SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ વર્ષ - ૪ (તીર્થોધ્ધારક અને તીર્થરક્ષક) આગમોધ્ધારકશ્રીએ પૂજયતમ આગમોની સેવા અને શ્રુતનાં વારસાનું સંરક્ષણ અને સંવર્ધન કર્યું વળી પરમ પૂજનીય તીર્થોની સેવા સંરક્ષણ અને ઊધ્ધાર માટે ક્યારેક પ્રાણોની પણ પરવાહ ક્ય વિના પોતાની પ્રતિભાનો અજોડ ચમત્કાર પણ સજર્યો છે. ૧૯૬૪નાં સમેતશીખરજી ઊપર બંધાતા અંગ્રેજોનાં બંગલા માટે જે મુંબઈમાં જેહાદ જગાવી તેનાં પરિણામે દિલ્હીથી સી.આઈ.ડી, ઓ પ્રવચનમાં ગોઠવાઈ જતાં અને અંગ્રેજ સરકારને રિપોર્ટ મોકલાતી જેમાં એક સી.આઈ.ડી પૂજયશ્રીનાં હિતસ્વી બની ખાનગીમાં ચેતવણી આપી કે આપ એક સપ્તાહ પ્રવચનમાં આ વિષય ન લો નહી તો અંગ્રેજ સરકાર પગલાં ભરવા તૈયાર છે પણ પૂજયશ્રીએ તેને કહ્યું ભાઈ અમારા પવિત્ર તીર્થો અમારા પ્રાણોથી પણ પ્યારા છે તે માટે જે કંઈ કરવું પડે બોલવું પડે તે નિર્ભયતાથી અમારે કરવું જ પડશે. ૧૯૬૫નાં અંતરીક્ષજીનાં કેસમાં પણ દિગંબરભાઈઓએ કરેલ કેસનાં જવાબમાં અંગ્રેજ જજની પાસે જે તર્ક પૂર્ણ દલીલ કરી તે નિર્ભયતા જોઈ અંગ્રેજ જજે સાગરજી મ. ની નિર્ભયતાને બિરદાવવા સાથે ભક્ત બની ગયેલ. સં. ૧૯૭૯માં ભોપાવર-મક્ષીજી-માંડવગઢ (મ.પ્ર.) તીર્થનાં માટે ઘણું સહન કરી જિર્ણોધ્ધાર કરાવ્યા જેથી સ્ટેટ સાથે સમાધાનની ઉપલબ્ધિ થઈ, ૧૯૮૩માં શ્રી કેશરીયાજી કેસમાં નિડરતા પૂર્વક નૂતન ધજા દંડ ચઢાવી શ્વેતામ્બરોની ધજા ફરકાવી તે દ્રશ્ય ઐતિહાસીક બની ગયેલ જેમાં એટલો ધસારો હતો કે દિગંબરભાઈઓનાં તોફાનમાં ત્રણ-ચારભાઈઓ કચડી મરી ગયેલ. તે પ્રસંગે પોતાનું નિડરતા પૂર્વકનું વક્તવ્ય તથા કર્તવ્ય આજે પણ લોકો યાદ કરે છે. સં. ૧૯૮૫માં શત્રુંજય તીર્થ રક્ષાર્થે લાખોનું ફંડ કરાવ્યું. શીવલિંગ અન્યત્ર ખસેડાયું..... શ્રી ચારૂપ તીર્થના જિનાલયની હદમાં રહેલ પાલીતાણાનાં દરબારોને વોઈસરોય દ્વારા નક્કી થયેલ રખોપાનાં ૬૦,000/- બાર મહિને લેવાનું નક્કી કરતાં પૂ. સાગરજી મ. જે ૧૧ લાખ રૂા. ભેગા કરાવેલ તેના વ્યાજમાંથી પૈસા આપવાનું નક્કી કર્યુ પછી હિન્દુસ્તાન પ્રજાસત્તાક થતાં દેશી રાજયોનું વિલીનીકરણ થયું બાદ શેઠ કસ્તુરભાઈ લાલભાઈએ. સરકાર પાસે ૬૦,૦૦૦/- માફ કરાવ્યા અને તે રકમ દ્વારા જયતલાટીથી રામપોલ અને ધેટીની પાયગા સુધી ધડેલાં પાષાણ નાં પગથીયા થયા.
SR No.520954
Book TitleSiddhachakra Varsh 04 - Pakshik From 1935 to 1936
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages696
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy