________________
૩૮૧
શ્રી સિદ્ધચક્ર
પરમપવિત્ર પર્યુષણાપર્વની વ્યવસ્થા
અને તેના પવિત્ર કાર્યો
(ગતાંકથી ચાલુ)
આચાર્ય શ્રીમાન્ યશોદેવસૂરિજીએ પ્રત્યાખ્યાનના સ્વરૂપનું નિરૂપણ કરતાં છટ્ટ વિગેરેના પચ્ચકખાણને એકી સાથે લેવાનાં કહ્યાં છે અને તે શ્રીયશોદેવસૂરિજી શ્રીતપગચ્છ સિવાયના છે, તેથી સ્પષ્ટ થશે કે છઠ્ઠ, અટ્ટમ આદિના પચ્ચકખાણ એકી સાથે લઈ શકાય. તપચિંતવણીના કાઉસ્સગ્ગનો અધિકાર પણ એકી સાથે ઉપવાસો ઘણા પચ્ચકખાણ તેવી વાત સ્પષ્ટ કહે છે
તા. ૨૦-૫-૧૯૩૬
વળી શ્રીઆવશ્યક, પંચવસ્તુ વિગેરેમાં તપચિંતવણીનો કાઉસ્સગ્ગ જણાવતાં છ મહિનાના
તપથી શ્રીવીરશાસનમાં શરૂઆત કરેલી છે. હવે જો
કોઈ તેવા સંઘયણવાળાની છ મહિના ઉપવાસ
કરવાની શક્તિ હોય તો તેને કાઉસ્સગ્ગમાં ક્યાં અટકવું ? શું છ મહિનાના પચ્ચકખાણ કરવાં હોય, છતાં તેને શક્તિ નથી અને પરિણામ નથી એમ બોલવું ? એવી જ રીતે પાંચ પાંચ દિન ઘટાડતાં પણ જે જે તપસ્યાઓ ચિંતવવાની કહી છે તે બધીમાં શું તે બધી તપસ્યાઓ કરવાના ભાવ હોય ત્યારે પણ પરિણામ નથી એમ કહીને શું એક ઉપવાસ સુધી આવવું ? કહેવું પડશે કે પરિણામ છે, શક્તિ છે અને માત્ર એક ઉપવાસથી વધારેના પચ્ચકખાણ ન થાય એવું કહેનારાઓ સાધુ અને સામાયિકવાળા
શ્રાવકોને જુઠું ચિંતવવાની ફરજ પાડે છે. શાસ્ત્રકાર તો કહે છે કે જે તપ કરવું હોય ત્યાં અટકી જવું, અર્થાત્ જેને મહિનાના ઉપવાસ કરવા હોય તેણે મહિનાના ઉપવાસ ધારી અટકી જવું એ શાસ્રમર્યાદા આવશ્યક, પંચવસ્તુ વિગેરે શાસ્ત્રો જોનારને સ્પષ્ટ માલમ પડે છે. વળી વર્તમાનમાં સંઘયણઆદિની હાનિ દેખી જે સોળ ઉપવાસ એટલે ચોત્રીસ ભક્તનો પચ્ચકખાણ એકી સાથે આપવામાં આવે છે, તેનું સૂચન પણ લઘુ અને મોટી યતિદિનચર્યાઓમાં સ્પષ્ટ છે, કેમકે ત્યાં લખે છે કે છેલ્લાં મહિનામાં તેર દિવસ ઓછા કરી પછી ચોત્રીસ ભક્તથી બબે ભક્ત ઓછા
કરતાં જવું અને જેટલા ભકતોનો ત્યાગ કરવો હોય તે સ્થાને તે પચ્ચકખાણ ધારીને અટકી જવું. એકી સાથે છઠ્ઠાદિનો ઉચ્ચાર ન માનનારને ભક્તનો હિસાબ ન રહે.
એક સાથે પચ્ચકખાણ નહિ દેનારાની અપેક્ષાએ પચ્ચકખાણ કરવા માટે તો એક ઉપવાસ સિવાય સ્થાન રહે નહિ, કેમકે જે મનુષ્યે કાલે ઉપવાસ ર્યો હોય અને આજે પણ બીજો ઉપવાસ કરે તેને આજના સૂર્યોદયથી છઠ્ઠ ભક્તનો ત્યાગ રહે ક્યાંથી ? તેવી જ રીતે ત્રીજે દહાડે ઉપવાસ કરે તોપણ તે ત્રીજા દિવસના સૂર્યના ઉદયથી અક્રમભક્તનું પચ્ચકખાણ હોય જ નહિ.