SearchBrowseAboutContactDonate
Page Preview
Page 522
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી સિદ્ધચક્ર ૪૨૨ કદાચ કોઈ તેવો જીવ હોય અને સર્વવિરતિ દેશ વિસ્તૃત કે સમ્યક્ત્વને પણ આદરી શકે નહિ તો તેવા જીવને મઘમાંસની વિરતિ અને રાત્રિભોજનની વિરતિનો ઉપદેશ આપી મદ્યમાંસઆદિની વિરતિવાળો બનાવવો એમ જણાવ્યું છે. માંસભક્ષકના સમ્યક્ત્ત્વના વાદનો છેડો આ સ્થળે એક વાતનો સાપેક્ષવાદ સ્હેજે સમજી શકાય તે સત્તરમી સદીના એક ઝગડાનો નીકાલ થઈ જશે. સત્તરમી સદીમાં એવો ઝગડો ચાલ્યો હતો કે માંસનું ભોજન કરનાર સમ્યવાન્ હોઈ શકે કે નહિ ? કેટલાકોનું કહેવું હતું કે માંસના ખાવાવાળામાં સમ્યક્ત્વ હોયજ નહિ. જ્યારે કેટલાકનું એમ કહેવું હતું કે સમ્યક્ત્વ એ શ્રદ્ધારૂપ હોવાથી માંસ નહિં ખાવાની પ્રતિજ્ઞા કે નહિ ખાવું. એ રૂપ નિવૃત્તિ સમ્યક્ત્વની સાથે હોવીજ જોઈએ એવો નિયમ નથી. આ ઝઘડાનો જે અહિં સ્હેજે અંત સૂચવાયો છે તે એ રીતે કે સ્વાભાવિક સમ્યક્ત્વ એટલે નિસર્ગસમ્યગ્દર્શનવાળાને માંસ વગેરેથી પાછું હઠવું ન થાય તો પણ સમ્યકત્વ હોવામાં આશ્ચર્ય નથી, અને તેથી સિંહવ્યાધ્રુમત્સ્ય અને સર્પ જેવા જાનવરોની સદગતિ અને સમ્યક્ત્વઆદિ હોવા અસંભવિત ન ગણાય. પણ ઉપદેશથી થવાવાળા અધિગમસમ્યક્ત્વની અપેક્ષાએ વિચાર કરીયે તો જેમ સર્વવિરતિ અને દેશવિરતિ પછી દેશનાના અનુક્રમે પ્રાપ્ત સમ્યકત્વ હોવાથી જો કે અભવ્ય દૂરભવ્ય એવા મિથ્યાત્વવાળાને દ્રવ્યથી સમ્યક્ત્વ વિના પણ દેશવિરતિ અને સર્વવિરતિ હોવા છતાં યથાસ્થિતિ દેશવિરતિ અને સર્વવિરતિ તો સમ્યક્ત્વ વિના હોયજ નહિ અને તેથી સાફ સાફ કહી શકાય કે સમ્યકત્વ વિના હોવાથી દેશિવરતિ અને સર્વવિરતિ તેને હોયજ નહિ એમ કહી શકાય. તેવી રીતે માંસઆદિ જેવી ચીજનો ત્યાગ કરવાનો ઉપદેશ જહેને ન લાગ્યો હોય ત્યેને વાસ્તવિક સર્વ કે દેવરિત ન હોવાની માફક સમ્યક્ત્વ પણ નજ તા. ૧૯-૬-૧૯૩૬ હોય, એમ માનવું અસંભવિત નથી. અર્થાત્ નિસર્ગસમ્યગ્દર્શનનો માંસભક્ષણ સાથે વિરોધ ન હોય તો પણ ઉપદેશના ક્રમે પ્રાપ્ત થનાર અધિગમસમ્યગ્દર્શનની સાથે માંસાદિભક્ષણનો વિરોધ છે. એમ માનવામાં અડચણ નહિ આવે, એમ માની શકાય. માંસાદિથી વિરાતિની આવશ્યકતા એક બીજી વાત આ સ્થાને ઉપદેશક્રમની અપેક્ષાએ નક્કી થાય છે કે બીજાપાપોથી શ્રોતાને પાછો હઠાવવો કે શુદ્ધ દેવ ગુરૂ અને ધર્મની શ્રદ્ધામાં પ્રવર્તાવવો કે સ્થિર કરવો તેના કરતાં પણ તેને માંસઆદિથી નિવૃત્તિ કરાવવા આદ્યનંબરે જરૂર છે. આ વાત વિચારવાથીજ ભગવાન્ શ્રીનેમિનાથજી મહારાજે છહ્મસ્થપણામાં શ્રીદેવ ગુરુ કે ધર્મ સંબંધમાં અથવા દેશ કે સર્વવિરતિ સંબંધમાં ઉપદેશ કર્યો નહિ કે કરે નહિ, તોપણ માંસઆદિના ત્યાગને માટે બોલ્યા, એટલુંજ નહિ પણ તેથી પોતાની કોમને બચાવવા માટે અતુલ્ય પ્રયત્ન કર્યો. લાયકાત પ્રમાણેજ ઉપદેશ આ બધી વાત ઉપરથી આપણે એ તત્ત્વ સમજવાનું છે કે ભગવાન શ્રીજિનેશ્વરમહારાજની આશાને અનુસરતો ઉપદેશ આપવો એ જેમ ઉપદેશકનું કર્તવ્ય છે, તેવી રીતેજ જીવોની લાયકાત જોઈનેજ ઉપદેશકે ઉપદેશ આપવો જોઈએ. અને આ વાત લક્ષ્યમાં રાખવાથી ભગવાન શ્રીહરિભદ્રસૂરિજીએ જે બાલ મધ્યમબુદ્ધિ અને છે તે વ્યાજબી ઠરશે. બુધને માટે ઉપદેશનીય પદાર્થોની ભિન્નતા જણાવી દેશકનો આચારભેદ ભગવાન્ શ્રીહરિભદ્રસૂરિજી તો એકલી દેશનાની વિધિનીજ ભિન્નતા શ્રોતાને અંગે જણાવે એટલુંજ નહિં, પણ બાલકોની આગળ જેમ બાહ્યચારિત્રની દેશના કરવી એમ જણાવ્યું છે, એની
SR No.520954
Book TitleSiddhachakra Varsh 04 - Pakshik From 1935 to 1936
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages696
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy