SearchBrowseAboutContactDonate
Page Preview
Page 644
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી સિદ્ધચક્ર ૫૨૮ અર્થાત્ ભગવાન્ જિનેશ્વરોની જો આદ્યસમ્યક્ત્વ નિસર્ગ ભેદનું થતું હોત અને એવો નિયમ હોત તો ભગવાન્ જિનેશ્વરોને આદ્યસમ્યક્ત્વની પ્રાપ્તિમાં પણ સ્વયંબુદ્ધ કહેવામાં અડચણ ન આવત, પણ તીર્થંકર મહારાજાઓના ચરિત્રને આધારે દરેક તીર્થંકર ભગવાનના જીવોને ગુરુ મહારાજના ઉપદેશથી જ સમ્યક્ત્વની પ્રાપ્તિ થઈ છે અર્થાત્ અધિગમ સમ્યક્ત્વ કે ગુરુ મહરાજના ઉપદેશથી થાય છે તેવા અધિગમ સમ્યક્ત્વનીજ પ્રથમથી પ્રાપ્તિ થઈ છે, માટે અન્ય જીવોને સ્વયંબુદ્ધ કદાચ કહી શકાય, પણ ભગવાન્ જિનેશ્વર મહારાજના જીવોને સ્વયંબુદ્ધ કહી શકાય નહી અને શ્રીહરિભદ્રસૂરિજી શ્રીલલિતવિસ્તરામાં આદ્યસમ્યક્ત્વની પ્રાપ્તિમાં ભગવાનને ગુર્વાદિના યોગે સમ્યક્ત્વ થવાનું સ્પષ્ટપણે કહે છે તો પછી ભગવાન્ જિનેશ્વરોને અંત્ય ભવના ચારિત્રની અપેક્ષાએ સ્વયંબુદ્ધ માનવા એજ વ્યાજબી હોય અને આદ્યસમ્યક્ત્વની અપેક્ષાએ સ્વયંબુદ્ધ ન હોય એમ કેમ ન માનવું ? આવી શંકાના સમાધાનમાં સમજવાનું કે ભગવાન્ કે તીર્થંકરના ભવમાં ચારિત્રની અપેક્ષાએ જે સ્વયંસંબુદ્ધપણું તે નિરૂપરિત છે એમાં કોઈ શંકા નહિ, પણ ભગવાન્ જિનેશ્વરોનું આદ્યસમ્યક્ત્વ જે ગુરુઆદિના યોગે છે અને તેથી આધિગમિક નામનું છે પણ નિસર્ગ નથી એ ચોક્કસ છે, છતાં તે આદ્યમ્યસ આધિગમિક છતાં ભગવાન્ હરિભદ્રસૂરિજી જણાવે છે કે આદ્યસમ્યક્ત્વ વખતે પણ ભગવાન્ જિનેશ્વરો સ્વયંસંબુદ્ધ હોય છે, તો તેમાં વિરોધ કેમ ન આવે ? આવી રીતે વિરોધ જણાવનારે ધ્યાન રાખવું જોઈએ કે ભગવાન્ હરિભદ્રસૂરિજી ભગવાનના આદ્યસમ્યક્ત્વ સમયે સ્વયંસંબુદ્ધપણું જણાવતાં ગુરૂ આદિનો યોગ તો સમ્યક્ત્વના ઉત્પાદનમાં કારણ તરીકે જણાવેજ છે એટલે ભગવાન્ તીર્થંકરના ભવ જેવું તે વખત તા. ૩૦-૯-૧૯૩૬ નિરૂપચરિત સ્વયંસંબુદ્ધપણું નથી, પણ ઉપચારે સ્વયંસંબુદ્ધપણું છે અને નિરૂપચરિત તથા ઉપચરિતપણામાં વિરોધ માનવો એ અક્કલવાલાને શોભતું નથી. અર્થાત્ આદ્યસમ્યક્ત્વની વખતે જો કે ગુરૂ સંયોગાદિ કારણો છે અને તેથી તે આદ્યસમ્યક્ત્વ આધિગમિકજ છે છતાં ત્રિલોકનાથ તીર્થંકરોના જીવોની એટલી બધી ભવિતવ્યતા ભવ્યતા અને ભવસ્થિતિ પરિપક્વ થઈ છે કે જાણે તેઓને બોધ કરવામાં ગુરૂનો પ્રયત્ન છતાં પણ તેની ગૌણતા ગણાઈ અને જીવ સ્વભાવનીજ મુખ્યતા ગણાઈ જેમ કર્મકર્તરિ કે કરણકત્તરિ આદિ પ્રયોગોમાં કર્મ કે કરણની સુકરતાને લીધે કપણે વિવક્ષા કરાય છે તેવી રીતે અહિં પણ જિનેશ્વર મહારાજના જીવોની ઉત્તમતાની વિવક્ષા કરી છે અને એ વાત ધ્યાનમાં લેવાથી ભગવાન્ શ્રીઋષભદેવજીને ધનાસાર્થવાહના ભવમાં માત્ર દાનના અપૂર્વરંગમાં આદ્યસમ્યક્ત્વ પ્રાપ્તિ થઈ તે અને ભગવાન્ મહાવીર મહારાજને નયસારના ભવમાં માર્ગમાં ચાલતાં ચાલતાં માત્ર દીધેલા ધર્મોપદેશથી કે માર્ગ દેખાડવાના પ્રસંગમાં જરાવાર ઝાડ નીચે બેસીને દીધેલ દેશનાના પ્રસ્તાવ માત્રથી જે આદ્યસમ્યકત્વની પ્રાપ્તિ થઈ તેનો સ્ફોટ થઈ જશે. અર્થાત્ એવા મહાનુભાવોને માત્ર અલ્પ પ્રયાસથી જે સમ્યકત્વ પ્રાપ્ત થયું તેથી સમ્યકત્વની દુર્લભતા ઓછી થતી નથી કોઈ ભાગ્યશાલિને ભાગ્યના યોગે નાળ દાટવા જતાં નિધાન મળી જાય તો તેટલા માત્રથી નિધાનથી કિંમત કે દુર્લભતા ઓછાં થતાં નથી તેમ અહીં તીર્થંકર ભગવાનને સ્હેલાઈથી પ્રાપ્ત થતા આઘસમ્યકત્વને અંગે પણ સમજવું. ભગવાનની પરોપકારિતા ક્યારની ? ત્રિલોકનાથ તીર્થંકર ભગવાન્ પરોપકારના વ્યસનવાળા એટલે હાથમાં આવેલો પરોપકાર કરવાનો વખતજ ન જવા દેવા અથવા પરોપકાર
SR No.520954
Book TitleSiddhachakra Varsh 04 - Pakshik From 1935 to 1936
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages696
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy