________________
णमो वीयरायाणं
" શ્રી સિદ્ધચક્ર -
अर्हन्तो मोक्षमार्गोद्भवकृत उदितानन्तभावाश्च सिद्धा आचार्याः संघवर्या गणधरगदिताध्यापकाः पाठकाश्च मोक्षाध्वसाधनोत्का मुनय इह सुदृग्बोधचारित्रयुक्तं सेव्यं शश्वत् मुनीनां तप इति शिवदं स्तात् सदा
સિદ્ધર% શ .. વર્ષ ૫
અંક ૧. વિક્રમ સં. ૧૯૯૨ વીર સં. ૨૪૬૨
સન ૧૯૩૬ આશ્વિન પૂર્ણિમા
શુક્રવાર
ઓક્ટોબર ૩૦ અમારું નવું વર્ષ આ પત્ર પોતાનાં ચાર વર્ષ પૂરાં કરીને પાંચમા વર્ષમાં પ્રવેશ કરે છે, અને તે પ્રસંગે અમારા 1 કદરદાન ગ્રાહકો અને સહાયકો ગત વર્ષોની માફક ગ્રાહક અને સહાયક રહીને પત્રની પ્રગતિમાં ફાળો - આપશે એમ ઈચ્છીને અમે જે કહેવા માગીએ છીએ તે એજ છે કે - પત્રોના વ્હોળા ફેલાવાની જરૂર
જૈનજનતામાં માસિકો, પાક્ષિકો અને સાપ્તાહિક પેપરો ઘણાં અને ઘણી જગા પરથી નીકળે છે. જો કે જૈનજનતાની સંખ્યાના હિસાબે તેટલા બધા બહોળા પ્રમાણમાં માસિક વિગેરે પેપરો નીકળતાં નથી એ માનવું ખોટું નથી, પણ જૈનધર્મના માસિક વિગેરે પેપરો વ્યવહારિક વિષયને અગ્રપદ આપવાથી વિમુખ રહે તે સ્વાભાવિક હોઈને કેવળ ધાર્મિક તત્ત્વ, વ્યવહાર કે સમાચારોથી મુખ્યતાએ ભરેલા હોય છે અને તે ધાર્મિક વિષય અને ધાર્મિક તત્ત્વજ્ઞાનનું રસિકપણું જ્યાં જ્યાં પૂજ્ય મુનિ મહારાજાઓના વિહાર અને ચાતુર્માસ આદિ હોય ત્યાં જ તે ધાર્મિક તત્ત્વની જિજ્ઞાસાઆદિ સ્થિતિ લાવવાથી ધર્મના કેન્દ્રસ્થાનોથી જ તે માસિક વિગેરેને પોષણ મળે છે અને તે સ્વાભાવિક જ છે. પત્રોની બાબતમાં ગુજરાતની અનુકરણીયતા
પણ વર્તમાનમાં તેવો કેન્દ્રભૂત પ્રદેશ અન્ય ક્ષેત્રોમાં રહેનારા ભાવિકોની તત્ત્વરસિકતાની ખામી • આદિ કોઈપણ કારણથી માત્ર ગુજરાતનો છે અને અન્ય દેશમાં નીકળતા જૈનપેપરો એ મુખ્યતાએ | ગુજરાત ઉપર જ વધારે આધાર રાખે છે, અને તેથી જૈનજનતામાં સર્વ ભાષા બોલનારી સર્વ દેશની