SearchBrowseAboutContactDonate
Page Preview
Page 634
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીસિદાચલજીના યાત્રાળુઓ અને શેઠ આણંદજી કલ્યાણજી જૈનસમુદાયની લાગણી પોતાના તીર્થો તરફ ઘણીજ અસાધારણ છે એ વાત સમગ્ર જનતા જાણે છે. તેમાં પણ શ્રી સિદ્ધાચલજીના જેવું તીર્થ તો શાસ્ત્રકારોના કથન પ્રમાણે ત્રણે અને જગતમાં કે પંદરે કર્મભૂમિમાં પણ અન્ય કોઈ નથી, અને જૈનસમુદાયની માન્યતા પણ ન એ પ્રમાણે જ છે. આ કારણને લીધે તો જૈનસમુદાયનો હોટો ભાગ આ સિદ્ધાચલજી ગિરિરાજની યાત્રા કરનારો હોય છે, એટલું જ નહિ, પણ જેઓએ એ ગિરિરાજની યાત્રા ન કરી હોય તેવાઓને, હજી ગર્ભમાં રહ્યા જેવો અર્થાત્ જન્મ પણ પામ્યા નથી એમ ગણવામાં જૈનગ્રંથકારો : અને જૈનો નિશ્ચિત હોય છે. આવી સ્થિતિને લીધે શ્રીસિદ્ધાચલજીના વહીવટની સુગમતા માટે અનેક સ્થાનકના સમુદાય મલી એક પેઢી સ્થાપી અને તેનું નામ આણંદજી કલ્યાણજી એવું ? રાખ્યું. આટલી આ હકીકત જણાવવાનું કારણ એ છે કે કેટલાક ગચ્છની મમતામાં કદાગ્રહવાળા જ કે શ્રીસિદ્ધાચલજીમાં ધર્મશાલાના ન્હાને પોતાની પેઢી ચલાવવાવાળાઓ શેઠ આણંદજી * કલ્યાણજી તરફ યાત્રિકોનો થવો જોઈતો ભાવ થવા દેતા નથી અથવા કદાચ તેવો ભાવ " થયો પણ હોય છતાં પોતાના સ્વાર્થ ખાતર કે નિપ્રયોજનપણે તે ભાવિકના ભાવનો સર્વથા આ નાશ કરે છે માટે શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીની ઉત્પત્તિ સંબંધી ઈશારો કર્યો છે. આ ' ઉપરથી દરેક યાત્રિક એટલું તો ચોક્કસ સમજશે કે શ્રીસિદ્ધાચલજીની યાત્રા કરવા પાત મા આવે તેવા સંયોગને લીધે ન પણ આવે તો પણ શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીની બાબતમાં જ નિરપેક્ષ થાય કે ઉલટો થાય અથવા અપોષક બને તે તેના પૂર્વજોના વચન પોતાના વચનથી બેઈમાની કરવા બરોબર કોઈ ગણે કે કહે તેમાં બચાવું નથી વળી જે ગિરિરાજની યાત્રા આ માટે દૂરદેશમાં રહેલ છતાં ભાવિક યાત્રિક વર્ગ આવ્યો છે તે ગિરિરાજની દરેક જવાબદારી અને તેની વ્યવસ્થા શેઠ આણંદજી કલ્યાણજી જ કરે છે, તે જાણે છે છતાં જો તે કારખાના તરફ સંકોચિત દૃષ્ટિથી કે અનુદારપણાથી જનાર ગિરિરાજના સાધનોને તોડનારો બચવા મ માટે યાત્રિકો જાગૃત રહે, શીહોરના સ્ટેશન વગેરે સ્થાને યાત્રિકોની સવડ શેઠ આણંદજી મા કલ્યાણજી તરફથી થતી જાહેર છતાં ગિરિરાજની છાયામાં આવતાં તે ભૂલી જવું તે ઉપકારને અને સમજનાર વર્ગને કોઈપણ પ્રકારે શોભે નહિ. મહાનભાવો ! તળેટી ખાતનું ખરચ, વિસામ મનષ્ય રાખવાનું ખરચ, તળેટીની ભક્તિનું આ ખર્ચ, ગિરિરાજ ઉપર ચોકીનું ખર્ચ, ગિરિરાજના મોટા મોટા લાખો પ્રતિમાઓની પખાલ અને પૂજા કરનાર પૂજારીયોનું ખર્ચ, પૂજાની વસ્તુનું ખર્ચ, જીર્ણોદ્ધારનું ખર્ચ વગેરે શેઠ આણંદજી કલ્યાણજીના અનેક પ્રકારનાં હંમેશાનાં ચાલુ ખર્ચો જાણ્યા છતાં જેઓ પોતાનો હાથ તે. કારખાનાના તે તે ખાતાં તરફ ન લંબાવ તે યાત્રિક દેવદ્રવ્યના ભોગમાંથી કે અન્યદ્રવ્યના લીધે તાગડધીન્નાની દશાથી બચવા તૈયાર થાય એજ ઈચ્છવા યોગ્ય છે. તા.ક. - શેઠ આણંદજી કલ્યાણજીના વહીવટદારોએ દિવસાનદિવસ યાત્રિકોની સેવા અને સમાગમમાં વધારે વધારે આવવાની અને સુધારો કરવા લાયક વસ્તુઓનો સુધારો કરવાની * પણ આવશ્યકતા ઘણી છે.
SR No.520954
Book TitleSiddhachakra Varsh 04 - Pakshik From 1935 to 1936
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages696
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy