________________
૪૭૬
૭
८
2
શ્રી સિદ્ધચક્ર
જાય જાળાનુસાર એ તર્કને આશ્રયી ગણ્યું હોય જો સર્વથા તે પ્રકૃતિઓને પુણ્યરૂપે માની હોત તો તેને ઘાતિકર્મમાં ગણત નહિં અને તે ઘાતિના ક્ષયે કેવલજ્ઞાન થવાનું કહેત નહિં. તપનો પેટાભેદ જે પ્રાયશ્ચિત્ત નામનો છે તે પ્રાયશ્ચિત્તના દશ ભેદોમાં પારાંચિકમાં પણ અનુપસ્થાપન અનવસ્થાપ્યની માફક છે અને તેથી એકઠા કહે અથવા પ્રથમ સંહનનવાલાને જ તે હોય છે અને તે તે વખતે વ્યુચ્છેદ થયું હતું અથવા તે આચાર્યને જ હોય છે માટે તે ન કહ્યું હોય. પણ આવા ભેદના વૈચિત્ર્યથી મતભેદ ન મનાય. પ્રજ્ઞાપનાના પ્રથમપદમાં તથા ઠાણાંગમાં સરાગ સમ્યગ્દર્શન અને વીતરાગ સમ્યગ્દર્શન વગેરે સમ્યગ્દર્શનના ભેદો જાણનારા પ્રાણિયો સમ્યગ્દર્શન અને સમ્યગ્દષ્ટિના ભેદો દેખી ભિન્નતા ગણી શકે નહિં.
અંતરદ્વીપને માટે યુગલીયાઓને આશ્રયીને છપ્પન હોય તેને આધારે ભાષ્યની પ્રતિનો બગાડો માન્યો. બાકી કોઈક વાચનાની અપેક્ષાએ બીજા પણ એવા ગૌતમાદિ દ્વીપો સામેલ કરી છન્નુ અન્તર દ્વીપો લેવાત તેમાં બાધ ન આવત. ચંદ્ર સૂર્ય માગાદિ તીર્થો આદિના દ્વીપો પણ લવણ સમુદ્રમાં નથી એમ તો નથી. પણ તેવા વિવક્ષા ભેદથી કંઈ મતનું જુદાપણું મનાય નહિ. ૧૦ હાડકાના બંધારણની અપેક્ષાએ અર્ધવજ્રર્ષભનારાચ ન હોય, તો પણ શાસ્ત્રોમાં કેટલીક જગા પર શક્તિને સંહનન ગણે છે તે અપેક્ષાએ લે. એટલાથી જુદાપણું ન થાય. શું કોઈક અપેક્ષાએ રાત્રિભોજન વિરમણને કોઈક મહાવ્રત કહે તેથી તે જુદામત ના થાય. પાંચ પર્યાપ્તિઓ તો ભાષા અને મનની પર્યાપ્તિને એક ગણીને ભગવતીજી આદિમાં પણ સ્થાને સ્થાને છે. પરા પશ્યતી મધ્યમાં
ન
ઓગષ્ટ-૧૯૩૭
અને વિખરીના ભેદોને વિચારતાં તર્કાનુસારીને
માટે એ અયોગ્ય ન ગણાય. ૧૧ આઠમી, નવમી અને દશમી ભિક્ષુપ્રતિમા સાત સાત રાત્રિદિવસની સ્વયં પ્રમાણવાલી છે, પણ લાગલાગટ વ્હેવાથી સાતમે, ચૌદમે અને એકવીસમે દિવસે પૂરી થાય માટે તે પ્રમાણ કહેવાથી વિરોધ નથી. ૧૨ પુલાકાદિનિગ્રંથો માટે તો શ્રી ઉત્તરાધ્યયન અને ભગવતીજી આદિમાં મતાંતરો છે. તેથી શું તેઓ ભિન્ન સંપ્રદાયવાળા હતા એમ કહેવાય ?
૧૩ દિગંબરના મૂલપુરૂષ જંગલમાં ચાલ્યા ગયા. નાગા રહ્યા એટલે પરંપરાના બીજા આગમોને ન પામ્યા અને તેથી તત્ત્વાર્થ જેવા નાના ગ્રંથને તેઓએ પોતાની માન્યતાથી વિરુદ્ધ છતાં અપનાવ્યો અને શ્રી જિનેશ્વરના વચનોનો તેઓને લાભ મળ્યો, તેથી સર્વથા વ્યુચ્છેદ માન્યો. તત્ત્વાર્થકાર મહારાજ શ્વેતામ્બર જ છે અને શ્રી તત્ત્વાર્થ સૂત્ર શ્વેતામ્બર શાસ્ત્ર જ છે એ હકીકત વિસ્તારથી જાણવી હોય તો તત્વાર્થકર્દમીમાંસા નામની ચોપડી જોવી.
૧૪ વશાધ્યાયપિિચ્છન્ને એ શ્લોક દિગંબરોની માન્યતાનો છે. કારણ કે તેઓને શ્રી જિનાગમનો વ્યુચ્છેદ માનવાનો હોવાથી સ્વાધ્યાયમાં આગમવચનો રહ્યાં નહિં. ૧૫ ગંધહસ્તિનામના કોઈક આચાર્ય થયા હોય એમ ન માનતાં વિશિષ્ટસામર્થ્યવાળા આચાર્યને તે ઉપનામ હોય એટલે તત્ત્વાર્થ ભાષ્યકાર, શ્રી સિદ્ધસેન દિવાકર, આચારાંગના પૂર્વવૃત્તિકાર, સૂયડાંગના પૂર્વવૃત્તિકાર વગેરેને તે વિશેષણ લાગુ થવામાં અડચણ નથી.
૧૬ મહોપાધ્યાય શ્રીધર્મસાગરજી संभाव्यते એમ કહી સંભાવનામાત્ર જણાવે છે, દીક્ષાગુરુ-વાચના ગુરુ કરતાં આચાર્યગુરુ જુદા હોવાનું અસંભવિત નથી. જેમ શ્રી ધર્મસાગરજીને માટે જ પ્રતિબોધક ગુરુ