________________
શ્રી સિદ્ધચક્ર
૪૯૧
અચિત્ત અને સચિત્ત
શરીર અને શરીરની બધી ઈન્દ્રિયો એ જીવની નિશ્રાએજ રહેલી હોય છે, તેજ પ્રમાણે એ વસ્તુ પણ યાદ રાખવાની છે કે વિષયો અચેતન નહોય એવો પણ કાંઈ નિયમજ નથી, જેમ વિષયો અચેતનજ હોય તેવો નિયમ નથી તેજ પ્રમાણે વિષયના સાધનો પણ અચેતનજ હોય એવો નિમય નથી. વિષય અને વિષયના સાધનો જો અચેતનજ હોય છે એવો નિયમ નથી તો પછી એવું ઠરતુંજ નથી કે એકલું પુદ્દગલજ આહાર બને છે. આહાર લેનારો પણ જીવ છે અને શરીર બનાવનારો પણ જીવ છે તો પછી આહાર એકલા પુદગલ રૂપેજ છે એમ કોઈપણ રીતે કહી શકાતું જ નથી. અચિત્ત સચિત્ત અને મિશ્ર એવા ત્રણ પ્રકારોના આહાર છે.
ફળફૂલ ઈત્યાદિ વનસ્પતિના ભાગો છે. વનસ્પતિનો એ ભાગો જો અચિત્ત થયા વગરજ આપણે
આહારમાં લઈએ તો તે આહાર એ સચિત્ત આહાર
કહેવાય છે. આવો આહાર લેવો એ કોઈપણ પ્રકારે
ઈચ્છવા યોગ્ય નથી.
જીવભક્ષક પાપીજ છે.
જેની જીવતત્ત્વમાં શ્રદ્ધા બંધાઈ છે, જે જેવી છે એમ જાણે છે તેઓ તો સચિત્ત આહાર લેવાનું કોઈપણ પ્રકારે ઈષ્ટ માનતા નથી. જીવતત્ત્વમાં સાચી શ્રદ્ધા રાખવાવાળો તો સારી પેઠે સમજે છે કે કોઈપણ જીવને કરડી ખાવાનો મને કાંઈપણ હક નથી. કોઈપણ જીવને ગળી જવાનો મને હક નથી અથવા તો કોઈપણ જીવનો નાશ કરવાનો મને હક નથી. જો એક માણસ બીજા જીવને કરડીને ખાઈ જાય, તેને ગળીને ખાઈ જાય અથવા તો જીવનો નાશ કરીને તેને સ્વાહા કરી જાય અને તેને આપણે પાપી, નીચ કે અધર્મી ન માનીએ તો પછી અન્યાયથી, પાપથી કે બુરાકામથી જેઓ પોતાનું ધન વધારવાની જ પ્રવૃત્તિ લઈ બેઠા છે તેને પણ આપણે
તા. ૩-૮-૧૯૩૬
તેમના પાપે કયે મોઢે બતાવી શકવાના હતા ? એક
માણસ જેમ ભૂંડા કાર્યોથી ધન મેળવે છે, દુરાચારોથી પૈસો પેદા કરે છે અને અપકૃત્યોથી પોતાના વૈભવ વધારે છે એ આત્મા જેવો પાપી છે, તેજ પ્રમાણે પારકા જીવોને સ્વાહા કરીને તે દ્વારા પોતાના શરીરનું પોષણ કરનારો, પોતાના શરીરને પુષ્ટ કરનારો પોતાના દેહને ટકાવી રાખનારો પણ પાપી છે.
સમ્યક ત્વનો મર્મ
માર્ગ છે, તેજ પ્રમાણે બીજા જીવો પછી ભલે તે અયોગ્યરીતે ધન મેળવવું એ જેમ ગેરવ્યાજબી એક ઈન્દ્રિયવાળા હોય કે તેથી વધારે ઈન્દ્રિયવાળા હોય તેમને ખાઈ જઈને શરીર પુષ્ટ કરવું એ પણ ગેરવ્યાજબી છે. આવી ધારણાથી જીવની સાચી શ્રદ્ધાવાળો આત્મા તો ફક્ત જે અચિત્ત આહાર છે
તેજ આહાર લઈ શકે છે તે સિવાય બીજા કોઈપણ
પ્રકારનો આહાર તે લઈ શકતો નથી. સાધુ માટે તેણે અચેતન ફાસુક આહારજ લેવો જોઈએ એવો નિયમ છે, પરંતુ શ્રાવકો માટે તેમણે અચેતન ફાસુક આહારજ લેવો જોઈએ એવો નિયમ નથી. આ વસ્તુનો કોઈએ એવો અર્થ કરવાનો નથી કે શ્રાવકો સચેતન આહાર લે કે અફાસુક આહાર લે તે સઘલાનો તેમને કાંઈ દોષ લાગતો નથી. જેને સમ્યગ્દષ્ટિની પ્રાપ્તિ થઈ છે, સમ્યક ત્ત્વનો મર્મ જે સમજ્યો છે તેવો આત્ મા આવા શબ્દો કોઈપણ કાળે નજ ઉચ્ચારી શકે કે સચેતન આહાર લેવાથી અથવા શ્રાવકોને કાંઈપણ દોષ લાગતોજ નથી. તો અફાસુક આહાર લેવાથી એ આહાર લેવા માટે ઉત્કૃષ્ટ શ્રાવક
અલબત્ત તમે સમ્યક ્ત્ત્વવાળા એવું કહી શકો છો ખરા કે સચેતન આહાર તથા અફાસુક આહાર વર્જવાની અમારી ઈચ્છા થાય છે, અમોને તેવું મન