________________
૩૫૪
શ્રી સિદ્ધચક્ર
અવસ્થાન-પર્યુષણા કે જે ઉત્સર્ગમાર્ગની પર્યુષણા છે, તેને જો સંવચ્છરી સાથે મેળવી દેવામાં આવે તો ચાતુર્માસિકને અંગે છઠની તપસ્યા કરવાનું નિયમિત હોવાથી સાંવત્સરિકને અંગે કરાતી નિયમિત અઠમની તપસ્યા કેવી રીતે કરવી એ પ્રશ્ન અવસ્થાન પર્યુષણાને સાંવત્સરિકપર્યુષણા સાથે મેળવી દેનારાઓને જેવો તેવો મુંઝવનાર નથી. છઠઅઠમઆદિતપસ્યામાં સાથેનો ઉપકાર અને તેના અપલાપમાં ભયંકર ભૂલ
આ સ્થાને એક ખુલાસો કરવો જરૂરી છે ને તે એ કે શાસ્ત્રકારો એક ઉપવાસને સમગ્રપણાથી જેમ ચતુર્થભક્ત કહે છે, તેવી જ રીતે બે ઉપવાસને જ સમગ્રપણાથી છઠપણે કહે છે, અને તેવી જ રીતે ત્રણ વિગેરે ઉપવાસોને સમગ્રપણાથી અઠમઆદિકપણે કહે છે, અને તે જ કારણથી ચોમાસીનો છટ્ટ ર્યા પછી તેને ત્રીજે દિવસે એટલે કે એકમને દિવસે માત્ર એક ઉપવાસ વધારે લેવાથી
જ
તા. ૬-૫-૧૯૩૬
બીજા ઉપવાસની શરૂઆતને છઠ ભકત નહિં કહેતાં કોટિસહિત પચ્ચખ્ખાણ તરીકે ગણે છે, એટલું જ નહિ, પણ અષ્ઠમ વિગેરેમાં બે બાજુ કોટિસહિત ગણાવતાં અટ્ટમના છેલ્લા દિવસે પહેલાં અટ્ટમની સમાપ્તિની કોટિ ગણાવે છે, એ ઉપરથી સ્પષ્ટપણે સમજી શકાશે કે છઠ, અઠમ વિગેરેનો પ્રારંભ પચ્ચખ્ખાણ લેતી વખતે જ થઈ શકે છે. જુઓ આવશ્યક બૃહદ્વૃત્તિ
વધતાં દશમ, દ્વાદશમ વિગેરે થાય છે, અર્થાત્ તેમના કહેવા પ્રમાણે દ્વાદશમ કરનારાને દશમ, અઠમ, છઠ, અને ઉપવાસ તપસ્યાના લાભ થએલા છે, પણ આ તેઓની માન્યતા યુક્તિ રહિત, અણસમજની અને શાસ્ત્રથી પણ વિરૂદ્ધ છે એમ સ્પષ્ટપણે જાણી શકાય તેમ છે, કારણ કે ભગવાન્ હિરભદ્રસૂરિજી મહારાજા વિગેરે એક એક ઉપવાસની સંપૂર્ણતા અને
गोसे आवस्सए अब्भत्तट्टो गहिओ अहोरत्तं મૅચ્છિળ પચ્છા પુરવિ અન્મત્તનું રેતિ, દ્વિતિય પકુંવળા પઢમસ્મ નિઃવાં.
આ પાઠ ઉપરથી સ્પષ્ટ થાય છે કે પહેલા દિવસે ઉપવાસ કરનારો મનુષ્ય બીજા દિવસે જે ઉપવાસ કરે તે કોટિસહિત પચ્ચખ્ખાણ કહેવાય, પણ તેને છઠ કહી શકાય નહિ. અને શાસ્ત્રકારે તેને છઠની કોટી કહી પણ નથી, એવી જ રીતે અઠમને માટે પણ અઠમ અઠમની કોટિ મેળવી જે અઠમનું કોટિસહિતપણું જણાવે છે તે પણ સાથે પચ્ચખ્ખાણ નહિ માનવાવાળાને તે વિચારવા જેવું છે. જુઓ તે
પાઠ.
સંવચ્છરીનો અઠમ અને ચોમાસીનો છઠ બંને વળી ગયા એમ ધારનારા હિમવાન્ પર્વત જેવડી મોટી ભૂલ કરે છે. એવી ભૂલ ક૨વાનું કારણ તેઓની માન્યતાનો જ વિપર્યાસ બને છે, કારણ કે કેટલાકોની એવી માન્યતા છે કે છઠ, અઠમ, દશમ વિગેરેના
પચ્ચક્ખાણો સાથે હોઈ શકે જ નહિ, કિન્તુ પહેલે ચરમવિવસે તાવિ ॥ જોડી
દિવસે કરેલો એક ઉપવાસ તે ઉપવાસ કહેવાય, અને તે ઉપવાસવાળો બીજે દિવસે ઉપવાસ કરે તો તેનું નામ છઠ કહેવાય, અને તે છઠવાળો ત્રીજે દિવસે ઉપવાસ કરે તો તેનું નામ અઠમ કહેવાય, અને એવી રીતે આગળ આગળ એક એક ઉપવાસે
अट्ठमादिसु दुहओ कोडिसहियं जा
એટલે અઠવિગેરેમાં પણ એક અઠમ વિગેરેનો છેલ્લો દિવસ તે તેની એક કોટિ ગણી બીજાના શરૂ દિવસને બીજી કોટિ તરીકે ગણી અઠમ વિગેરેમાં પણ કોટિસહિતપણું મેળવેલું છે.
આ ઉપરથી સ્પષ્ટ થશે કે એક, બે, ત્રણ વિગેરે ઉપવાસોને જ સંપૂર્ણપણે ચોથભક્ત, છઠભક્ત, અઠમભકત વિગેરે કહી શકાય અને તેથી જ શાસ્ત્રોમાં પણ સ્થાને સ્થાને એકીસાથે અઠમ ગ્રહણ ર્કાની હકીકતો આવે છે.
(અનુસંધાન માટે જુઓ પેજ-૩૮૧)