________________
પરમપવિત્ર પરમેષ્ઠિપદોનો અનુક્રમ
જગતમાં ગણિતના હિસાબે સંખ્યા એક સરખી હોય છતાં તેના અનુક્રમ ઉપર જ ગણિતનો આધાર રહે છે. શરૂઆતમાં જેમ બાર અને એકવીશમાં બંન્ને અંક એક સરખા છતાં જો અનુક્રમમાં ફેર પડે છે તો નવનો ફરક પડી જાય છે. યાવત્ સોની અંદરની સંખ્યામાં ઓગણીશ અને એકાણુંની સંખ્યાના આંકડા સરખા છતાં સંખ્યામાં કેવો મોટો ફરક પડે છે ? એ હકીકત કોઈપણ સુજ્ઞની જાણ બહાર નથી. એવી રીતે ૧૯૯ અને ૯૯૧, ૧૯૯૯ અને ૯૧૯૯ વગેરેની સંખ્યામાં પણ અનુક્રમ જાળવવામાં અને નહિ જાળવવામાં કેટલો બધો ફેર પડે છે તે જ સમજી શકાય તેમ છે. આવી રીતે અંકમાં જેમ અનુક્રમની નિયમિતતા છે તેવી રીતે પરમપવિત્ર પંચપરમેષ્ઠિમાં પણ અનુક્રમની નિયમિતતા અનાવશ્યક નથી પણ અત્યંત ઉપયોગી છે. જો કે અનાનુપૂર્વમાં ક્રમની અનિયમિતતા થાય છે. પણ જો ક્રમનું નિયમિતપણું ન હોય તો પૂર્વાનુપૂર્વી અને પશ્ચાનુપૂર્વી બને જ નહિં અને જો પૂર્વાનુપૂર્વી અને પશ્ચાનુપૂર્વી ન બને તો પછી અનાનુપૂર્વી હોય જ ક્યાંથી ? ધ્યાન રાખવાની જરૂર છે કે શાસ્ત્રકારમહારાજાઓ જ્યાં પૂર્વાનુપૂર્વી હોય ત્યાં જ પશ્ચાનુપૂર્વી પણ માને છે અને જ્યાં પૂર્વાનુપૂર્વી અને પશ્ચાનુપૂર્વી હોય ત્યાં જ અનાનુપૂર્વીની હયાતી માને છે. જ્યાં અનાનુપૂર્વી હોય ત્યાં પૂર્વાનુપૂર્વી અને પદ્માનુપૂર્વી હોવી જોઈએ. અને પૂર્વાનુપૂર્વી તથા પદ્માનુપૂર્વી ન હોય તેને શાસ્ત્રકારો અનાનુપૂર્વી કહેતા નથી પણ અવક્તવ્ય જ કહે છે. એ ઉપરથી સ્પષ્ટ થયું છે કે પંચપરમેષ્ઠિને અનાનુપૂર્વીથી ગણાય છે, છતાં તેમાં આધારરૂપ તો પૂર્વાનુપૂર્વી જ છે. અને પૂર્વાનુપૂર્વી ત્યાં જ હોય કે જ્યાં અનુક્રમનું નિયતપણું હોય. જૈનજનતામાં પાંચ પરમેષ્ઠિનો ક્રમ જાહેર જ છે. પરન્તુ તે અરિહંત સિદ્ધ આચાર્ય ઉપાધ્યાય અને સાધુને નમસ્કારનો જે ક્રમ છે તે જેવો મોક્ષમાર્ગની સાધ્યતાને અંગે ઉપયોગી છે તેવો જ આગળ આગલપદોમાં પાછળ પાછળના પદોની અનુવૃત્તિ માટે પણ ઉપયોગી છે અરિહંતમહારાજા મોક્ષમાર્ગના ઉત્પાદક છે તેથી મોક્ષના અર્થી જીવોને આદ્યમાં નમસ્કાર કરવા યોગ્ય હોય તેમાં આશ્ચર્ય નથી ઋદ્ધિ સમૃદ્ધિ અને કુટુંબકબીલા જગતમાં દૃષ્ટપદાર્થો છે, પણ પ્રથમ નંબરે તે ઋદ્ધિ સમૃદ્ધિ આદિને અર્પણ કરનાર દેવ આદિની આરાધના થાય છે, એવી રીતે મોક્ષમાર્ગ અને મોક્ષની ઇષ્ટતા છતાં ભગવાન અરિહંતની આદિમાં આરાધના થાય એ સ્વાભાવિક છે. આ કારણથી સિદ્ધમહારાજ જો કે સર્વગુણે સંપૂર્ણ છે, છતાં તે સિધ્ધોનો જીવ પણ (જુઓ ટાઈટલ પાનું ૩ જું)