SearchBrowseAboutContactDonate
Page Preview
Page 492
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી સિદ્ધચક્ર ૩૯૬ આપવાના નિષધને અંગે સાધ્વીઓને પણ આલોયણ આચાર્યાદિકસાધુઓ પાસે જ હોય છે. પ્રશ્ન ૯૨ ૨-આર્યસિંહગિરિજીના શિષ્યો ગણાવતાં શ્રીવજસ્વામીને આર્યસમિતિ કરતાં પહેલા કેમ કહ્યાં? સમાધાન - આર્યસમિતિસૂરિજી તો શ્રી વજસ્વામીના અર્પણ પહેલાના દીક્ષિત હોવાથી મોટા જ છે. પણ ધનગિરિજી મહારાજના સાહચર્યથી શ્રી વજસ્વામીજીને બીજે નંબરે લીધા છે. પણ આગળ પરંપરા ચલાવતાં આર્યસમિતિજીની બ્રહ્મટ્ઠીપિકા શાખા પહેલી લઈ પછી વજસ્વામીની શાખા લીધી છે તે ધ્યાન બ્હાર જવા દેવું નહિં. પ્રશ્ન ૯૨૨ - શ્રી વજસ્વામીજીને પુરીના શ્રાવકોએ ચૈત્યપૂજા જ મહાન ધર્મોના અંગો છે માનીને પુષ્પ લાવવા વિનંતી કરી છે ? સમાધાન - પુરીના શ્રાવકો જિનોક્ત ધર્મના સર્વ અંગોને અંગ તરીકે માનતા હતા. પરંતુ બૌદ્ધોએ પોતાના ધર્મનો રાજા હોવાથી ઈર્ષ્યાને લીધે ફૂલો રોકાવ્યાં હતાં. યાવત્ પર્યુષણસરખા દેવતાના અનુકરણથી પણ મહાપૂજા કરવાના દિવસો છતાં પુષ્પ ન મળવાથી શાસનહેલના ગણી તે હેલના ટાળવા શ્રી વજસ્વામીને વિનંતી કરી અને તેથી કમને પણ શ્રી વજસ્વામીને પુષ્પો લાવવાનું મન થયું અને તેથી જ નિર્યુક્તિકાર અન્ય શાસનની અવહેલના અને શાસનની પ્રભાવનાના મુદ્દા જણાવે છે. પણ પૂજાનો મુદ્દો જણાવતા નથી. આલંબન લે તો પણ તે કૂરગણ્યું છે. પ્રશ્ન ૯૨૩ શ્રી વજસ્વામીજી સુધી મુનિઓ પ્રાયેવનમાં રહેતા હતા એમ ખરૂં ? સમાધાન-જયંતીનું પ્રથમ શય્યાતરીપણું સુસ્થિતઆચાર્યનું કલ્પકને ત્યાં રહેવું આર્યસુહસ્તિનું યાનશાલામાં રહેવું. બ્રહ્મચર્યની નવવાડો આચારાંગ અને દશવૈકાલિકમાં શબ્દરૂપાદિથી વસતિની જુન ૧૯૩૭ પ્રતિબદ્ધતા વસતિના અનતિક્રાંતા દિ ભેદો આદિને જાણનારો તેમ ન માને. કથંચિત્ વનવાસની તો ના નહિં. પ્રશ્ન ૯૨૪ - શ્રી નન્દીસૂત્રને રચનારા કોણ ? શ્રી દેવવાચકજી કે શ્રી દેવર્ધિગણિક્ષમાશ્રમણજી ? સમાધાન શ્રી નન્દીસૂત્રને ઉદ્ધારનારા શ્રી દેવવાચકજી છે તેમના ગુરૂનું નામ શ્રી દુષ્યગણીજી છે અને તેઓ આર્યમહાગિરીજીની પરંપરામાં છે અને શ્રી દેવર્ધિગણિક્ષમાશ્રમણજી તો સાંડિલ્યગણીના શિષ્ય છે અને શ્રી આર્યસુહસ્તિસૂરિજીની પરંપરામાં છે. એમ નન્દીસૂત્ર અને કલ્પસૂત્રમાં સ્પષ્ટ છે સર્વસૂત્રોના લેખનદ્વારા ઉદ્ધારક હોવાથી શ્રી દેવર્ધિજીને નન્દીના કર્તા કહે તો જુદી વાત. પ્રશ્ન ૯૨૫ - કેટલેક સ્થાને ચંદ્રકુલ એમ લખાય છે અને કેટલેક સ્થાને ચંદ્રગચ્છ એમ લખાય છે તેનું કારણ શું ? સમાધાન - એક આચાર્યની સંતતિને કુલ અને સાપેક્ષ કુલોનો સમુદાય ગણ અને ગણનો સમુદાય તે સંઘ કહેવાય, એવું શાસ્ત્રીય વચન વિચારતા જણાશે કે અમુક પરંપરાની અપેક્ષાએ ચંદ્રકુલ હોય અને જ્યારે તેમાંથી બીજા ગચ્છોના ભેદ જુદા નીકળ્યા હોય ત્યારે તે જ ચંદ્રકુલવાળાને જ ચંદ્રગચ્છ (ગણ) લખવાનું થાય. ગચ્છ શબ્દનું મૂલ વડગચ્છ પછીનું જણાય છે. આર્યરક્ષિતજીની ઉંમર દીક્ષાની પ્રશ્ન ૯૨૬ - વખતે કેટલી ? સમાધાન - શ્રી પંચકલ્પચૂર્ણિમા સોળ વર્ષ પછી શૈક્ષનિષ્ફટિકા નામનો દોષ માબાપની રજા ન હોય તો પણ નથી લાગતો એમ જણાવીને શ્રી જણાવે છે તેથી તેમની દીક્ષા વખતે ઉંમર સોળની આર્યરક્ષિતસૂરિજીની દીક્ષા શૈક્ષનિષ્ફટિકાવાળી અંદર જ હોય, અને યુગપ્રધાનગંડિકામાં તેમનો ગૃહસ્થપર્યાય અડચારસ (બાર) વર્ષનો લખેલો જ છે, કેટલીક જગાએ બાવીસ વર્ષનો ગૃહસ્થપર્યાય
SR No.520955
Book TitleSiddhachakra Varsh 05 - Pakshik From 1936 to 1937
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages740
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy