________________
વ્યાખ્યાન એટલે શું ? વ્યાખ્યાન કોણ કરે ? છે જેનજનતામાં વ્યાખ્યાન જેને અપભ્રંશમાં વખાણ કહેવાય છે તે શબ્દ ઘણો જ પ્રસિદ્ધ છે. એ તો જણાવવાની જરૂર જ નથી કે જૈનજનતા ત્યારે જ વ્યાખ્યાનશબ્દ વાપરે છે કે જ્યારે કથન કરનાર ભગવાનની આજ્ઞાને મહત્વ આપનાર અને તે મુજબ વર્તવાવાળો હોય અને કરાતું કથન શ્રીજૈનશાસ્ત્રોનું હોય, પણ જો આવી રીતનું કથન ન હોય તો બીજાના કહેલા કે બીજા રૂપથી કરેલા કથનને તે ભાષણ કે લેકચર શબ્દથી ઓળખે છે અને ઓળખાવે છે.જૈનજનતાની આ રૂઢિને જેઓ યથાર્થ રીતે સમજતા નથી કે સમજે તો પણ પોતાનું રૂઢિઉત્થાપકપણાનું ઉપાડી લીધેલું બિરૂદ સફલ કરવા મથે છે તેઓ ભાષણને વ્યાખ્યાન તરીકે જાહેર કરે છે. આમ કરવાની તેઓની મતલબ વ્યાખ્યાનની રૂઢિથી પરિચિત થયેલા અને તેના સામાન્યપણે અર્થે થયેલા જીવોને ભરમાવવાની છે, પણ તે રૂઢિઉત્થાપકોએ સમજવાની જરૂર છે કે ભગવાન જિનેશ્વરોએ છાંડવા લાયક કહેલ હિંસાદિ જે આશ્રવો તેને છોડનાર તથા સમ્યગ્દર્શનાદિ જે આદરવાલાયક ગણ્યા છે તેને આદરનાર હોવા સાથે ભગવાન જિનેશ્વરોના આગમની મર્યાદાએ સમ્યગ્દર્શનાદિ અને દાનાદિરૂપ ધર્મને નિરૂપણ કરવાનું નામ વિ + આ + ખ્યાન એટલે વ્યાખ્યાન છે અને તેથી જ શાસ્ત્રકાર ભગવાન શ્રીજિનેશ્વર મહારાજાએ નિરૂપણ કરેલા ધર્મની પણ વ્યાખ્યા કરનારનું સ્વરૂપ જણાવતાં અપવાદ ઉત્સર્ગાદિ પદાર્થોને જણાવનાર શ્રીઆચારપ્રકલ્પના ભણેલા અને દીક્ષિત થયાં જેઓને ત્રણ વર્ષ ઓછામાં ઓછાં થયાં હોય તેઓ જ વ્યાખ્યાન કરનાર હોય એમ જણાવે છે. આ ઉપરથી જેઓ શ્રમણનિગ્રંથો પાસે આખા વર્ષમાં કરેલી શ્રીસંઘની પ્રતિકૂળતાને લીધે જતાં શરમાય અને જે વકતાઓનો નહિં કોઈ ધર્મ કે નિયમ નહિં કોઈ વ્રત પચ્ચકખાણ નહિ કોઈ જૈનશાસ્ત્રનો યથાર્થ, અભ્યાસ, એવા અહિં હિંની જેવી તેવી વ્યકિતઓને ભેળી કરી ધર્મવિરોધી બખાળાજ કાઢવાનો ધંધો કરનારા હોય તેવાઓને ભેળા કરી વ્યાખ્યાનથી ૫જમણ ઉજવવા માગે તેઓએ વ્યાખ્યાન અને પૂજષણ એ બન્ને રૂઢિ છે અને તે સારી છે એમ કબુલ કરવું અને પોતે જે તેનું અનુકરણ કરે છે તેમાં ડુબવાનો જ ધંધો કરે છે એમ સમજી ભગવાન જિનેશ્વર મહારાજના માર્ગમાં આવવા તૈયાર થવું હિતાવહ છે.
તા.ક.પદુષણ નામે વ્યાખ્યાન ગોઠવવાવાળા રૂઢિઉત્થાપકોએ આટલા વર્ષોનાં વ્યાખ્યાનોથી દાન શીલ તપ અને ભાવમાંથી કયો ધર્મ વધાર્યો ? અથવા સમ્મદર્શનાદિ કે શ્રીતી દ્વારાદિ કા ક્યાં કર્યા ? અને પોતાના અભિપ્રાય વ્યવહારિક કેળવણી માટે એક જનરલ ફંડ, બેકારીને નાશ કરવાની રચના અથવા બાલાદિ લગ્ન અને નાટક આદિનો નિષેધ જેવું કંઈ પણ કર્યું છે ? હજી પણ એ રસ્તો આખા વર્ષ અને પજુષણ માટે પણ લેવાય તો સારું છે.