________________
શાશ્વત સુખના અર્થીને કલ્યાણસાધનના ઉપાયો
'सेवेयव्वा सिद्धंतजाणगा भत्तिनिब्भरमणेहिं। सोयव्वं नियमेणं तेसि वयणं च आयहियं ॥१॥
दाणं च जहासत्तिं देयं परपीडमो न कायव्वा ।
कायव्वोऽसंकप्पो भावेयव्वं भवसरूवं ॥२॥ मन्ना माणेयव्वा परहवियव्वा न केइ जियलोए लोगोऽणुवत्तियव्वो न निंदियव्वा य केइत्ति ॥३॥
गुणरागो कायव्वो णो कायव्या कुसीलसंसग्गी ।
- વનેવ્યા સ્રોહાય ય થયું પમવો એ ' ભાવાર્થ :- “પરમ હર્ષથી (ભક્તિ) ભરપૂરવાળા મન વડે પરમપુરુષપ્રણીત આગમના રહસ્યને જાણનાર પુરુષો (ગુરુઓ)ને સેવવા ને તેઓનું વચન આત્મહિત કરનારૂં છે માટે અવશ્ય સાંભળવું.
યથાશક્તિ જ્ઞાનદાન, અભયદાન ને ધર્મોપગ્રહદાન દેવું, મન, વચન અને કાયાથી પરને પીડા ન કરવી, અસંકલ્પ (વિષયની નિવૃત્તિ) કરવો, ભવનું સ્વરૂપ વિચારવું.
લૌકિક અને લોકોત્તર માન્યપુરુષો પૂજવા (લૌકિક તે માતાપિતાદિ અને ! લોકોત્તર તે ધર્મગુરુ આદિ) જીવલોકમાં (જગતમાં) કોઈનો તિરસ્કાર ન કરવો. વિશિષ્ટ લોકના આચારને અનુસરવું. (અર્થાત્ લોક વિરૂદ્ધ તજવું) કોઈની નિંદા ન કરવી. ઉદારતા, દાક્ષિણ્યતા આદિ ગુણોનું બહુમાન કરવું. અસઆચારવાળાનો
સંસર્ગ (આલાપ, સંલાપ) ન કરવો. ક્રોધ, માન, માયા, લોભ, વર્જવા, તથા હંમેશા " નિદ્રા, સંશય અજ્ઞાન, મિથ્યાજ્ઞાન આદિ આઠ પ્રકારનો પ્રમાદ ટાળવો”.
પાપ” आचार्यहरिभद्रसूरयः