SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ यः सद् बाह्यमनित्यं च क्षेत्रेषु न वपेद् धनम् । कथं वराकश्चारित्रं, दुश्चरं स समाचरेत् ॥१ ॥ કલિકાલસર્વજ્ઞ ભગવાન હેમચંદ્રાચાર્ય Regd. No. 3047 શબ્દાર્થ - જે મનુષ્યો જગતમાંથી ઉદ્યમદ્વારાએ મેળવી શકાય ઉદ્યમહારાએ વધારી શકાય ન હોય તો નવેસર પણ આવે એવું ધન છતાં જો સર્વજ્ઞ ભગવાન અને તેઓના શાસનરૂપ સાતક્ષેત્રમાં ખરચવા દ્વારા વાવશે નહિં તો તે બિચારો રાંક ચારિત્ર શી રીતે આચરશે અને પાળશે. ભાવાર્થ - વળી જે મનુષ્ય આત્માથી દૂર રહેનાર એટલું જ નહિં, પણ આત્માનીસાથે વળગેલા શરીરથી પણ દૂર રહેનાર એવા ધનને આત્માના ઉદય અને મોક્ષની યુક્તિ માટે નહિં વાપરે તે વરાક ચારિત્રને કેમ આચરશે અને આદરથી પાળશે ? તેમજ જે મનુષ્ય ધનની આવી સ્થિતિ સમજે છે કે તે ધન આ જન્મમાં અનેક વખત આવી મળે છે અને અનેક વખત જાય પણ છે અર્થાત્ લક્ષાધિપતિ હંમેશાં લક્ષાધિપતિપણે રહેતા નથી, તેમ દરિદ્રો પણ હંમેશાં દરિદ્રપણે રહેતા નથી. લાખો લક્ષાધિપતિઓ અંતરાયાના ઉદયે કંગાલ થઇ જાય છે અને લાખો દરિદ્રો અંતરાયના ક્ષયોપશમને લીધે લક્ષાધિપતિ અને કોટયાધિપતિ થાય છે. વળી લાખો મનુષ્યો એવા છે કે જેઓ પહેલાં લક્ષાધિપતિ હતા અને હવે કોટયાધિપતિ થયા છે. કોઇ એવા પણ મનુષ્યો છે કે જેઓ પહેલાં કોટીપતિ હતા અને હમણાં લક્ષાધિપતિ છે. એવી રીતે લક્ષાધિપતિ લોકો કોટીપતિ અને હજારપતિ બને છે અને હજારપતિઓ લક્ષાધિપતિ અને કોટીપતિઓ બને છે. એવી સંસારમાં ધનની વિચિત્રતા દેખીને તે ધનની અનિત્યતા તરફ એક અંશે પણ શંકા ન થાય તેમ છતાં એવા અનિત્યસિદ્ધ થયેલા ધનને પણ જેઓ શાશ્વત સુખમય અને નિત્ય અવ્યાબાધ એવા મોક્ષના સાધનભૂત પાત્રમાં ન ખરચે તે રાંકડો ચારિત્ર શી રીતે ગ્રહણ કરશે અને પાળશે ? બીજી બાજુ વિચારીયે તો મનુષ્ય જ્યાં સુધી મોક્ષના પરમધ્યેયને પહોંચ્યો નથી તેમજ શ્રી નિગ્રંથ પ્રવચનને છોડીને આખું જગત અને આખા જગતની સર્વવસ્તુ ભયંકર અનર્થરૂપ છે એવી ધારણાવાળો થયો નથી. અર્થાત્ જેમ ઉત્તમ પુરૂષ કે જેઓ સમ્યક્ત્વાદિને પામેલા છે અને જેઓના આત્મામાં મોક્ષની ઈચ્છા જ અસ્થિમજ્જાએ વ્યાપી રહી છે અને કૈવલ મોક્ષને માટે જ ઉદ્દેશ છે અને મોક્ષ સિવાય જેઓને સ્વપ્ને પણ અન્ય ઇચ્છા થતી નથી અને જે ભાગ્યશાળીઓ માટે જ શાસ્ત્રકારોનું ફરમાન છે કે મોવું મોત્તૂળ ન ઋિષિ પત્થરૂ અર્થાત્ મોક્ષ સિવાય કોઇપણ ચીજની એ સમ્યકત્વાદિવાળાને ઇચ્છા હોય જ નહિં. વળી જે મહાપુરૂષોને માટે ચક્રવર્તી અને દેવેન્દ્રાદિની સ્થિતિઓ પણ વિરસપણું ચોકખે ચોખ્ખું દેખાડી રહી છે તે ઉત્તમપુરૂષોથી ઉતરતા નંબરના જેઓ વિમધ્યમ પુરૂષો કે મધ્યમપુરૂષો છે, જેઓને અનુબંધ વિનાનું ઉત્તમોત્તમ પુરૂષ જેવું કર્મ કરવાનું થતું નથી. તેમ કેવલ કુશલાનુંબંધવાળું છે જે ઉત્તમપુરૂષોનું કર્મ તે પણ કરવામાં આવતું નથી. પણ જેઓ કુટુંબકબીલા અને ધનમાલના સુખની ઇચ્છા આ ભવને જુઓ ટાઇટલ પાનું ૩
SR No.520955
Book TitleSiddhachakra Varsh 05 - Pakshik From 1936 to 1937
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages740
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy