SearchBrowseAboutContactDonate
Page Preview
Page 624
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૧૨ શ્રી સિદ્ધચક્ર ચોપડા લખવા બેસે અને ચોપડો છેકી નાખે છે તો તેજ ધર્મતત્ત્વને સમજેલા છે. તમે તેને એમ નથી કહેતા કે મૂર્ખા ! ભણેલું પાણીમાં ગયું. તમે ભણેલાનું ખોટું કામ જોઈ તેને ઠપકો આપો છો અને વગર ભણેલાનું ખોટું કામ જોઈ તેને ઠપકો નથી આપતા, તેજ પ્રમાણે ધર્માધર્મનું પણ સમજવાનું છે. ધર્મ કરનારો ધર્મ જાણનારો પાપાચાર આદરે તો તેને ડુબી મરવાનુંજ છે. આ ઉપરથી સ્પષ્ટ થાય છે કે કમઠે ભગવાન શ્રીપાર્શ્વનાથજીને મરણાંત ઉપસર્ગો કર્યા હતા, પરંતુ તે સઘળા અજ્ઞાન વશ થઈને કરેલા હોવાથી અને તેને સત્ય જણાયું ત્યારે તે ભગવાને શરણે આવેલો હોવાથી તે સમ્યક ્ત્વ પામી ગયો તે યોગ્યજ હોય તેમાં શંકા કરવાનું યા શંકા લાવવાનું કાંઈ કારણજ નથી. એ ભયજનક ઉપસર્ગો કઠે ભગવાન શ્રીપાર્શ્વનાથજીને ભારે ઉપસર્ગો કર્યા હતા. વળી ભગવાનનો નાશ કરવાની ઈચ્છાએ તેણે જે વરસાદ વરસાવ્યો હતો તે તેણે અટકાવ્યો નહતો. પૂરના પાણી તેણે ઓસરાવ્યા નહતા અથવા ભગવાનને તેણે પાણીમાંથી ઉંચે પણ લીધા નહતા. પોતે જે સંકટો ઉભાં કર્યા હતાં તે તેણે ટાળ્યાં નથી. તેણે બચાવનો કોઈ રસ્તો શોધ્યો જ નથી અને એની, એનીજ એજ ક્રિયા ચાલુ છે. છતાં ત્યાં કમઠ સમ્યકત્વ પામે છે. કમઠના ક્રૂર કર્મે પ્રવાહના પૂર ચઢ્યા છે, નાક સુધી પાણી આવ્યું છે, છતાં ભગવાન પાર્શ્વનાથના શરીરનું એક રૂવાડું પણ હાલતું નથી. આ ભવ્ય દૃશ્ય જોઈને કમઠની ખાતરી થાય છે કે આજ મહાપુરુષ તરી શકે અને તારી શકે એવા છે. બીજા નહિ આ મહાપુરુષો આ માનીજ કિંમત સમજેલા છે. તેમણે આ માનેજ પ્રમાણ ગણ્યો છે. શરીરની કિંમતજ તેઓ સમજેલા નથી. જો તેઓ આ માની કિંમત ન સમજ્યા હોત અને શરીરનીજ કિંમત સમજ્યા હોત તો તો આ ઉપસર્ગોમાંથી બચવા નાસભાગ કરીજ મૂકત. તા. ૧૭-૮-૧૯૩૬ કમઠ વિચારે છે કે મરણને એક તસુ દૂર જોવા છતાં પણ જેઓ દૃઢ છે તેઓજ સાચા ધર્મતત્ત્વને સમજેલા છે, અને એવા ધર્મવીરને ધન્યવાદ આપવો એજ માનવતા છે. મારે એ મહાપુરુષને ધન્યવાદ આપવોજ રહ્યો, પહેલાં કમઠનો એવો વિચાર હતો કે ક્યારે હું પરાક્રમ કરૂં અને એને ચગદી મારૂં ? હવે તેજ વિચાર ફરી જાય છે અને ધન્યવાદ આપવાને તૈયાર થાય છે. હીરો ખોવાઈ જવાથી જેટલી ખોટ આવે છે તેટલોજ હીરો જડવાથી લાભ પણ થાય છે. એજ દૃષ્ટિએ પહેલાં શ્રીજિનેશ્વર ભગવાનને ઉપદ્રવ કરવાથી જેટલી અને જેવી દુર્ગતિ બંધાતી હતી તેજ રીતે ભગવાન શ્રી જિનેશ્વરદેવોના જ્ઞાન શ્રદ્ધા આ માનું ખમીપણું એ સઘળાની અનુમોદના થવા આવી તે સમયે તેટલો લાભ પણ થયો એ વાત સ્પષ્ટજ છે. દાવાનળમાં કમળ ઉગ્યું. દાવાનળમાં કમળ ઉગવું એ ખરેખરૂં મુશ્કેલ છે. પણ તે અહીં બને છે. જે ભક્તિ કરનારા છે તેવાઓને પણ શ્રીજિનેશ્વર ભગવાનની આ મદશા સમતાબુદ્ધિ પવિત્ર ધારણાઓએ બધું લક્ષમાં આવવું મુશ્કેલ થઈ પડે છે. પૂજા ધ્યાન એ બધું કરવા છતાં ભગવાની આ મદશા લક્ષમાં આવવી મુશ્કેલ પડે છે. પૂજા ધ્યાન ભક્તિ એ ધર્મનો બગીચો છે અને સમ્યકત્વ એ એ પવિત્ર બગીચામાં ઉગતું કમળ છે. બીજી બાજુએ ભગવાનનો દ્વેષ તેમના નાશની ઈચ્છા તેમના વિનાશની પ્રવૃત્તિ એ દ્વેષનો દાવાનળ છે. ભગવાનની જે નિત્ય પૂજા કરે છે, આરાધના આદરે છે તેમને પણ ભગવાનના સમતા જ્ઞાન શ્રદ્ધા રૂંવાડે રૂંવાડે રમવી મુશ્કેલ છે તો બીજી બાજુએ કમઠમાં તો દ્વેષનો દાવાનળ પ્રકટેલો છે. વેર સિવાય ત્યાં બીજું કાંઈજ નથી, શ્રીતીર્થંકરનાં નાશના વિચાર સિવાય ત્યાં બીજો વિચારજ નથી, ત્યાંથી પણ પ્રશંસા
SR No.520954
Book TitleSiddhachakra Varsh 04 - Pakshik From 1935 to 1936
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages696
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy