________________
શ્રી સિદ્ધચક્ર
૧૫૨
આ
અને કોઇક વર્ષે તે પર્યુષણા કોઇક પર્વમાં થાય તો તેવી રીતે પર્યુષણાનું અનિયમિતપણું થાય તે યોગ્ય ગણાય જ નહિ, અને વળી નંદીશ્વરદ્વીપમાં દેવતાઓ પર્યુષણને અંગે અટાઇમહોચ્છવ વિગેરે કરે છે એમ શ્રી જીવાભિગમસૂત્રમાં ખુલ્લા શબ્દોથી લખે છે, તો પછી તે દેવતાઓ નંદીશ્વરદ્વીપમાં પર્યુષણાનો અઠ્ઠાઇ મહોત્સવ કેવી રીતે નિયમિત કરી શકે ? વળી પહેલા વર્ષના પર્યુષણને અને બીજા વર્ષના પર્યુષણને બાર માસનો આંતરો પણ નિયમિત થાય નહિ, કોઇક વખતે તો દશ મહિના નૈ દશ જ દહાડા થાય અને કોઇક વખતે પાંચ પાંચ દહાડા વધતાં વધારે દહાડા થાય. કદાચ એમ કહેવામાં આવે કે એમ પર્વના દહાડા વધતાં પણ બાર માસથી અધિક તો નહિ જ થાય, તો તે કહેવું પણ વ્યાજબી નથી, કેમકે પહેલે વર્ષે જેણે ઉત્સર્ગમાર્ગની પર્યુષણા આપાઢ માસમાં કરી છે, અને બીજે વર્ષે તેને જ આપાઢ મહિના પછી દશ પર્વમાંની કોઈપણ અપવાદિક પર્વની પર્યુષણા કરવામાં આવેતો વર્ષ કરતાં પણ વધી જાય, તે દેખીતું જ છે, માટે જે પર્યુષણા આપાઢ માસમાં ઉત્સર્ગથી કરવામાં આવે છે, અને પછી પાંચ પાંચ દિવસના પર્વો ગણી કોઇપણ પર્વે પર્યુષણા કરવાનું શાસ્ત્રકારો જે જણાવે છે તે પર્યુષણા કોઇપણ પ્રકારે સાંવત્સરિક પ્રતિક્રમણરૂપી નથી, પણ માત્ર અવસ્થાન રૂપ જ છે, અને તેથી તે અવસ્થાનરૂપ પર્યુષણા ભાદરવા માસને અંગે પ્રતિબદ્ધ ન હોય તેટલા માત્રથી સાંવત્સરિક પ્રતિક્રમણરૂપ પર્યુષણાને ભાદરવા માસની સાથે પ્રતિબદ્ધ રાખી બરોબર વર્ષને આંતરે જ અને આ તેજ માસનો ભોગવટો અને સંજ્ઞાને ધ્યાનમાં રાખી સંવચ્છરી પડિકમણું કરવું વ્યાજબી છે. આષાઢ ચોમાસાથી એક મહિના ને વીસ દિવસે પર્યુષણા કઇ ?
કેટલાક લોકો આષાઢ ચોમાસી પછી એક મહિનો અને વીસ દિવસે પર્યુષણા કરવાનો નિયમ
તા. ૮-૧-૧૯૩૬
કરતાં શ્રી કલ્પસૂત્રનો વિગેરેનો પાઠ આપે છે, તે લોકોએ પ્રથમ વિચારવું જોઇએ કે કલ્પસૂત્રમાં આપેલો પાઠ પ્રથમ શ્રમણ ભગવાન મહાવીર મહારાજને અંગે જ કહેવામાં આવ્યો છે. ગણધર મહારાજથી માંડીને વર્તમાન કાળના સાધુ સુધીના મહાપુરુષોને અંગે તો માત્ર ભલામણ જ છે, અને તે જો કલ્પસૂત્ર વિગેરેનો પાઠ સંવચ્છરી પ્રતિક્રમણની સાથે લાગુ કરવામાં આવે તો પ્રથમ તો ભગવાન મહાવીર મહારાજની તીર્થંકર કેવલી છતાં પણ સંવચ્છરી પડિકમણું કરતા હતા એમ માનવું પડશે. એટલે તીર્થંકરો છ આવશ્યક કરી ચતર્વિશતિસ્તવ, વંદન અને પ્રતિક્રમણ, કાયોત્સર્ગ વિગેરે કેવલિપણામાં કરતા હતા એમ માનવું પડશે અને શાસ્ત્રકારો તો તીર્થંકર ભગવાનને સ્પષ્ટ અક્ષરોથી કલ્પાતીત ગણી પ્રતિક્રમણ કલ્પથી રહિત ગણે છે, અને તેથી તેમને સંવચ્છરી પ્રતિક્રમણ ન હોય એમ ચોકખું કહે છે, છતાં જેને તે કલ્પસૂત્ર વિગેરેનો વીસ દિવસ અધિક માસવાળો પર્યુષણાનો પાઠ તીર્થંકર મહારાજને અંગે લગાડી, પર્યુષણા શબ્દનો સંવચ્છરી અર્થ કરી, તીર્થંકરોને સંવચ્છરી પડિકમણું કરવાવાળા બનાવવા હોય તો તેઓની બુદ્ધિને કાંઇ કહી શકાય નહિ. વળી બીજી વાત એ વિચારવાની છે કે શ્રમણ ભગવાન્ મહાવીર મહારાજે વીસ દિન સહિત મહિનો ગયા પછી પર્યુષણ કર્યા તેના હતુ તરીકે જ્યારે તેજ કલ્પસૂત્રમાં પ્રશ્ન કરવામાં આવ્યો ત્યારે ત્યાંજ સ્પષ્ટપણે ઉત્તર દેવામાં આવ્યો છે કે વીસ દિવસ સહિત મહિનો ગયા પછી પર્યુષણ કરવાનું એજ કારણ છે કે ગૃહસ્થોએ પોતાનાં ધરો પોતાને કર્યો હો, પાણી જવાના રસ્તા કર્યા હોય આવો સ્પષ્ટ માટે જ સંચરાવ્યાં હોય, લીપ્યાંગુપ્યાં હોય, ખાળ
ઉત્તર છતાં જેઓ તે વીસ દિવસ સહિત મહિનાની પર્યુષણાને અવસ્થાનરૂપી પર્યુષણા નહિ ગણતાં સંવચ્છરીરૂપ પર્યુષણા ગણે તેને શું કહેવું ? કેમકે