________________
૫૪
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૧-૧૧-૩૪
શકતીઅમ દેશના
** -
&':'-',
;*:
5'
5"; "
આગમ ધારકની
(દેશનાકાર)
'માલ
નારાજ
St.
અમોધ્ય5.
धर्मोमंगलमुत्कृष्टं, धर्मः स्वर्गापवर्गदः । धर्मः संसारकान्तारोल्लंघने मार्गदेशकः ॥ १ ॥ જ્યારે આજે મોક્ષ નથી તો ચારિત્ર ઉપયોગી શાથી?
શાસ્ત્રકાર મહારાજા કલિકાલ સર્વજ્ઞ ભગવાન શ્રીમદ્ હેમચંદ્રસૂરિ મહારાજ ભવ્યોના ઉપકાર માટે પ્રથમ જણાવી ગયા કે અનાદિકાલથી આ જીવ સંસારચક્રમાં ભમ્યા કરે છે. એ પરિભ્રમણ બંધ કરવા માટે શ્રી જિનેશ્વરદેવે ધર્મ કહેલો છે. જો એ માટે ધર્મ ન કહ્યો હોય તો તેમનું ઉપકારીપણું રહેતું નથી, કારણ કે સંસારમાં પ્રાપ્ત થતી ઉંચી, નીચી અવસ્થાઓ બધી અનિત્ય છે. એકેંદ્રિય, બેઇંદ્રિય, ઇદ્રિય, ચૌરિદ્રિયપણાના સ્થાનો, નારકી, તિર્યંચ, દેવતા તથા મનુષ્યપણાના સ્થાનો માત્ર (તમામ) અનિત્ય છે.
જ્યાં આયુષ્ય પૂર્ણ થાય એટલે સ્થાન પલટાવવાનું જઃ જ્યાં સ્થિર રહેવાય એવું સંસારમાં કોઈ સ્થાન નથી. ચારે ગતિમાં એક એવું સ્થાન નથી કે જ્યાંથી ફરવાનું (પાછું નીકળવાનું) નથી. સર્વાર્થસિદ્ધ વિમાનમાંથી પણ તેત્રીસ સાગરોપમ પછી ચ્યવવું પડે છે, સ્થાન પલટાવવું પડે છે. આ દુનિયામાં જ્યાં માડાના મકાનમાં રહીયે ત્યાંથી ખાલી કરી નીકળીએ ત્યારે માત્ર એ પાડોશી જ છોડવાના, બાકી શારીરિક સંપત્તિ, રિદ્ધિ સમૃદ્ધિ, માલમિલકત છોડવી પડતી નથી, જ્યારે આ જીવને ગત્યંતર કરતાં તો બાહ્ય અત્યંતર બેય સંપત્તિ છોડી દેવી પડે છે એટલે કે બહારનું મેળવેલું તે પણ મેલતા જવાનું અને અંદરનું મેળવેલું તે પણ સાથે જ મેલતા જવાનું. એ શી રીતે ? સ્પર્શનાદિ ઇંદ્રિયો દ્વારા મેળવેલું, જ્ઞાન તે પણ બીજા ભવમાં નવેસરથીજ મેળવવાનું રહે છે ને ! રેશમ, સુતર, હીરા, મોતી વિગેરે પદાર્થો જાણ્યા, એની પરીક્ષાનું સ્વરૂપ જાણ્યું તે જ્ઞાન બીજે ભવે સાથે ન લઈ જઈ શકાય. મરણ વખતે જેમ બાહ્ય સંપત્તિ છૂટી જાય છે, છોડવી પડે છે તે જ વખતે આંતર્ સંપત્તિ જ્ઞાનદર્શન પણ છોડવાં પડે છે!