________________
શ્રી સિદ્ધચક્ર
૧૩૧
તમારી નજર આગળ તમારી ખુલ્લી આંખોએ તેનો માલ ચોરોને હાથે લૂટાવા દેતા નથી અથવા કોઈ તેનો માલ લૂંટી જાય તો “ભલેને લૂંટ થાય, એ ઉંઘ્યા કેમ ! ભોગવશે હવે એના પાપનું ફળ એવું કહીને તમે તાળી ટીપવા પણ મંડી જઈ શકતા નથી. તમારો સાથીદાર ઉંઘી ગયો એ એની ભૂલ તો ખરી જ પરંતુ જોડેવાળાની સાથીદારીની એ ફરજ છે કે તણ પોતાના સાથીદારોને પણ સાવચેત કરવા જ જોઈએ. જે સાથીદાર પોતાનું એ કાર્ય નથી બજાવતો
તે વિશ્વાસઘાતી છે. જે વ્યક્તિ પોતે નિદ્રાધીન થાય
છે તે તો મૂર્ખ છે જ, પરંતુ તેની સાથેનો જાગતો પણ જો મુંગો જ રહે, કાંઈ બોલે જ નહિ અને આંખો મીચીને લૂંટ થવા જ દે તો તે પહેલા માણસના કરતાં સોગણો મૂર્ખા છે ! હવે છાતીએ હાથ રાખીને તમારા અંતરના પ્રતિધ્વનિ રૂપે કહો કે કોણ પોતાને માથે આવે મૂર્ખાઇનો બીલ્લો ચોઢવા તૈયાર છે ?
એક પણ ડાહ્યો માણસ તો આવી રીતની મૂર્ખાઇનો ઇજારો લેવાનું પસંદ ન જ કરે. સમકીતિ આત્માઓ આ ભયંકર ભવસાગરમાં પડેલા છે. તેઓ સાથીદાર તરીકે ભવપ્રવાસ કરે છે એવામાં મિથ્યાત્વરૂપી ચોર ઘસી આવે છે અને તે પ્રચંડ બળવાળો રાક્ષસી ચોર તમારા રત્નરૂપ સમ્યક્ત્વને ચોરી જવા માટે હલ્લો લાવે છે ! આવા સેતાનના રાક્ષસી હલ્લાઓ થાય તે વખતે તમારો કોઈ સાથીદાર ગાફેલ હોય તેને તમે ગાફેલ રહેવા જ દો અને તમો શત્રુના હલ્લાઓ આવે છે એ જાણવા છતાં તમારા સાથીદારને ન ચેતાવો તો તમે સાથીદાર નથી, પરંતુ વિશ્વાસઘાતી છો અને તેથી તમે બેવડા ગુન્હેગાર છો. એથી જ બીજાના સમ્યક્ત્વને સ્થિર કરવામાં પણ મોટામાં મોટું જ ધર્મનું કૃત્ય રહેલું છે એમ શાસ્ત્રકાર મહારાજાઓ માને, મનાવે છે. અહીં બીજા સાધર્મિકોમાં સમકિત છે કે નહિ અથવા
તા. ૨૫-૧૨-૧૯૩૫
તો તેઓ મિથ્યાત્વી છે કે કેમ તેનો વિચાર કરવાનો જ નથી. અહીં તો દરેકે પોતાની ફરજ શું છે તે વિચારીને દરેકે પોતાની ફરજ જ બજાવવાની છે. ભોજન નહિ, વાત્સલ્ય જ જરૂરી છે.
હવે ‘ઉપબૃહણ અને થિરીકરણ” એ બે આચારનો વિચાર ર્યો. હવે વચ્છલ શબ્દનો અર્થ વિચારીએ. અહીં કેવી રીતે કરી શકાય છે તે વિચારો. ધ્યાનમાં રાખવાની જરૂર છે કે અહીં શાસ્ત્રકારોએ ભોજન શબ્દ નથી મૂક્યો પરંતુ વાત્સલ્ય શબ્દ મૂકેલો છે. વાત્સલ્ય એટલે વત્સલપણું રાખવું તે. દરેક માતા પોતાના બાળક ઉપર વત્સલતા રાખે છે, તે જ પ્રમાણે દરેક સાધર્મિકભાઈએ પણ દરેક સહધર્મા
ઉપર વત્સપણું રાખવાનું છે. વાત્સલ્ય શબ્દ અહીં યોજ્યો છે તે ખાસ પ્રયોજનથી યોજ્યો છે. વાત્સલ્ય શબ્દની યોજના અમસ્થી જ નથી થઈ. માતા પોતાના બાળક ઉપર જે પ્રેમ રાખે છે તે વત્સલતા છે. જગતમાં પતિ પત્ની, ભાઈવ્હેન દરેક એક બીજા પર પ્રેમ રાખે છે પરંતુ એ દરેકનો પ્રેમ બદલો ઉપરનો પ્રેમ એ માતાની વત્સલતા છે, તેમાં બદલો લેવાની દાનતવાળો છે, ત્યારે માતાનો બાળક લેવાની ભાવના સરખી પણ નથી. બાળક મોટો થઈને માતાના ઉપકારોનો બદલો વાળી આપે છે એ જુદી વાત છે, પરંતુ માતા જ્યારે પોતાના બે મહિનાના બાળકને ધવડાવે છે ત્યારે તેનામાં બદલો લેવાની વૃત્તિ નથી હોતી, પરંતુ માત્ર હૃદયનો ઉમળકો જ હોય છે.
વાત્સલ્યનો અર્થ વિચારો.
જે પ્રમાણે બાળક ઉપર માતાને વાત્સલ્ય હોય છે તે જ પ્રમાણેનું બદલો લેવાની દાનત વિનાનું સાધર્મિકભાઈ ઉપર હેત રાખવું તેનું જ નામ સ્વામિવાત્સલ્ય છે. અર્થાત્ સ્વામિવાત્સલ્યમાં હૃદયનો અંદરનો ઉમળકો એકલો જ હોય અને તેને