફરજો સામ સામે મૂકાય છે ત્યાં ધર્મને પસંદ કરવો એ જ ઈષ્ટ છે. ધારો કે એક હિંદુ સ્ત્રી છે અને તેનો ધણી પણ હિંદુ છે. આ જોડા વચ્ચે બહુ પ્રેમ છે, જરાય ખટરાગ નથી. સ્ત્રી પતિની આજ્ઞામાં રહે છે અને સ્ત્રીની સંપૂર્ણ સુખ સગવડો પતિ સાચવે છે! આ પતિપત્નીમાંથી પતિ વટલીને મુસલમાન થાય અને પોતાની સ્ત્રીને પણ વટલીને મુસલમાન થવાની આજ્ઞા આપે, તો તે વખતે પતિનો હુકમ માનીને સ્ત્રીએ પણ વટલી જવું એ શું ધર્મ છે? એ ધર્મ નથી, પરંતુ શેતાનીયત છે, આ સંયોગમાં સ્ત્રીની ફરજ છે કે તેણે પતિ તરફનો પ્રેમ છોડી દઈને ધર્મ ન બદલતાં પોતાના ધર્મને જ વળગી રહેવું જોઈએ. એજ પ્રમાણે સમકિતદૃષ્ટિઓએ પોતાના સમકિતની રક્ષા પણ અસ્ખલિતપણે અને અભંગરીતે કરવાની છે. ધર્મનું મૂલ્ય બધે સમાન
ધર્મનું મૂલ્ય ચોથે ગુણસ્થાનકે હોય છે, તે જ ચૌદમે ગુણસ્થાનકે પણ હોય છે અને ચોથાથી