________________
શ્રી સિદ્ધચક્ર
૩૩૫
કાંઈ કમાણી ન કરો તો મેળામાંથી હાથ ઘસતા નીકળનારા વેપારી જેવી દશા તમારી છે. એ મહારસાયન પચાવો.
જે ભવ્યાત્માને આવો વિચાર આવે છે તેજ ભવ્યાત્માને આ ભવનું મહાભયંકરપણું સમજાય છે. કર્મ દરેક ભવરૂપી દુકાન મંડાવે છે પરંતુ તે કાંઈપણ કમાણી કરાવ્યા વિનાજ એમને એમ પાછા કાઢે છે એ આપણી દયાજનક સ્થિતિ છે. આપણી આ સ્થિતિ દયાજનક છે એવો વિચાર ક્યારે આવે છે તેનો ખ્યાલ કરો. તમે અમુક મહારસાયનને પચાવી શકો તોજ તમે આ સંસારને મેળો ગણો. તોજ તમે ભવમાં મળેલી રિદ્ધિસિદ્ધિને ભાડુતી દુકાન ગણો અને ત્યારેજ તમે આ મેળાની સારહીનતાને પારખી શકો. એ મહારસાયન શું છે તે વિચાર કરો. “જીવ અનાદિનો છે” એ તત્વ-એ મહારસાયન જ્યારે તમોને પચી જાય ત્યારેજ તમે આ જગતને સારહીન માનીને તેના તરફ ઉદાસવૃત્તિ ધારણ કરી શકો છો તે સિવાય નહિ. આ વસ્તુ જેના આત્મામાં પચી જાય છે તે આત્મા આ મેળા ઉપર મોહ પામતો નથી અથવા તો મેળાની દુકાનને શણગારવાની પાછળ પોતાનો આત્મતત્વરૂપી મહામૂલ્યવાન ખજાનો પણ ખોઈ દેતોજ નથી.
ભવ એ ભાડુતી દુકાન
ભવ એ ભાડુતી દુકાન છે, મેળામાંની દુકાન છે, પરંતુ એ મેળામાંની દુકાનેજ જે સાચી દુકાન ગણી લે અને એ દુકાનની પાછળ સઘળું હોમવા તૈયાર થઈ જાય તેવા બિચારા પામર પ્રાણીની શી દશા થાય ? પરિણામ એજ આવે બજારમાંની તેની દુકાન વેચીને તે મેળામાંની દુકાન પર શણગાર ચઢાવે અને મેળો ખલાસ થઈ જતાં તેને ત્યાં બેસીને માખી મારવી પડે. પરિણામે દેવાળું જ નીકળે ! ભવરૂપી મેળામાંની દુકાન પર આપણે સર્વસ્વ હોમી દેવાને માટે ત્યારેજ તૈયાર ન થઈએ કે જ્યારે એ ક્ષણભંગુર છે અને આપણો આત્મા કે જે એ ક્ષણભંગુર મેળામાં ભાગ લે છે તે અનાદિનો છે
તા. ૨૧-૪-૧૯૩૬
એ સમજીએ ! આપણો જીવ અનાદિનો છે, ભવ પણ અનાદિનો છે અને કર્મસંયોગ પણ અનાદિનો છે એ વાત આપણા લોહીમાં પચી જાય ત્યારેજ
આપણે સ્વસ્વરૂપે સંજ્ઞાવાળા થઈ શકીએ છીએ તે
સિવાય નહિ.
સંજ્ઞાના ત્રણ પ્રકાર
આ ત્રણ ભાવ - આ ત્રણ વસ્તુ આત્મામાં પચી જવાથી આપણે સ્વસ્વરૂપે સંજ્ઞાવાળા થઈ શકીએ છીએ. જ્યારે એ રીતે આપણે સ્વસ્વરૂપે સંજ્ઞાવાળા થઈએ છીએ ત્યારે તે દૃષ્ટિવાદોપદેશિકી સંજ્ઞા કહેવાય છે. હવે મૂળ વાત ઉપર આવીએ તો માલમ પડે છે કે સંજ્ઞા ત્રણ પ્રકારની થઈ (૧) દૃષ્ટિવાદોપદેશિકી સંજ્ઞા (૨) હેતુવાદોપદેશિકી અને (૩) દીર્ધકાલિકી. આ ત્રણે સંજ્ઞામાં સાચું સંજ્ઞીપણું તે માત્ર દૃષ્ટિવાદોપદેશિકી સંજ્ઞાજ છે અને જેને એ સંજ્ઞા છે તેનેજ ખરેખરા સંજ્ઞી કહી શકાય એમ છે બીજાને નહિજ. બીજી જે સંજ્ઞાઓ છે અને તે સંજ્ઞાઓથી જેઓ સંશી છે તેઓ સાચા સંજ્ઞી નથીજ. જેમ એક પૈસો હોય તો આપણે તેને પૈસાદાર કહી શકતા નથી તેજ પ્રમાણે આ બીજી સંજ્ઞાઓથી જે સંશી છે તેઓ પણ સાચા સંજ્ઞી નથીજ. માત્ર
જેમનામાં દૃષ્ટિવાદોપદેશિકી સંજ્ઞા છે તેઓજ એક માત્ર સંજ્ઞી છે. આ સંજ્ઞાવાળાનેજ આ ત્રણ તત્વો પરિણમે છે.
આત્માની ઉન્નતિ કેમ થાય ?
જે ત્રણ તત્વો (૧) આત્મા અનાદિનો છે (૨) ભવ અનાદિનો છે અને (૩) કર્મસંયોગ પણ અનાદિનો છે - આપણે વારંવાર સાંભળ્યા છે તે ત્રણ વિચારોજ આત્માને ઉન્નત બનાવે છે. એ ત્રણ
વિચારોજ આત્માની અધમતાને દૂર કરે છે અને પછી આત્માના બીજા ગુણો મેળવવાને માટે આગળ વધાય છે. હવે આ ત્રણ વિચારો આત્માને કેવી રીતે ઉન્નત બનાવે છે, તેની અધમતાને કેવી રીતે ટાળે છે અને બીજા ગુણોનો પ્રકાશ કેવી રીતે એજ માર્ગે આગળ થવા પામે છે તે જોઈએ.
(સમાપ્ત)