________________
યંગમેન્સ જૈન સોસાયટીના વિસર્જન કે અસહકારની
આવશ્યકતા
જૈન જનતા સારી રીતે જાણે છે કે જૈન સોસાયટીની સ્થાપના અને વૃદ્ધિ કોઈપણ ગચ્છમત કે સંઘડાના પક્ષકાર સિવાય કેવલ શાસનની સેવા કરવાની ધારણાથી કરવામાં આવી હતી અને સોસાયટી દરેક વખતે શાસનની ધગશની બૂમો મારતી હતી અને તે જ ધગશના રાગને લીધે શાસનના અનુરાગીઓ તેને પોષણ અને સહકાર આપતા હતા પણ એ સોસાયટીના સુકાનીઓએ અનેક કાર્યો કેવલ એક સંઘાડાના નહીં પણ એક વ્યક્તિના જ પક્ષપાતને અનુસરીને કર્યાં અને તે કારણથી શાસનના અનુરાગી અનેક મહાશયોને સોસાયટીમાં શાસનની ધગશ ઘણી જ ઓછી છે, અલબત્ત તેઓને શાસનની ધગશ નથી પણ માત્ર વ્યક્તિના દ્રષ્ટિ રાગની જ ધગશ છે, એમ ચોકખે ચોકખું જ્યન્તિ સંમેલનનો પ્રસંગ વડોદરા પ્રકરણ, ઇડરસંમેલન, ભોયણી કમીટિ જામનગરની દેશિવરતિનો પ્રસંગ અને રવિવારની સંવચ્છરીના પ્રસંગથી ચોકખે ચોકખું દ્રષ્ટિરાગીપણું સાબીત થઈ ગયેલું હતું છતાં તે બધા પ્રસંગોમાં પક્ષના પોષણને અંગે શાસનને ધક્કો પહોંચવા જેવું તેવું ન હોવાથી સાચા શાસન પ્રેમીઓએ તે જોયા કર્યું તો તે જુદી વાત છે પણ વર્તમાનમાં ખંભાતનો જે પ્રસંગ ઉભો થયો છે તેમાં ખંભાતની સોસાયટીના મંત્રીઓએ ખંભાતની સોસાયટીના મંત્રીઓના નામે જ એક હેન્ડબીલ બહાર પાડ્યું છે અને તે જ હેન્ડબીલમાં મુંબઈ, અમદાવાદ, પાટણ વિગેરે શહેરોની સોસાયટીઓને પોતાની સાથે સંડોવી છે તે ઉપરથી જો તે મુંબઈ વિગેરે શહેરોની સોસાયટી અથવા તેના સભ્યોને એક અંશે પણ શાસનની લાગણી હોય તો તેઓને માટે બીજો રસ્તો છે કહો તો પોતાની હુંફથી થતા આવા અનર્થોને રોકવા માટે સોસાયટી સંસ્થાનું વિસર્જન કરે અથવા તો ખંભાતની સોસાયટીની તે હૂંફને જાહેર રીતે તોડી નાખી પોતાનું શોધન કરે આ બેમાંથી એક પણ રસ્તો જો મુંબઈ વિગેરે શહેરોની સોસાયટી નહીં લે તો આ શાસનની હેલનાનું કલંક એકલી ખંભાતની સોસાયટીને માથે નહીં રહેતાં સર્વ સોસાયટીઓના માથે આવશે અને સાચા શાસન પ્રેમી મનુષ્યો એમ માનશે તો તે સાચું ગણાશે કે મુંબઈ વિગેરે શહેરોની સોસાયટીઓ જ દોરી સંચાર કરીને જ ખંભાતની સોસાયટી પાસે આ કાર્ય કરાવે છે, ખંભાતની સોસાયટીવાળાઓ જો શાસનની કંઈપણ કિંમત જાણતા હો તો તેઓ પહેલી તકે પોતાનું હેન્ડબીલ વ્યક્તિગત છે એમ જાહેર કરવું જોઈએ, ખંભાતની સોસાયટીવાળાઓએ નીચેની બિનાઓ ઉપર ધ્યાન આપવું જરૂરી છે.
૧ ખંભાતની સોસાયટી શું ચાર પાંચ માસ માટે એક નાનું મકાન ભાડે રાખીને સાધ્વીને રહેવાની સગવડ કરી શકે તેટલી સ્થિતિ નથી ધરાવતી ?
૨ કહેવા પ્રમાણે ઉપાશ્રયમાં રહેતી પાંત્રીસ સાધ્વીઓની બીજે સગવડ થઈ શકી. તો આ એક જ સાધ્વીની સગવડ નહીં થવાનું કારણ તટસ્થપણે તપાસ્યું ?
૩
સાધ્વીને ઓટલે બેસતી અટકાવવા માટે શું સોસાયટીનું સામર્થ્ય નહોતું ? (જુઓ ટાઈટલ પાનું ૩ જું)