________________
૪૧૪ શ્રી સિદ્ધચક્ર
જુન ૧૯૩૭ શાસ્ત્ર મુજબ વ્યાજબી છે એમ પુરવાર કરવાને સાચી રીતિએ શક્તિમાન નીવડ્યા નથી. આમ છતાં તમે દર્શાવો છો કે તમે ગુરૂવારી સંવચ્છરી શાસ્ત્રથી વ્યાજબી પુરવાર કરવા તૈયાર છો તો એજ જણાવવાનું કે એટલા માટે પણ આપે શાસ્ત્રાર્થનો આ અવસર સ્થળના નામે નહીં ગુમાવવો જોઈએ.
તમે એક તરફ સુરત જવાની અને બીજી તરફ અમદાવાદ નહીં આવવાની વાતો કરો છો, એ વિચિત્ર દેખાય છે. સુરત જવા તમો નીકળો તોય વરસાદ વિગેરેના કારણે પહોંચી શકો નહીં તેથી શાસ્ત્રાર્થની વાત આપો આપ રઝળી જાય અને તમો જાણો છો કે મારાથી અમદાવાદ છોડી શકાય તેમ નથી. તે છતાંય અમદાવાદની ના પાડી ચોટીલાની આજુબાજુ આવવાની આપ માગણી કરો છો આ બધાનો અર્થ એજ થઈ શકે કે તમે મારી સાથે શાસ્ત્રાર્થ કરવા માંગતા નથી.
હજું પણ હું જણાવું છું કે જો તમને તમારી માન્યતામાં સાચો વિશ્વાસ હોય અને શાસ્ત્રાર્થ કરવાની તૈયારી દેખાવની નહિ, પણ વાસ્તવિક હોય, તેમજ જૈન સમાજનાં સત્યના પ્રવર્તન દ્વારા શાન્તિ સ્થાપવાની ઈચ્છા હોય તો મહેરબાની કરીને મારા અનિવાર્ય સંયોગો ધ્યાનમાં લઈ અમદાવાદની ના પાડવાનું હજુંય માંડીવાળો અને રવિવારે સંવત્સરી પક્ષનું પ્રતિનિધિત્વ પ્રાપ્ત કરીને બનતી ત્વરાએ અમદાવાદ પધારો.
ચોમાસુ નજદીક આવે છે, વરસાદ દેખાવ દઈ ચૂક્યો છે, અને વિલંબ કરવાથી શાસ્ત્રાર્થ અશક્ય બનશે, માટે હવે નકામી વાતો કરીને સમય ન ગુમાવવાની હું ભલામણ કરું છું.
તમે જણાવો છો તેમ તમે જો સુરત જતા હો તો તમે અમદાવાદ આવો એવો મારો આગ્રહ જ નથી, પણ તમારું સુરત જવાનું આવી રીતિએ પડતું મૂકાય તો ઉપર જણાવ્યા મુજબ અમદાવાદ પધારવાની મારી વિનંતિ છે.
જીવાભાઈ શેઠે તા. ૧૭મીના પત્રમાં તમે જણાવો છો તેવી વાત લખી હોય તો પણ તે અમને રૂબરૂ મળ્યા પહેલાં જ લખેલી છે. સંઘવી નગીનદાસ કરમચંદ, ગીરધરલાલ છોટાલાલ અને જીવતલાલ પ્રતાપશી વિગેરે ગૃહસ્થો અમને તા. ૨૧મીએ મળ્યા હતા, એટલે હું યોગમાં છું તેવી ખબર તેમને તા. ૧૭મીએ ન હોય તે શક્ય છે.
એગ્રીમેન્ટ ઉપર અમોએ સહીઓ કરતાં પહેલાં જે શબ્દો નગીનદાસ વિગેરેને કહેલા તે મેં ગયા તારમાં જણાવ્યા છે તેથી તમારું તે વિષેનું બહાનું પણ વ્યાજબી નથી.
તમને જણાવો છો તેવી કમીટિની વાત પણ નગીનભાઈ, ગીરધરભાઈ કે જીવાભાઈએ એ ત્રણેમાંથી કોઈએ અમને સહી કરાવવા આવ્યા ત્યારે કરી જ નહોતી.
બંને પક્ષે સરખા મતાધિકારવાળી અને શાસ્ત્રાર્થ કરનાર બંને પ્રતિનિધિઓની સંમતિથી નીમાયેલી કમીટીના સાથે મળીને બંને પ્રતિનિધિઓ પંચો તથા સરપંચ નીમે તે જ ન્યાયી ગણાય.
શાસ્ત્રાર્થ કરવાને માટે આચાર્ય શ્રી વિજયનેમિસૂરિજી જામનગરથી જામવંથલી સુધી વિહાર કરીને આવ્યા એવી વાતો વર્તમાનપત્રોમાં પ્રગટ કરાવો છો અને બીજી તરફ મેં તમને તારા કર્યો તેવો શાસ્ત્રાર્થના