________________
| પ્રવચનના સંપાદકને |
ર
(તમારા છેલ્લા નિવેદનને અંગે) ૧. તમારા ઉપાધ્યાયે શ્રીસિદ્ધચક્રના ચર્ચાસ્પદ લેખો વાંચ્યા હશે અને તેઓ તે લેખોથી
પોતાની સાફ જાહેર ભૂલ સમજયા અને કાંઈ ન લખ્યું, છતાં તમે તે લખાણને અડ્યા સિવાય લખો તે તમનેજ શોભે. અમદાવાદની બાબતમાં વ્હાર અને અંદર જે ખુદ મનુષ્ય હાજર હતા તેમના તરફથી સાચી હકીકત હતી તેજ લખાઈ છે. જો તેમાં કાંઈપણ ફેરફાર હોય તો તે ત્રણ ધર્મપ્રેમીઓને તથા તમારાં ઉપાધ્યાયને લખવાની છૂટ આપી હતી, છતાં તેમાંનું કાંઈપણ તમે કે તમારા ઉપાધ્યાય બતાવી શક્યા નથી. એટલું જ સત્યના પ્રેમીઓને સત્ય સમજવા માટે પુરતું સાધન છે. તમારા ઉપાધ્યાય કે તમો અવસરના નામે સત્ય વાતને ઉડાવવા અને જુઠી વાતને પોષવા ન માગતાં કાં તો શાસ્ત્રાર્થ કરો અથવા રીતસર ઉત્તર આપો,
એ સિવાયના રસ્તા ધર્મની લાગણીવાલા માટે તો શોભે તેમ નથી. ૪. જો તમારા દ્વારા તમારા ઉપાધ્યાય લેખોની પહોંચ આવી રીતે આપવા માગતા
હોય તો તેમને માટે એટલું જ કહેવું બસ છે કે માર્ગનો ખપ કરી પહેલી તકે સુધારી લે. તમારા ઉપાધ્યાય (૧) દરેક તીર્થકરોને અનાદિથી પરોપકાર કરનાર માન્યા (૨) વાલીજીએ સર્વથા રાગદ્વેષરહિતપણે લબ્ધિ ફોરવી એમ માન્યું (૩) અતિ પવનો જુકો અર્થ કર્યો (૪) સોરઠઆદિને અનાર્ય ઠરાવવા વ્યાજબી ગણ્યા (૫) આવશ્યકનો ખોટો અર્થ કર્યો, છતાં આ બાબતમાં તેઓ લેખો વાંચ્યા છતાં ભૂલ જાહેર ન કરી ને ઉત્તર ન આપ્યો, તેથી વાચક શું સત્ય નહિ સમજી શકે ?
તંત્રી.
આ પાક્ષિક ધી “જૈન વિજ્યાનંદ” પ્રિ. પ્રેસ, કણપીઠ બજાર, સુરતમાં શા. ફકીરચંદ મગનલાલ બદામીએ તંત્રી શા. પાનાચંદ રૂપચંદ ઝવેરી માટે છાપ્યું અને શ્રી સિદ્ધચક્ર સાહિત્ય પ્રચારક સમિતિએ લાલબાગ, ભૂલેશ્વર, મુંબઈમાંથી પ્રગટ ક્યું.