________________
શ્રી સિદ્ધચક્ર
૫૩૭
વાદી કે પ્રતિવાદીઓના વકીલો પોતાની દલીલો જો કાયદા છોડીને કરવા માંડે છે તો કોર્ટ તેમનો દલીલો કરવાનો હક્ક રદ કરે છે. આજ કારણથી વાદી તથા પ્રતિવાદી બંનેના વકીલોને કાયદો જાણીને તેને લગતી પરીક્ષા પાસ કરવી પડે છે.
વાદી અને પ્રતિવાદી બંનેના વકીલો કાયદો જાણીને તેની પરીક્ષા પાસ કરે અને સનંદ મેળવે તો જ તેઓ કોર્ટમાં ઉભા રહી શકે છે. વાદીનો વકીલ થયો માટે તે ગમે તેમ કાયદો ભૂલીને પણ દલીલો કરે એ કદી બની શકતું નથી. બંને પક્ષના વકીલો કાયદો પાળવા બંધાયેલા જ છે, તે જ પ્રમાણે જૈનશાસ્ત્રમાં જે પૂર્વપક્ષ કરનારા છે તેઓ પણ જૈનશાસન સાથે બંધાયેલા જ છે. જૈનશાસ્ત્રમાં જે વસ્તુ કહી છે તે બાજુએ રહેવા દઈને જે વાત કરવા માંડે છે તેઓને તર્કાનુસારી જ કહી શકાય. વાદીઓના મુખ્યતાએ પ્રકાર પાડી શકાય. એક તાનુસારી અને બીજા શ્રદ્ધાનુસારી. જેઓ શ્રદ્ધાનુસારી છે તેઓને તો શાસ્ત્રધારે સમજાવી શકાય, પરંતુ જેઓ તર્કાનુસારી છે તેમને તર્કથી જ સમજાવવા પડે છે. તર્કાનુસારી કદાચ એકવાર સિદ્ધાંતથી વિરૂદ્ધ બોલે તો પણ તેને તર્કથી જ સમજાવવો પડે. તેને સમજાવવા માટે શાસ્ત્ર ઉપયોગી થઈ શકતું જ નથી. તેને તો તેની કબુલાતો દ્વારાએ જ સમજાવવાની જરૂર પડે છે.
ભગવાન શ્રીમહાવીરદેવ અને ગણધર શ્રીમાન્ ગૌતમમહારાજા વચ્ચે બનેલો વાદવિવાદનો પ્રસંગ`તમારા ધ્યાનમાં લાવો. ગણધર ભગવાને મહાવીર ભગવાન પાસે શંકા કરી હતી તે વખતે ભગવાન શ્રી મહાવીરદેવે તેમને જૈનશાસ્ત્રોના પ્રમાણો આપીને જ સમજાવ્યા ન હતા પરંતુ તેમને ભગવાન વેદદ્વારાએ સમજાવ્યા હતા. ભગવાને ગૌતમસ્વામીની શંકા ટાળતાં કહ્યું હતું કે હું સર્વજ્ઞ છું અને હું આ તરીકે દેખું છું પરંતુ વેદનો અર્થ
તા. ૩૦-૯-૧૯૩૬
આ પ્રમાણે કરવો જોઈએ અને આવો અર્થ કરીએ તોજ શ્રુતિ અર્થયુક્ત લાગી શકે છે. હવે વિચારી જુઓ કે ભગવાનને આ પ્રમાણે સમજાવવાની શી જરૂર હતી ? શું ભગવાન મહાવીરદેવ વેદાનુસારી જ હતા અથવા તો શું તેઓ વેદ ઉપર જ આધાર રાખનારા હતા ? ના, તો પછી વિચારવાની વાત છે કે એમને વેદ આગળ કરવાની શી જરૂર પડી? વેદનો જે વિધાતા છે તે જૈનાજૈન અને આર્યાનાર્ય શાસ્ત્રો અને મતોનો પાર પામેલો છે તેવો મહાપુરુષ વેદને શા માટે આગળ ધરે છે ? એ ઉપરથી શું તમે એમ માની લેશો કે ભગવાન શ્રીમહાવીર વેદને
આધારે ચાલતા હતા ?
ખૂબ વિચારજો કે સર્વજ્ઞવીતરાગ તીર્થંકર ભગવાન શ્રીમહાવીરદેવ એમને વદને આધારે શા માટે જવું પડ્યું હતું ? વેદને પ્રમાણ માની શકાય નહિ તો પછી ભગવાનને તેને અનુસરવાની શી જરૂર હતી ? વેદની એક ઋચાનો અર્થ અનુકૂળ આવ્યો તે ઉપરથી વેદ ઉપર ઉતરી પડવાની શી જરૂર હતી અને ભગવાનને વેદનો આશ્રય લેવાની પણ શી જરૂર હતી ? આ સઘળાનું કારણ ભગવાન શ્રીગૌતમસ્વામીનું તર્કોનુસારિપણું જ હતું. જે શ્રદ્ધાનુસારી નથી, જે માત્ર તર્કાનુસારી જ છે તેને સમજાવવાને માટે સૌથી પહેલાં તર્કનો રસ્તો લેવો જ પડે છે. તર્કથી તેને સમજાવીને પછી જ તેને શ્રદ્ધાનુસારિપણામાં લાવી શકાય છે. ભગવાન શ્રીમહાવીરદેવના વર્તમાનમાં પણ આ જ વસ્તુ રહેલી છે. તેમણે ભલે વેદાનુસારે અર્થ કર્યો પરંતુ વર્તનમાં વેદાનુસાર અર્થ કરીને પણ જીવ સાબીત કર્યો, સત્ય શું છે તે સાબીત કર્યું અને મિથ્યાપણાને સ્પષ્ટ રીતે દર્શાવી આપ્યું. વેદાનુસાર અર્થ કરીને પણ ભગવાન પોતે કાંઈ સત્ય માર્ગેથી ડગ્યા ન હતાં.
હવે તમે એમ પૂછી શકો કે ગૌતમસ્વામીએ શંકા કરી તેને ભગવાન શ્રીમહાવીરદેવે જવાબ