SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૧ • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • શ્રી સિદ્ધચક્ર તા. ૨૮-૧૧-૧૯૩૬ - ગતાંક પાના ૫૪ થી ચાલુ - વળી ભરત મહારાજઆદિકના કથંચિત્ બનેલા બનાવો પણ પૂર્વભવના વિધિપૂર્વક થયેલા દીક્ષાના પ્રભાવથી જ છે. એમ જિનેશ્વરો કહે છે, અને પહેલા ભવની દીક્ષા સિવાય ભવાંતરમાં વગર વિધિએ ભાવ આવવા તે બનતું જ નથી, માટે દીક્ષાનો આ વિધિ કરેલો છે, અને તે સર્વ મુમુક્ષુઓને આદરવાલાયક છે. “ગૃહસ્થપણું ઉત્તમ માનનારાની માન્યતા અને તેનો ઉત્તર જણાવે છે : अण्णे १८०, बहु १८१, चतं १८२, सुह १८३, तम्हा १८४, किं १८५, जइ १८६, गेहा १८७, जो १८८, एसो १८९, कइया १९०, इ. १९१, दीणो १९२, संते १९३, परि १९४, जं १९५, कंखि १९६, मुत्ती १९७, जस्सि १९८, पढमं १९९, भणि २००, तेण २०१, लेसा २०२, तम्हा २०३, नय २०४, आरंभ २०५, तम्हा २०६, केइ २०७, चइऊ २०८, अवगासो २०९, तव २१०, वाहि २११, इअ २१२, णय २१३, सो हु २१४, देहे २१५, तत्थ २१६, चारि २१७, भिक्खं २१८, ईसिं २१९, चई २२०, एए २२१, मुत्तू २२२, तेण २२३, राया २२४, गिहि २२५, गुरू २२६, पर २२७ કેટલાકો કહે છે કે પાપના ઉદયથી સાધુઓ ઘર છોડે છે, અને પહેલા ભવમાં દાન નથી દીધાં, તેથી ઠંડા પાણી વિગેરેનો ઉપયોગ છોડે છે. જેમ ઘણા દુઃખે મેળવેલો પૈસો નિર્ભાગીયોનો નાશ પામે છે તેવી રીતે પુણ્યથી પ્રાપ્ત થયેલો ઘરવાસ પાપવાળાઓનો નાશ પામે છે. ઘરવાસ છોડ્યા પછી ઘરવગરનો, તરસ્યો, ભૂખ્યો ફરે તે પાપનો ઉદય કેમ નહિ કહેવાય? શુભધ્યાનથી ધર્મ થાય છે, અને તે શુભધ્યાન સાધનહીનને ક્યાંથી હોય ? વળી શુભધ્યાનને મદદ કરનાર પણ સાધન તે સાધુ પાસે હોતાં નથી, માટે ગૃહાશ્રમમાં લીન, સંતુષ્ટ મનવાળો, આકુલતા વગરનો, બુદ્ધિમાન, પરોપકાર કરવાવાળો, અને મધ્યસ્થ એવો જે ગૃહસ્થ તે જ ધર્મ કરી શકે. આ પક્ષનો ઉત્તર કહે છે : પાપનું સ્વરૂપ શું છે? તેમજ પુણ્યનું સ્વરૂપ શું? વાદી જણાવે છે કે મલિનપણે જે ભોગવાય તે પાપ કહેવાય છે, અને શુભપણે ભોગવાય તે પુણ્ય કહેવાય છે, જો એમ છે તો પછી પૈસો પેદા કરવાને અને કુટુંબના પાલન વિગેરેમાં શું સંકલિષ્ટવેદના થતી નથી ? અથવા સંકલિષ્ટ વેદનાનું સ્વરૂપ શું? કદાચ એમ કહો કે ઘરવિગેરે ન હોવાથી જે વેદના થાય તે સંકલિષ્ટ કહેવાય તો, ઘરવિગેરેની મમતાવાળાને જ તે સંકલિષ્ટવેદના ઘટે, પણ મમતારહિતને તે ઘટે નહિ, વિદ્યમાન કે અવિદ્યમાન એવાં ઘરવિગેરેમાં આર્તધ્યાન રૂપ જે મમત્વભાવ તે જ પાપનો હેતુ છે, એ મલિનવેદનાનું સાચું રૂપ છે, અને તે મમતાભાવ પાપાનુબંધી પુણ્યના જ ઉદયથી વિદ્યમાન એવા ઘરવિગેરેમાં દૃઢપણે થાય છે, તેથી તેવું પુણ્ય પણ પરમાર્થથી પાપ જાણવું, તેમજ ક્યારે કિલ્લો તૈયાર થાય ? મને પ્રતિકુળ કોણ છે ? અથવા પ્રતિકૂળપણું કેમ થયું? એવી અધમચિન્તા તે જ પાપનું કારણ છે, અને એવી ચિન્તાના ઝેરથી ભરાયેલો જીવ વિદ્યમાનવિષયોને પણ ભોગવી શકતો નથી, તો ધર્મ કરવાની વાત તો દૂર જ રહી એવી જ રીતે અવિદ્યમાન ઘર વિગેરેમાં પણ સમજવું. કૃપણ મનુષ્ય લોકોથી નિંદાયેલો, પેટ માત્ર ભરવામાં
SR No.520955
Book TitleSiddhachakra Varsh 05 - Pakshik From 1936 to 1937
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages740
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy