________________
શ્રી સિદ્ધચક્ર
૩૫૭
આવશ્યક સાધનોરૂપ ઉંચા ધોરણની સામાચારીને તે ઉંચાધોરણની સામાચારીને આચારવાવાળા સુજ્ઞપુરૂષો પાસેથી સતત-દરરોજ સાંભળવી અને સાંભળે તો જ તેને શ્રાવક કહી શકાય, આ વસ્તુ વિચારનારો મનુષ્ય તત્ત્વની શ્રદ્ધારૂપી સમ્યગ્દર્શનદ્વારા મોક્ષતત્વની પ્રાપ્તિનો પરમ
નિશ્ચય કરવાવાળો થયો હોય તો પણ તેના સાધનોના
જ્ઞાનની કેટલી બધી જરૂર છે તે સમજી શકશે. સમ્યગ્દર્શનવાળાને સમ્વજ્ઞાનની ભજના કેમ ?
જો કે સામાન્યજ્ઞાનનું સમ્યકપણું તો સમ્યગ્દર્શનની ઉત્પત્તિની સાથે જ છે. છતાં પરોપદેશથી ઉપર જણાવેલા વિશેષજ્ઞાનને સભ્યશ્રુતજ્ઞાન તરીકે માનીને જ કેટલાક આચાર્યો સમ્યગ્દર્શન થયા છતાં પણ સમ્યજ્ઞાનની હયાતિ હોય અથવા ન પણ હોય એમ ભજના જણાવે છે,
અને આવી રીતના સાધનના સમ્યજ્ઞાનના સિવાય મોક્ષપ્રાપ્તિનો કરાએલો નિશ્ચય અને તેની પ્રાપ્તિ
માટે કરાતી પ્રવૃત્તિ લાકડાંના ઢગલાને ઓળંગવાના નિશ્ચયવાળા છોકરાની પ્રવૃત્તિ જેવી જ થાય, માટે મોક્ષપ્રાપ્તિના નિશ્ચયરૂપ સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થયા છતાં પણ તેની પ્રાપ્તિના સાધનોને જાણવારૂપ સમ્યજ્ઞાનને મેળવવાની ઘણી જરૂર છે ? મનુષ્યગતિમાં જ મોક્ષ અને તેનાં સાધનો
કેમ ?
આવી રીતે સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન
મળ્યા છતાં પણ તેના ઉંચા સાધનોની પ્રવૃત્તિરૂપ ચારિત્રનો આદર કરવામાં ન આવે તો કહેવું જોઈએ કે કુવાની છાયા કુવામાં જ સમાય, તેની માફક
તે
મોક્ષ તરફ પ્રયાણ કરી શકે જ નહિ, અને આ જ કારણથી મનુષ્યગતિ સિવાયની દેવ, નારકી અને તિર્યંચની ત્રણે ગતિઓમાં મોક્ષની પ્રાપ્તિનો શાસ્ત્રકારોએ સ્પષ્ટપણે નિષેધ કરેલો છે, કેમકે ત્રણે ગતિઓમાં સમ્યગ્વર્તનને આદરવાનું સ્થાન જ નથી. આ બધું વિચારનાર મનુષ્ય સ્હેજે સમજી શકશે
તે
તા. ૬-૫-૧૯૩૬
કે મોક્ષની પ્રાપ્તિના નિશ્ચયવાળાને તથા તેને સાધવા માટે પ્રવૃત્તિમાન થએલાઓને સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્ચારિત્રની પ્રાપ્તિની જ જરૂર છે. સગ્દર્શનાદિનું આત્મગુણપણું અને તેની ક્રમિકતા
જો કે સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સભ્યશ્ચારિત્ર એ ત્રણે આત્માના સ્વાભાવિક ગુણો છે અને તેથી તે ત્રણે ગુણો ક્ષાયિકસમ્યક્ત્વ, જ્ઞાયિકજ્ઞાન અને વીતરાગપણે સર્વ કર્મનો ક્ષય કરી સિદ્ધદશા મેળવે તો ત્યાં પણ રહે છે, પણ તે સમ્યગ્દર્શનાદિ રત્નત્રયી પ્રથમ શરૂઆતમાં જે રીતે પ્રાપ્ત થએલા છે તે રૂપની ક્રમિક ઉન્નતિ થાય અને તે ઉન્નતિ પરમદિશાએ પહોંચે તો જ મોક્ષ સિદ્ધ થઈ શકે છે, સમ્યગ્દર્શનાદિની પ્રાપ્તિ પહેલાં પણ કર્મક્ષયોપશમ
જગતમાં જેમ પ્રથમ ધોરણ બહાર અભ્યાસ
કરવો પડે છે અને પછી જ ક્રમસર ધોરણમાં આગળ
વધી શકાય છે, તેવી રીતે અહીં પણ સમ્યગ્દર્શનઆદિની પ્રથમ શરૂઆતની પ્રાપ્તિ પહેલાં પ્રતાપે સમ્યગ્દર્શનાદિની પ્રથમ શરૂઆતની પ્રાપ્તિ કર્મોનો નાશ થવો જોઈએ છે અને તે કર્મોના નાશના
થાય છે.
ક્રમિક યોપશમ એ જ ધર્મનું સાધ્ય
અને તે પછી ક્રમસર કર્મોનો ક્ષય કરતાં
આગળ વધવું પડે છે અને જેમ જેમ અધિક અધિક કર્મક્ષય થતા જાય છે, તેમ તેમ વાદળાથી મુક્ત થતા સૂર્યના પ્રકાશની પેઠે આત્માના ગુણોનો આવિર્ભાવ
ક્રમસર વધતો જાય છે, માટે તે સમ્યગ્દર્શનાદિ ગુણત્રયીની પરમઉચ્ચ દશા પામવાની ઇચ્છાવાળાએ સૂર્યના પ્રકાશને વાદળાંની માફક આત્માના તે સમ્યગ્દર્શનાદિના ગુણોને રોકનારા કર્મોના ક્ષયને માટે કટિબદ્ધ થવું જોઈએ. તે વાદળાંને જેમ પ્રકાશ પોતે કંઈ દૂર કરી શકતો નથી, પણ તે વાદળાંને દૂર કરવા માટે વાયુની જરૂર રહે છે.