________________
શ્રી સિદ્ધચક્ર
૧૨૮
કહેવાય છે તે કહેનારાઓએ પણ ભૂલ કરી અને આજે એ ભૂલ સુધારનારા સુધારકો નીકળી પડ્યા! “અતિચારની ગંધ પણ નથી !''
સેનસૂરિજી પણ એક સ્થળે સ્પષ્ટ રીતે એમ કહે છે કે આઠ અતિચારની ગાથા ન આવડે તેણે આઠ નવકાર ચિંતવી લેવાય છે. આ ઉપરથી પણ સ્પષ્ટ થાય છે કે આ આઠ ગાથાઓ એ કેઈ વરસોથી અતિચારની ગાથાઓ જ કહેવાય છે. હવે આજના સુધારકો એ સંબંધમાં શું કહે છે તે જુઓ તેઓ કહે છે કે આ ગાથાઓને અતિચારની ગાથાઓ ત્રણ સો વર્ષથી કહેતા આવ્યા છે છતાં તમારી એ આઠે આઠ ગાથાઓમાં અતિચારનું તો નામ સરખું પણ નથી. અરે, તેમાં તો અતિચારની ગંધ સરખી પણ
નથી, છતાં તમે અને તમારા પૂર્વાચાર્યોએ એ ગાથાઓને અતિચારની ગાથા કહી છે એમાં નિઃસંશય આંધળે બહેરૂં જ કુટાયા ક્યું છે. હવે આજના સુધારકોની આ વિચારસરણી કેવી જુઠી છે તે તપાસો. સૌથી પહેલો પ્રશ્ન તો તમારે એ વિચારવાનો છે કે પ્રતિક્રમણ કરતી વેળાએ તમે જે ગાથા વિચારો છે તે ગાથા અતિચાર માટે વિચારો છો કે આચાર માટે વિચારો છે તે તપાસી જુઓ. ચોથું આવશ્યક પ્રતિક્રમણ નામનું છે ને તેમાં લાગેલા જ્ઞાનાચારાદિના દોષો આલોવવાના હોય છે ને તેમાં
આલોવવા અતિચારોમાં દિવસ કે રાત્રે લાગેલા વિશેષ અને વ્યક્ત અતિચારોને ગુરુ સમક્ષ પ્રાયશ્ચિત્ત લેવા માટે ચિંતવવા જોઈએ અને તે અતિચારો ચિંતવવા માટે જ આ કાઉસ્સગ્ગ ને આ ગાથાઓ છે. વળી જ્ઞાનાચારની ગાથામાં વ્યંજન અર્થ અને તદુભયનું ઉલ્લંઘન નો ખુદ અતિચારરૂપે જ છે. સત્ય શોધી કાઢવા યત્ન કરો.
વસ્તુનો
પક્ષપાતરહિત થઈને જે કોઈ આ જવાબ શોધશે તેને સત્ય ક્યાં છે અને અસત્ય ક્યાં છે એ વાત બહુ જ સહેલાઈથી જણાઈ આવશે.
તા. ૨૫-૧૨-૧૯૩૫
તમે આ આઠ ગાથા વિચારો છો તેનું કારણ એ છે કે તમારો જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર અને વીર્યાચાર એ તમે ન ર્યો હોય તેની ખામી જોવાને અર્થે જ તમે આ ગાથા વિચારો છો એથી જ શાસ્ત્રકારોએ પણ તમારા અતિચારમાં પણ એની એ જ ગાથા મૂકી છે ! ત્યાં આચાર તરીકે આચાર જોવાના નથી, પરંતુ અતિચારના મુદ્દાથી ત્યાં આચાર જોવાના છે. અતિચાર સ્મરણને માટે ગણાતી ગાથા તે અતિચારગાથા છે. જે દુષણો આપણા આત્માને લાગ્યાં હોય તે દુષણોનો ત્યાગ કરવાને અર્થે જ આ ગાથાઓનું સ્મરણ કરવાનું છે. બીજી વાત એ ખ્યાલમાં રાખવાની છે કે અહીં સુકૃત અનુમોદનનો પણ વિષય નથી. અહીં દૃષ્કૃતનિંદન
અને પ્રાયશ્ચિત્તનો જ વિષય છે. પાપના નિદન, ગર્હણ માટે અને પ્રાયશ્ચિત્ત માટે જ આ ગાથાઓનું
સ્મરણ કરવામાં આવતું હોવાથી શાસ્ત્રકાર
મહારાજાઓએ તેને અતિચારગાથા કહી છે તે સર્વથા વ્યાજબીજ ઠરે છે.
મિથ્યામોહના સેવકો
પહેલાં આચાર માલમ પડવા જોઈએ. આચાર માલમ પડે છે ત્યારે આચાર તમારી બુદ્ધિને ગમ્ય બને છે. આચાર સમજાય છે ત્યારે જ તેના દ્વારા અતિચાર સમજાય છે અને અતિચાર સમજાય
છે ત્યારે જ અનાચાર માલમ પડે છે. અર્થાત્ આચારથી અતિચાર અને અતિચારથી અનાચાર સમજવામાં આવે છે. આજ કારણથી પહેલાંના અને શાસ્ત્રવેત્તાઓ અને તેમને પુનિત પગલે પગલે અત્યારના ધર્મધુરંધરો, શાસ્ત્રકાર મહારાજાઓ, ચાલનારાઓ આ ગાથાઓને અતિચારગાથા કહી
ગયા છે અને તેથી જ વર્તમાનના પણ બધા
ધર્મશ્રદ્ધાળુઓ એને અતિચારની ગાથા તરીકે જ સ્વીકારે છે પરંતુ જેને જ્ઞાનરૂપ આંખની પુરતી શક્તિ મળી નથી એવા આંખે અપંગ, વિવેક અને શ્રદ્ધારૂપી